Posted by: bazmewafa | 08/28/2013

જનાબ સાલેહ અચ્છાનાકાવ્ય ગ્રંથ ‘દીદએ નિગરાં’નું લોકાર્પણ અને શાનદાર ઉર્દૂ મુશાયરો….જ.નસીરુદ્દીન

જનાબ સાલેહ અચ્છાનાકાવ્ય ગ્રંથ ‘દીદએ નિગરાં’નું લોકાર્પણ અને શાનદાર ઉર્દૂ મુશાયરો….જ.નસીરુદ્દીન

29kune13UOKmushairagroupphotoKghori,Atchchha,zulfi,WafaJanab karamat Ghori,janab Swaleh Achhchha,janab Taslim Ilahi Zulfi and Muhammedali Wafa

કરાંચી વિશ્વ વિદ્યાલય-કેનેડાના સંગઠન તરફથી ટોરન્ટોમાં જનાબ સાલેહ અચ્છા(મૂળ- બરબોધન જિ.સુરતના)કાવ્ય ગ્રંથ દીદએ નિગરાંનું લોકાર્પણ અને શાનદાર ઉર્દૂ મુશાયરો….જ.નસીરુદ્દીન

29જુન 2013ના રોજ કરાંચી વિશ્વ વિદ્યાલય-કેનેડાના સંગઠનનાં ડાયરેક્ટર જનાબ તસ્લીમ ઇલાહી ઝુલ્ફીના સંચાલન હેઠળ રીચમંડ હીલ(ટોરંટો)માં જનાબ સાલેહ અચ્છા(મૂળ બરબોધન જિ.સુરતના)નો ઉર્દૂકાવ્ય ગ્રંથ દીદએ નિગરાંનું લોકાર્પણ અને શાનદાર ઉર્દૂ મુશાયરો યોજાયો હતો.જેમાં કરાંચી વિશ્વવિદ્યાલયના સ્નાતકો અને આમંત્રિતોએ સહર્ષ ભાગ લીધો હતો.

કાર્યક્રમના પ્રથમ હિસ્સામાં જ.સાલેહ અચ્છા સાહેબના દ્વિતીય કાવ્ય સંગ્રહદીદએ નિગરાંની લોક સમર્પણ વિધી થઈ હતી.જેમાં જનાબ તસ્લીમ ઇલાહી ઝુલ્ફી સાહેબે પોતાનો આસ્વાદીય અને વિવેચકીય લેખ રજૂ કર્યો હતો.કવિયત્રી પ્રો.દરખ્શાં સિદ્દીકીઅને જ.રહેમાન ખાવરે કાવ્ય ગ્રંથના પ્રસંશામા કાવ્યો રજૂ કર્યા હતાં.મુહમ્મદઅલી વફા ,અને સૈયદ ઇફતેખાર અહમદે એમના મંતવ્ય અને અભિપ્રાય આપતું પ્રવચન કર્યું હતું.જ.સાલેહ અચ્છા સાહેબે આભારની લાગણી વ્યકત કરી હતી.અને જ.કરામતલ્લાહ ગોરી સાહેબે એમનુંસદારતી (અધ્યક્ષીય)સંબોધન કર્યું હતું.

પાકિસ્તાનની લોકપ્રિય નાત ખાં અને પી.ટી.વી.અને કેનેડાનો ખ્યાતનામ લહને દાઉદી’(દાઉદી અવાજ)નો પુરસ્કાર વિજેતા પ્રો.સારા મઈને ઉર્દૂ અને અરબી નાત(પ્રશસ્તિ કાવ્ય)ગાઈ મહેફિલને આનંદિત કરી દીધી હતી.

ચાહ, પાણીનાં વિરામ બાદ શાનદાર મહેફિલે મુશાયરો યોજાયો હતો.જેમાં રીહાના બશારત,મુબશ્શીર ખુરશીદ,ગઝાલા શાહીન.ગૌહર અમરોહવી,અનસાર રઝા,સુલતાન અત્તહર,અનવર કમાલ રિઝવી,અસ્મા વારસી,નસરીન સૈયદ,જમાલ અહમદ અંજુમ,દરખ્શાં સિદ્દીકી.કરામત ગોરી,ઇફતેખાર હૈદર,તસ્લીમ ઇલાહી ઝુલ્ફી,અને મુશાયરાના અધ્યક્ષ્ર રહેમાન ખાવરે પોતાની નવીનતમ રચના સંભળાવી મહેફિલ ગરમાવી દીધી હતી.આ રીતે બે વાગ્યે શરુ થયેલ આ શાનદાર કાર્યક્રમ સાંજે નવ વાગ્યે પૂર્ણતાને આરે પહોંચ્યો હતો.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: