Posted by: bazmewafa | 09/19/2013

માહે ઓગસ્ટ 2013નો તરહી કલમી મુશાયેરો… આ દેશ ક્યાં આઝાદ છે ?…બઝમે વફા

માહે ઓગસ્ટ 2013નો તરહી કલમી મુશાયેરો….બઝમે વફા

તરહી કલમી મુશાયેરાની હાર માળામાં માહે ઓગસ્ટ 2013ની તરહી ફૂલ દાનીમાં આપના સુશોભિત ગઝલ પૂષ્પો માટે આભાર અને આનંદની લાગણી અનુભવું છું.ગઝલ તો હું લખુંના કવિ મિત્રોએ જે આનંદ વિભોર સાથ અને સહકારઆપ્યો છે એનાથીબઝમેવફાપરિવાર કૃતજ્ઞતા અનુભવે છે.

અશા છે કી આપણાં આગળના તરહી ગઝલ પ્રવસમાં આવોજ સહકાર મળી રહેશે,

આપણી રચનાઓ છંદ બધ્ધ રહે અને સાર્થ જોડણીની પરંપરાને વળગી રહે એ બધી આપણી અંગત અને નૈતિક, જવાદારી છે.આટલી બધી ગઝલોની જોડણી કે છંદ ચકાસવું એ જરા કઠિન કાર્ય છે..

પ્રિય મિત્ર ભાઈ શ્રી ચિરાગ ઝા ઝાઝીએ પરિશ્રમ લઈ આ યોજનાને જે રીત  સફળ બનાવી રહ્યા છે-તે બદલબઝમેવફાએમનું આભારી છે.

ઓગસ્ટ માસનો તરહી મિસરો:  આ દેશ ક્યાં આઝાદ છે ?

રદ્દિફ : આ દેશ ક્યાં આઝાદ છે? છંદ : ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા રજઝ

    [1] ભડકે બળી સીતા રહી   –હાર્દિક વોરા

 

    ભડકે બળી સીતા રહી , આ દેશ ક્યાં આઝાદ છે ?

    આઝાદ છે રાવણ વળી , આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    હો બાળકી નાની ભલેને બે અઢી કે ચાર ની ,

    ભયભીત છે પિતા અહી ,આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    છાપા ભર્યા છે રક્ત થી શ્યાહી ભલે કાળી કરી ,

    સઘળું રહી હિંસા ગળી ,આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    હપ્તા વસુલી ,ચાય પાની, ને કમાણી ઉપરી ,

    સૌ વ્હેચતા ભાગે મળી ,આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    એ રાજનીતિ નામ આપી લાજ લુંટે દેશ ની ,

    હરખાય છે કીચડ કરી , આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    છે ભીષ્મ ના અવતાર જુવો દેશમાં ના લોક પણ ,

    તાબે થતા મૂંગા રહી , આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    જુઓ હૃદય ચીરાય છે ,લખતા અહી ઘટના બધી ,

    ડંખી રહ્યો આતમ બળી ,આ દેશ ક્યાં આઝાદ છે ?

 

 

    [2] માં ભોમ તો રડતી કહે —- કેતન જી મેહતા. અખંડરાજકોટ.

 

    માં ભોમ તો રડતી કહે, આ દેશ ક્યાં આઝાદ છે.?

    ચારે તરફ લોહી વહે, આ દેશ ક્યાં આઝાદ છે.?

 

    રાવણ બધે હરતા રહે, હરરોજ એક સીતા અહી,

    ક્યાં રામ ની સીતા રહે.? આ દેશ ક્યાં આઝાદ છે.?

 

    ચારો પ્રહર લડતા રહે એ વીર સરહદ પર રહી,

     એ આખરી શ્વાસે કહે, આ દેશ ક્યાં આઝાદ છે.?

    માને પિતા ગાંધી ભજે,પણ ના અમલ એનો કરે,

     આ ત્રાસ જનતા તો સહે, આ દેશ ક્યાં આઝાદ છે.?

    લુંટે હવે છે વોટ, આ સોગંધ આપી રામના,

     હે રામ, બાપુ તો કહે, આ દેશ ક્યાં આઝાદ છે.?

    આ દેશ ને પાછી ગુલામી આપશે આ આપણા,

     અશ્રુ ધરી ભારત કહે, આ દેશ ક્યાં આઝાદ છે.?

    ઝંઝીર ભ્રષ્ટાચાર ની જકડી રહી માં ભોમ ને,

     ક્યાં છે ? ‘અખંડભારત હવે, આ દેશ ક્યાં આઝાદ છે.

 

   

 

    [3]- ઉપવન ઉજડતું રોજ જ્યાં — – અશોક જાની આનંદ

 

    ઉપવન ઉજડતું રોજ જ્યાં આ દેશ ક્યાં આઝાદ છે ?

    ઘોરે મજેથી બાગબાં આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    છે ચાંચિયા જેવા અહીં આ લોક નેતા ત્યાં હવે,

    વહેંચ્યું વતન છે ભાગમાં આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    રોજે હણાતી ને ચુંથાતી બહેનોની ઇજ્જત અરે..!!

    ઘર છે દુઃશાસન હાથમાં આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    પેલો પડોશી રોજ આવી કાંકરી ચાળા કરે,

    પણ હિજડાના રાજમાં આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    જોયા કરીશું ક્યાં સુધી ચુપચાપ આ નાટક બધાં ?

    ધ્રુતરાષ્ટ્રના સંતાનસા આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    ચાલો ઉઠાવો આંધી અહીં ઇન્કલાબની આજે ફરી,

    ફેંકો ઉખાડી દુષ્ટતા આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    આ દેશ માંગે છે હવે કુરબાની વીરના લોહીની,

    ‘આનંદના સાથી જવાં આ દેશ ક્યાં આઝાદ છે ?

 

   

 

    [4]-    છે કેદમાં જનતા હવે, —- ….ચિરાગ ઝા ઝાઝી

 

    છે કેદમાં જનતા હવે, આ દેશ ક્યાં આઝાદ છે?,

    જ્યાં કાયદા બુઠ્ઠા નડે, આ દેશ ક્યાં આઝાદ છે?.

 

    સાંકળ લઈ પગરવ ફરે, આ દેશ ક્યાં આઝાદ છે?,

    પળપળ ભલે ગુલશન મરે, આ દેશ ક્યાં આઝાદ છે?.

 

    ચારે તરફ જોઈ રહી મારી નજર હેવાનિયત,

     ર્ધમાંધના ટોળા વધે, આ દેશ ક્યાં આઝાદ છે?.

 

    કોઈ હવે રોતું નથી, ઘરમાં હતું જ્યાં પારણું,

     એ ઘર પછી આખું બળે, આ દેશ ક્યાં આઝાદ છે?.

    ટોપી, તિલકના છે ગુલામો, પાપના છે પોટલાં,

     કાળાબજારી સૌ કરે, આ દેશ ક્યાં આઝાદ છે?.

    લોહી પિવાનું બંધ કરજો?, આટલું જ્યાં મેં કહ્યું,

     નેતા તરત બચકું ભરે, આ દેશ ક્યાં આઝાદ છે?.

    ચમચા બધા નેતા બની ગદ્દારને ઝૂક્યા કરે,

     શું રાજકારણમાં જડે, આ દેશ ક્યાં આઝાદ છે?.

    આજે કહે પાછા હટો, આ ભાગ તો મારો હતો,

     ડરપોકનું શાસન બધે, આ દેશ ક્યાં આઝાદ છે?.

    કોઈ કશું સમજાવવા, આવ્યું નથી ઝાઝી છતાં,

     ડર!, દ્વેશનું કારણ બને!, આ દેશ ક્યાં આઝાદ છે

 

    [5] અંગ્રેજના રંગો તું ગણ —– દક્ષેશ પ્રજાપતિ “દીપ”

 

    અંગ્રેજના રંગો તું ગણ,આ દેશ ક્યાં આઝાદ છે?

    છે પ્રેમ બદલે LOVE સનમ,આ દેશ ક્યાં આઝાદ છે?

 

    હિન્દી પ્રમુખની રાષ્ટ્ર ભાષા છે ,ભણો બીજી ભલે.

    આમુખ ય અંગ્રેજી છે પણ !! આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    નબળો રહ્યો તો રૂપિયા કરતા ઘણો ડૉલર તે દી,

    છપ્પન ગયો થઈ આજ સન,આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    પર્વત કતારો પુર્વ બાજું , સ્વર્ગનું સુંદર ચમન,

    ત્યાં નક્શલીઓના કદમ,આ દેશ કયાં આઝાદ છે ?

 

    સો વર્ષ પાછળ રાખવાની ચાલ ભણતર રીતમાં,

    તોયે હજી ચાલે પતન,આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    પ્હેલા ધરમ ને પ્રાંત નામે ભાગ અંગ્રેજે કર્યા,

    નેતા ટકાવે એ નિયમ,આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    કેછે,મગજમારી બે પૈ માં કેમ કરતો “દીપ” તું,

    આ સોચમાં હર એક જણ ,આ દેશ ક્યાં આઝાદ છે ?

    *સન=સંવત

 

    [6] કલરવ અહીં રંુધાય છે, — – કૌશલ સુથાર

 

    કલરવ અહીં રંુધાય છે, આ દેશ ક્યાં આઝાદ છે ?

    બાળક અહીં મૂંઝાય છે, આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    હા,Rape,ભર્ષ્ટાચાર,Crime ને આતંક પણ –

    અિહ ના થવાનું થાય છે, આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    બૈ મોંઘવારી તારા લીધે દર્ૌપદીની જેમ જો-

    માણસ અહીં લૂંટાય છે, આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    અિહ ખૂન,ચોરી,લંૂટફાટો,ખોફ વધતાં જાય છે,

 

    મા ભોમ પણ રહેંસાય છે, આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    ગુંડા-મવાલીઓના ભાઈ રાજમાં કૌશલઅહીં

    Bindaas ક્યાં જીવાય છે, આ દેશ ક્યાં આઝાદ છે ?

 

    [7] માભોમ છે સંકટ તળે જગદીશ.

 

    “માભોમ છે સંકટ તળે,આ દેશ ક્યાં આઝાદ છે?

    ભયભીત છે જનતા બધે,આ દેશ ક્યાં આઝાદ છે?

 

    આઝાદ છે આતંકના સોદાગરો આ દેશમાં,

    વ્હાલું વતન ભડકે બળે,આ દેશ ક્યાં આઝાદ છે?

 

    જે ભૂમિમાં ઘી દૂધની સરિતા વહેતીતી કદી,

    ત્યાં શિશુ કુપોષણથી મરે,આ દેશ ક્યાં આઝાદ છે?

 

    સુરક્ષિત નથી આજે બહેનો,માં અનેદિકરી અહીં,

    આ જોઇ ભારત માં રડે,આ દેશ ક્યાં આઝાદ છે?

 

    થોડા વફાદારો થકી સચવાઇ છે સૌ આબરૂ,

    નેતા રમત ગંદી રમે,આ દેશ ક્યાં આઝાદ છે?

 

    બલિદાન માંગે છે વતન સરદાર ને    ગાંધી તણું,

    પોકાર ધરતી માં કરે,આ દેશ ક્યાં આઝાદ છે? “

 

 

    [8] પાઉંડ ડોલર જળહળે —- રાજેશ ઉપાધ્યાય

 

    પાઉંડ ડોલર જળહળે આ દેશ ક્યાં આઝાદ છે

    ને રૂપિયો પગ ની તળે આ દેશ ક્યાં આઝાદ છે

 

    પેટ્રોલ ડીઝલ કિંમતો ઉંચે જતી જોઈ અને

    પ્રધાન મૂછો માં હશે આ દેશ ક્યાં આઝાદ છે

 

    આખો દિવસ ના નીકળે આ રૂપિયા તેત્રીશ માં

    કે ત્રણસો ટૂકા પડે આ દેશ ક્યાં આઝાદ છે

 

    જે આપણી સંભાળ લે ના રાત દિ જોતા કદી

    તેના શત્રુ માથા હણે આ દેશ ક્યાં આઝાદ છે

 

    બાંકે બિહારી ચારતા ગૌમાત ને ગોકુલ માં

    આ યાદવો જાતે ચરે આ દેશ ક્યાં આઝાદ છે

 

    જેનું હતું એ કામ કે એકાદ બે ને સાંકળે

    vach માં એ જ વાડા કરે આ દેશ ક્યાં આઝાદ છે

 

    ગાંધી ભગત સરદાર ની એળે લડત જાતી રહી

    છાસઠ વરસ ની ઉંમરે આ દેશ ક્યાં આઝાદ છે

 

 

    [9] જાણી હ્દય દુભાય છે —— બેદાર લાજપુરી

 

    જાણી હ્દય દુભાય છે આ દેશ ક્યાં આઝાદ છે?

    હર ઘરમામ માતમ થાય છે આ દેશ ક્યાં આઝાદ છે?

 

    અંગ્રેજ તો ચાલયા ગયા પણ ગીત ગુલામી તણાં

    જનતા હ્જી પણ ગાય છે આ દેશ ક્યાં આઝાદ છે?

 

    ભારતની હાલત દેખીને ગાંધી જવાહરલાલ પણ

    કબ્રો મા મુંજાય છે આ દેશ ક્યાં આઝાદ છે?

 

    ત્રીરંગો અશ્રુ સારેને માથું કૂટે લાલ કીલા

    ત્રીમૂર્તિ પણ શરમાય છે આ દેશ ક્યાં આઝાદ છે?

 

    નેતા ભલે ગાતા ફરે આ દેશ છે આઝાદ પણ

    અંધાને પણ સમજાય છે આ દેશ ક્યાં આઝાદ છે?

 

    ક્યાં છે સલામત સિતા મરયમ લક્ષ્મી મીરાંબાઇ પણ

    ઇઝ્ઝત અહીં લૂંટાય છે આ દેશ ક્યાં આઝાદ છે?

 

    ને લાંચ રુસવતખોરોને ભ્રશ્ટાચારોની ખિચડી

    સંસદમાં રંધાય છે આ દેશ ક્યાં આઝાદ છે?

 

    જીવન મુલ્લા પંડિતનું છે ઝેર સમ આ દેશમાં

    ગુંડા ઓ નિત પૂંજાય છે આ દેશ ક્યાં આઝાદ છે?

 

    આવે શરમ કેતા હવે “બેદાર”મારા દેશમાં

    કૂમળી કળી ચૂંથાય છે આ દેશ ક્યાં આઝાદ છે?……..

 

    [10]-વરસોથી એક વિવાદ છે ——-   કુમાર જિનેશ શાહ

 

    વરસોથી એક વિવાદ છે, આ દેશ ક્યાં આઝાદ છે?

    ભીતર ઘણો વિખવાદ છે, આ દેશ ક્યાં આઝાદ છે?

 

    આજાદ છે ભાષા અને.. વાણી બધી સ્વતંત્ર છે..

    પણ તે છતાં સંવાદ છે, આ દેશ ક્યાં આઝાદ છે?

 

    સૈયાદ પાંખો વેતરીને પિંજરાને ખોલતો..

    પંખી તણી મરજાદ છે, આ દેશ ક્યાં આઝાદ છે?

 

    આ દેશથી છે દૂર એક સ્વર્ગ બહુ લોભામણું..

    એ ભ્રમ ભર્યો નાદ છે, આ દેશ ક્યાં આઝાદ છે?

 

    કાળા બધે છે કાગડા ને, કાગડી કાળી બધે..

    કાળી જ આ ઓલાદ છે, આ દેશ ક્યાં આઝાદ છે?

 

    છાતી કુટી કોકે અગર તો હાય-હાયમેં પણ કર્યું,

    શિયાળવા-શી દાદ છે, આ દેશ ક્યાં આઝાદ છે?

 

    જે ભૂલ છે તે આપણી ને, આપણે દોષી છીએ..

    બસ આપણો પ્રમાદ છે, આ દેશ ક્યાં આઝાદ છે?

 

    [11] આઝાદ જેવો લાગતો ——    ”દર્દટંકારવી(મુબારક ઘોડીવાલા)

 

    આઝાદ જેવો લાગતો ,આ દેશ ક્યાં આઝાદ છે?

    આભાસ માંહે રાચતો,આ દેશ ક્યાં આઝાદ છે?

 

    ગાંધી-ભગતનાં સ્વપ્નને જાહેરમાં જોઈ તૂટતાં,

    ચોધાર આંસુ સારતો, આ દેશ ક્યાં આઝાદ છે?

 

    આ દેશના નેતા બધા,પિશાચ થૈ ઘૂમે અહીં.

    ને જીવ લૈ ને ભાગતો, આ દેશ ક્યાં આઝાદ છે?

 

    હંમેશ નેકીઓ કરી ઘર આંગણે આવ્યા પછી,

    પત્થર ઉલેચી થાકતો, આ દેશ ક્યાં આઝાદ છે?

 

    અલગાવ વાદી હાથમાં આજે જુઓ મોહતાજ થૈ,

    ખંડિત થૈ ને નાચતો,આ દેશ ક્યાં આઝાદ છે?

 

    નેકી=નેક (સાર)કાર્યો.

 

 

    [12]    સૌ ધર્મને નામે ચરે —– સપના વિજાપુરા

 

    જનતા અહીં પળવળ મરે આ દેશ ક્યાં આઝાદ છે?

    સૌ ધર્મને નામે ચરે આ દેશ ક્યાં આઝાદ છે?

 

    બાળક સતત જ્યાં ટળવળે છે રોટલીનાણ ટૂકડે

    નેતા બધાં ખીસ્સા ભરે આ દેશ ક્યાં આઝાદ છે?

 

    સસ્તી છે ઈજ્જત મા બહેનોની અહીં કોડીથી પણ

    એ રાતમાં ફરતા ડરે આ દેશ ક્યાં આઝાદ છે?

 

    સરકાર આ કેવી છે?ઓફીસર તો રખડી ખાય છે

    ફાઈલના થોથા કરે આ દેશ ક્યાં આઝાદ છે?

 

    ઝૂપડપટીની ના શરમ છે, ના ગરીબીની પડી

    નેતા તિજોરી બસ ભરે આ દેશ ક્યાં આઝાદ છે??

 

    ગાંધી,જવાહર કે ભગતસિંહની શહાદતનું શું થયું?

    “સપના” વિદેશે તું ફરે આ દેશ ક્યાં આઝાદ છે?

 

[13] ભટકી રહ્યાં પ્યાસા હરણ —— મુહમ્મદઅલી વફા

 

    ભટકી રહ્યાં પ્યાસા હરણ, આ દેશ ક્યાં આઝાદ છે?

    ચારો તરફ વેરાન રણ , આ દેશ ક્યાં આઝાદ છે?

 

    વરસો થકી હું શોધમાં છું કે અમનનું ફળ મળે,

    લોહી રડે મારા ચરણ, આ દેશ ક્યાં આઝાદ છે?

 

    પાણી તણા પૂરો નહી, શોણિત તણી ધારા વહે,

    છે કેટલું સસ્તું મરણ, આ દેશ ક્યાં આઝાદ છે?

 

    ભૂખ મહી, દુ:ખો મહીં,જો તરફડે છે ભારતી,

    ખાવા નથી એકેય કણ, આ દેશ ક્યાં આઝાદ છે?

 

    માનવ તણી હોડી બધી, લોહી મહીં તરતી રહી,

    ઊજડી ગયા એકેક જણ ,આ દેશ ક્યાં આઝાદ છે?

 

    જે પોષતું એ મારતું નો દુ:ખદ મહિ માં છે વફા’,

    લેવું હવે કયાં જઈ શરણ?આ દેશ ક્યાં આઝાદ છે?

 

   

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: