Posted by: bazmewafa | 09/24/2013

ગઝલ:ઝરણાં કલકલ…..શેખાદમ આબુવાલા

ઝરણાં કલકલ……શેખાદમ આબુવાલા

 

વાટ ન જો તું એની પલ પલ

એ મૃગ જળ છે બોલ ન :જલજલ

 

તારા ગણતાં રાત ઢળી ત્યાં

આંખ થઈ તારાથી ઝલ ઝલ

 

દીપ નથી કૈં બાળી શકશે

કેમ કરે છે ઓ દિલ જલ જલ

 

રાખ સદા એ ઘૂંઘટ મુખ પર

હોય વસન જો એનું મલ મલ

 

મૌન અને વાણીનો સંગમ

જંગલ નીરવ ઝરણાં કલકલ

 

મારી મસ્તી વાસ કરે છે

અણ ઉઘડી કળિયોને દલ દલ

(સૌજન્ય:દીવાન-એ-આદમ પ્ર.15)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: