Posted by: bazmewafa | 08/25/2013

મતીઉલ્લાહ તુરાબની તેજાબી જબાન…. ભવેન કચ્છી

મતીઉલ્લાહ તુરાબની તેજાબી જબાન…. ભવેન કચ્છી

Matiullahkhan

અફઘાનિસ્તાનના સરહદી ગામડાના ગેરેજનો ગરીબ મિકેનિક… જેની કવિતાઓ ન્યુયોર્ક ટાઇમ્સમાં અંગ્રેજીમાં ભાષાંતર થઇને પ્રકાશિત થઇ !મતિઉલ્લાહને લખતા કે વાંચતા નથી આવડતું ! તેમની કવિતાઓ મિત્રો ટપકાવીલે છે અને પ્રકાશિત કરે છે… યુ ટયુબદ્વારા તેનું સર્જન અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાં અને કાવ્યપ્રેમી વિશ્વમાં ખાસ્સી ચાહના પામી ચૂકયું છે

ફઘાનિસ્તાનનાખોસ્ત ગામના એક જર્જરિત ઓટોમોબાઈલ ગરાજમાં મતિઉલ્લાહ તુરબ ટ્રકના બોડીબિલ્ડિંગ અને વેલ્ડીંગ જેવું ટાપટીપનું કામ કરે છે. મોટેભાગે પાકિસ્તાનથીમાલસામાન સાથે હેરાફેરી કરતી ટ્રકોની તેના ગરાજમાં મરમ્મત થતી હોય છે. સાવગરીબ એવા નાના ગામનો હાઈવે પરનો આ ગરાજ પણ જર્જરિત છે. ખરેખર તો મતિઉલ્લાહએક કારીગર તરીકે કામ કરે છે. નજીકમાં જ તેનું ઝૂંપડી જેવું એક ઓરડીનું ઘરછે. અતિઉલ્લાહ મહિને પાંચેકહજાર માંડ કમાય છે.
મતિઉલ્લાહ માત્ર ગરીબ જ નથી અભણ પણ છે. તે તેની પશ્તુન ભાષાના સીધા સાદાપ્રાથમિક ધોરણના વિદ્યાર્થી જેટલા શબ્દો વાંચી શકે છે. લખવાની તેને ફાવટનથી.
વાચક મિત્રો, તમને મતિઉલ્લાહનો પરિચય નહીં હોઈ આટલી ભૂમિકા પણ બાંધીશકાય બાકી અંતરિયાળ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તમે જાવ અને મતિઉલ્લાહતુરબનું નામ બોલો તે સાથે જ તમને ત્યાંની પ્રજા અહોભાવ સાથે જોવા માંડે.તમે તરત જ તેઓ સાથે આત્મિક જોડાણ સાધી શકો કેમ કે મતિઉલ્લાહ અફઘાનિસ્તાનઅને પાકિસ્તાનમાં સેલિબ્રીટી જેવી ઓળખ અને તેના કરતા વિશેષ આદર ધરાવે છે.તે રાષ્ટ્રભક્ત કવિ તો છે જ પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની નવી પેઢીમાંખૂબ જ લોકપ્રિય છે. હજુ આગળ જાણવું છે ? હવે તો ધીમે ધીમે તે વિશ્વમાંચોતરફ વસતા ઇસ્લામધર્મીઓ અને ચિંતકો તેમજ સાહિત્યપ્રેમીઓમાં પણ છવાઇ ગયાછે. અમેરિકાથી પ્રકાશિત થતા ન્યુયોર્ક ટાઇમ્સમાં તેની કાવ્ય પંક્તિો અનેતેની તસવીર સાથે લેખ પ્રકાશિત થાય તેનાથી વધુ એક કવિની શું ખ્વાઇશ હોઇ શકે ?
પણ થોભો, મતિઉલ્લાહ સભાનપણે કવિતાનું સર્જન નથી કરતા. તેને પોતાને ખબર જનથી કે તેનો કેટલો ક્રાંતિકારી ક્રેઝ છે. વળી તેઓ તો લખી શકતા જ નથી !ટ્રકમાં પડેલા ગોબાઓને ઉઠાવતાં ટાયરોમાં પંકચર સાંધતા કે લોખંડના પૂર્જાનુંવેલ્ડીંગ કરતા કરતા ઘણી વખત તેના ભગ્ન અને વિષાદભર્યા હૃદયમાંથી વિશ્વનાલાચાર માનવીઓને ધર્મના સોદાગરો, રાજકારણીઓ અને વિકૃત મહત્વાકાંક્ષીઓ કઇ હદેબેરહમીથી કચડવા સાથે વૈમનસ્યનું ઝેર ફેલાવી રહ્યા છે તેની વિષમ વેદનાશબ્દોરૃપે સરી પડે છે. શરૃમાં તેની વ્યથાની આવી ચાર-પાંચ પંક્તિની સરવાણીનીસાથી કારીગરો નોંધ નહોતા લેતા. પણ પછીથી તેના સાથીઓને લાગ્યું કેમતિઉલ્લાહની કાવ્યાત્મક વેદના તેના મુલ્કવાસીઓ સુધી પહોંચવી જોઈએ.
મતિઉલ્લાહ લખી તો શકતા નથી, તેઓ જે બોલતા તેને જેમને લખતા આવડતું તેઓ ટપકાવી લેતા હતા.
ટ્રકોનું કામ કરવા આવનારાઓમાં અફઘાનિઓ અને પાકિસ્તાનીઓ હોઈ તેમાંના કોઈએકહ્યું કે, ‘મતિઉલ્લાહજી, તમને વાંધો ના હોય તો અમે અમારા વિસ્તારનાઅખબારોમાં તમારી સીસ્ટમ સામે દ્રોહ કરતી કવિતાઓ પ્રકાશિત કરાવીએ. પ્રજાનેજાગૃત કરવાની જરૃર જણાય છે. ધર્મના ઢોંગી આગેવાનો, નેતાઓ અને વિશ્વને વરવુબનાવનારા આંતરરાષ્ટ્રીય નેતાઓને બેનકાબ કરવાની જરૃર છે. તમારી કવિતાઓપ્રજાને આત્મચિંતન સાથે ક્રાંતિબીજ રોપે તેવી છે.
મતિઉલ્લાહની મહત્તમ કવિતા તાલીબાનો વિરૃધ્ધ, ઇસ્લામનો ખોટી રીતે પ્રચારકરનારા કેટલાક ધાર્મિક આગેવાનોના બદઇરાદાઓને પર્દાફાશ કરતી તેમજ અમેરિકાજેવા દેશના પ્રમુખો, પાશ્ચાત્ય દેશોના નેતાઓ વિશ્વને કઇ હદે અગનપછેડી ઓઢાડીરહ્યા છે તેના પર આક્રોશ ઠાલવતી છે.
મતિઉલ્લાહની કવિતાઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પ્રકાશિત થતા ભારેવિવાદ અને તનાવની હુતાશની પ્રજવલિત કરવા માટે નિમિત્ત બની. પશ્તોન, ઉર્દુઅને અંગ્રેજીમાં ભાષાંતર પામી.
તાલીબાનોના ઇરાદાઓને એ હદે કવિતાઓમાં ઉઘાડા પાડવામાં આવ્યા કે તાલીબાનોવિરૃધ્ધ ભારે જનાક્રોશ ફેલાવા માંડયો. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનામુશાયરાઓમાં તો મતિઉલ્લાહની કવિતાઓનું મોજું ફરી વળ્યું પણ કેટલાક ઉત્સાહીચાહકોએ કવિતાઓની એમ પી ૩બહાર પાડી. યુ ટયુબપર મુકી, તમે યુ ટયુબપરજઇને અતિઉલ્લાહની કવિતાઓ સાંભળી શકો છો.
આવુ થતા બધાને જે દહેશત હતી તેવું જ થયું. તાલીબાનોએ મતિઉલ્લાહને એક વખતતેમના ઘરમાંથી ઉઠાવી ગયા. અફઘાનિસ્તાનમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ.તાલીબાનો પર તેમને મુક્ત કરવાનું દબાણ છેક પાકિસ્તાનના સરહદી પ્રાંતોમાંથીઆવવા માંડયું. સદનસીબે ચાર-પાંચ દિવસ પછી તેમને મુકત કરાયા.
મતિઉલ્લાહને ભારે યાતના સાથે રોજ દિવસમાં ત્રણ-ચાર વખત ઢોરમારફટકારવામાં આવતો હતો. લોહી નીંગળતા ઉંડા ઘા, ઉઝરડા અને અસહ્ય પીડાથી તેઓઓળખાય નહીં તેવા થઇ ગયા હતા.
મતિઉલ્લાહ સ્હેજ પણ ડગ્યા નથી. વધુ જોશભેર તેમના હૃદયમાથી શબ્દો ફૂટવામાંડયા.  હવે તો તેઓની ત્વરીત નીકળતી કવિતાઓનું રેકોર્ડિંગ તેના સાથીઓ કરીલે છે. તાલીબાનોએ તેમને પકડયા ત્યારપછી વધુ રાષ્ટ્રીય હીરોની જેમ છવાતાગયા.અફઘાનિસ્તાનના પ્રમુખ હમીદ કરઝાઈએ મતિઉલ્લાહને આમંત્રણ આપ્યું. આડકતરીરીતે સંયમ રાખવાની સલાહ આપતા કહ્યું કે કવિઓ તો અન્ય સંવેદના, અનુભૂતિઓનુંપણ સર્જન કરતા હોય છે.
મતિઉલ્લાહ કહે છે કે ખરેખર તો પ્રત્યેક માનવી હતાશ છે. તનાવ હેઠળ છે.આર્થિક, સામાજિક અને ધાર્મિક રીતે શોષણ પામીને ખતમ થઇ રહ્યો છે. વિશ્વમાંવિગ્રહ, આતંકવાદ, યુદ્ધ, ગરીબી, અમાનવીયતા જેવા પડકારો છે. આવીમનોસ્થિતિમાં કવિને પ્રકૃતિ, શ્રૃંગાર, પ્રેમ, વિરહ, જેવા ભાવો જન્મી જ કેમશકે ? કાં તો તેઓ અલિપ્ત રહેતા સ્વકેન્દ્રીઓ છે અથવા તેઓને તેવું વિચારવુંપરવડી શકે છે.
અત્યારે તો નેતાઓ – ધર્મના રખેવાળાઓએ ઉભુ કરેલું વિશ્વ ખુબ જ બેેચેન છે.ગરીબ તો છે જ પણ તમામ સ્તરેથી પીડિત છે. કવિતા પૂર્વ આયોજનથી બનતી નથી.બની જતી હોય છે. મારામાંથી તો આવી જ માનવ જગતના વિષાદમાંથી નિપજતી કવિતાઓ જબહાર આવશે.
મતિઉલ્લાહ કહે છે કે બધાએ કવિ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. બાકી હું તોએમ જ વાહનના પતરાને ટીપવા માટે હથોડા ફટકારતા પંક્તિઓ બોલતો હતો. મને તોઆને કવિતા કહેવાય કે પછી તે આ હદે હવા ઉભી કરશે તેની કલ્પના જ નહોતી. મારોક્રાંતિકારી થવાનો કોઇ ઇરાદો જ નથી.
મતિઉલ્લાહને અફઘાનિસ્તાનનો રૃમી પછીનો બીજો પ્રભાવી કવિ માનવામાં આવેછે. તેને અફઘાનિસ્તાન અને પાકસ્તાનમાં તેના ચાહકો મોટુ ઘર અને નિશ્ચિત સારીએવી રકમ આપીને શહેરમાં કાયમી નિવાસ કરવા લાગણીભર્યું આમંત્રણ આપે છે.તેમને સમજાવે છે કે તમને ગરાજમાં મજૂરી કરતા કારીગરના લિબાશમાં અમે જોઇનથી શકતા. તમે ગરાજમાં ના શોભો. તમારા ફાટેલા મેલા કપડા, એક ઓરડીનું ઘર, નજીવી કમાણીથી અમે ક્ષોભ અનુભવીએ છીએ.
મતિઉલ્લાહ તેઓને કહે છે કે આમાં જ સંતોષ છે. આ મારૃ મૂળ છે. આવી સ્થિતિ માહોલ અને વાતાવરણ હોય તો જ કવિતા જારી રહેશે ને.
તેમનો અવાજ બુલંદ હોઇ હવે તેને અફઘાન-પાક.ના પ્રાંતમાં તેમની કવિતાનાપઠન માટે આમંત્રણ મળે તો કોઇ વખત રાષ્ટ્રીય જાગૃતિ પ્રચારના નેક ઇરાદાથીઆમંત્રણ સ્વીકારે છે.
રશિયામાં રહેતી અફઘાન બિરાદરીએ તેમનું સન્માન કરવાનું નક્કી કર્યું હોઈમતિઉલ્લાહ આગામી દિવસોમાં મોસ્કોની મુલાકાત લેશે. ૪૪ વર્ષીય મતિઉલ્લાહસોવિયેત યુનિયનના આક્રમણના વર્ષોમાં તેમના પરિવાર જોડે પાકિસ્તાન સ્થાઇ થયાહતા. ત્યાં પરિવાર ૨૦ વર્ષ રહ્યો. ૧૯૯૯માં પુનઃ અફઘાનિસ્તાન પરત આવ્યા.પછીના વર્ષોમાં જે ઘટનાઓ આકાર પામી તેનાંથી તેઓ ભારે વેદના અનુભવે છે. તેઓસરેરાશ અફઘાની કરતાં પણ ગરીબ છે. મતિઉલ્લાહની જાનને ખતરો તો છે જ. તેમનેશુભેચ્છા અને ગૌરવ સાથે સલામ….
* * *
રાજકારણીઓ, ધર્મનેતાઓ અને અમલદારો તેમના ઝભ્ભામાં ત્રણ ખિસ્સા રાખે છે.એકમાં સ્થાનિક ભ્રષ્ટ ચલણી નાણું, બીજામાં ડોલર અને ત્રીજામાં અન્ય આવક (અફઘાની, ડોલર અને પાકિસ્તાની)
મતીઉલ્લાહ તુરાબની તેજાબી જબાન

તીઉલ્લાહ તુરાબની પુષ્તૂકાવ્ય પંક્તિઓનું  અંગ્રેજીમાં ભાષાંતર

War has turned into trade,

Heads have been sold as  

they weigh like cotton,

and at the scale sit

such judges       

who taste the bloods,

then decide the price

* * *

O Flag bearer of the world, 

You have pained us a lot

in the name of security,

You cry of peace and security

and you dispatch guns

and ammunition

* * *

O graveyard of skulls and

Oppression               

Rip the earth open and    

come out                          

They taunt me with your blood,     

and you lie intoxicated

with thoughts of virgins

(સૌજન્ય:ગુજરાત સમાચાર)

 

 

http://www.nytimes.com/2013/08/19/world/asia/an-afghan-poet-shapes-metal-and-hard-words.html?pagewanted=all&_r=0

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: