Posted by: bazmewafa | 09/26/2013

ગઝલ:યાદનો શ્રાવણ મળે….. નરેશ કે.ડૉડીયા

યાદનો શ્રાવણ મળે….. નરેશ કે.ડૉડીયા

 

ક્યાંકથી એવું મને સગપણ મળે

આંખની ભાષા કળે એ જણ મળે

 

સ્વપ્ન સંગાથે મળીને જોઈએ

સાથમાં તું હોય એવી ક્ષણ મળે

 

બારમાસી હોય છે મારી ગઝલ

યાદ તારી ફૂલ થઈ મણમણ મળે

 

એક વાદળ રોજ અટકે આંખમાં

ને ગઝલમાં યાદનો શ્રાવણ મળે

 

આંખ ખૂલી હોય ને પાપણ ઢળે

એક હસતી આંખમાં સમજણ મળે

 

દૂરતાનો કોઈ મતલબ પણ નથી?

તું ગઝલમાં ભાવ થઈ તતક્ષણ મળે

 

જીવવાની મૌજ ગાંડીતૂર થઈ

એક દરિયામાં નદીનો કણ મળે

 

એક શાયરનો મહિમાં હોય શું?

સ્મિત હોઠે ને નયનમાં રણ મળે

(સૌજન્ય:ફેસબૂક શ્રી નરેશ કે.ડૉડીયા)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: