Posted by: bazmewafa | 10/03/2013

ગઝલ:ભીંજાય પણ ખરો… – અશોક જાની ‘આનંદ

ભીંજાય પણ ખરો… – અશોક જાની ‘આનંદ

 

આઇનો દીવાલ પર તરડાય પણ ખરો,

આંખમાં વિસ્ફોટ એવો થાય પણ ખરો.

જાત સંકોરી ભલે તું ચાલતો હતો,

તો ય તારો માંહ્યલો ખરડાય પણ ખરો.

જે કદી પલ્ળ્યો નથી આ શ્રાવણે છતાં,

ભરઉનાળે કોકદિ ભીંજાય પણ ખરો.

જિંદગી જુગાર સમજી ખેલતો રહે,

દાવ છેલ્લી પળ મહીં પલટાય પણ ખરો.

આમ તો ટીપાં મળી સાગર બને સદા,

એ જ સાગર બુંદમાં લહેરાય પણ ખરો.

આજીવન જે શિખરો ચઢતો રહ્યો, અને-

એક ક્ષણમાં ભોંય પર પટ્કાય પણ ખરો.

અહીં-તહીં શોધ્યા ન કર આનંદને ભલા,

દિલ મહીં કર ડોકિયું દેખાય પણ ખરો.

 (સૌજન્ય:ફેસબૂક શ્રી અશોક જાની ‘આનંદ’)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: