Posted by: bazmewafa | 10/09/2013

ગઝલ:તમારા પ્રતાપે બધા ઓળખે છે— શૂન્ય પાલનપુરી

તમારા પ્રતાપે બધા ઓળખે છે— શૂન્ય પાલનપુરી

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારુંવ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણેછે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારુંસૌ મયકદા ઓળખે છે.

મે લોયાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવીરહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખેછે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાંકિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોનેકહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગીછું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે શૂન્યએવા મેં જખ્મો સહ્યા છે, કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને, દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

(સૌજન્ય:શૂન્યની સૃષ્ટિ સમગ્રસર્જન)

કવિની અન્ય રચનાઓ:

https://bazmewafa.wordpress.com/2010/02/20/shoomyanee-rachanao%E0%AC%95bazm/

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: