Posted by: bazmewafa | 09/01/2013

કોઈ ધીમા સાદે બોલે અલવિદા…..રતિલાલ ‘અનિલ’

કોઈ ધીમા સાદે બોલે અલવિદા…..રતિલાલ ‘અનિલ’

રણમાં રેખાઓ બદલતો આ ‘અનિલ’
પોત પરના સળ નથી બદલી શક્યો.
*
મારી માટીની તરસ પૂછો નહીં
એટલો વરસાદ કંઈ આવે નહીં
*
કબરને કબરનોજ પાડોશ જોયો
‘નજીકના સબંધો’ હજી યે જીવે છે
*
એક માઈલ ચાલતાં થાકી ગયો
બસ, હવે ઊભો રહ્યો છે એક સ્ટોન
*
એટલું સાંભળવા હું તલસી ગયો
કોઈ ધીમા સાદે બોલે અલવિદા
*
અસ્તિત્વના પરાક્રમે આ શું કર્યું ‘અનિલ’?
દર્પણા બનાવવા જતાં ચહેરો ફૂટી ગયો
*
કેટલાક દારુણ દ્ર્શ્યોછે જગતનાં જાણવા
વિશ્વનો પ્રત્યેક તૂટેલો અરીસો જોઉં છું
*
બારણું ઊઘડ્યું નહીં,ઊઘડ્યું નહીં
ભીંતને પસવારીને પાછો ફર્યો.
*
એટલે દુનિયાને ઘર માન્યું ‘અનિલ
’સ્વર્ગને દોઝખ એ બન્ને બહાર છે
*
જિંદગીની એક પરકમ્મા હતી
કોણ જાણે કાં કુંડાળું થઈ ગયું

(સૌજન્ય:અલવિદા પૃ.153,154,155)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: