Posted by: bazmewafa | 08/27/2013

ગઝલ:કે તમે હતાં……એસ.એસ.રાહી

કે તમે હતાં……એસ.એસ.રાહી

પ્હેલાં અહીં દીવાલ હતી કે તમે હતાં,

કપરા સમયની ચાલ હતી કે તમે હતાં.

 

આવે છે હજી યાદ શિશિરની એ રમ્ય રાત,

એ યાદની કમાલ હતી કે તમે હતાં.

 

આશ્ચર્ય છે હજીય કે તમને ન ઓળખ્યા,

શું આંખમાં કરાલ હતી કે તમે હતાં.

 

એ ગઢ, ઝરુખો, કાંગરા ખંડેર ઝળહળે,

ભીતર કોઈ મશાલ હતી કે તમે હતાં.

 

રેલાતો હતો રૂપનો વૈભવ દશે દિશા,

દ્રષ્ટિ સ્વયં ગુલાલ હતી કે તમે હતાં.

(સૌજન્ય:ઘરોબો)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: