Posted by: bazmewafa | 07/22/2013

ગઝલ:મારા પણું….પ્રફુલ્લા વોરા

મારા પણું….પ્રફુલ્લા વોરા

 

કૈમ મારાથી વિખૂટું થાય છે મારા પણું?

હાથમાં દીવો ધર્યા વિણ ક્યાં મળે મારા પણું

 

જ્યાં જરા આ સોગઠી એકાદ ડગલું માંડતી,

ત્યાં શકુનિ ચાલ જેવું છેતરે મારા પણું.

 

રોજ ખાલીપો કરીને વિસ્તરે ચહેરા ઉપર,

ને ઉછીનું સ્મિત ઓઢી નીકળે મારા પણું.

 

ભાગ્યના અકબંધ સંદર્ભો મળ્યા છે ત્યારથી,

ચાંચની અટકળ બનીને ઊઘડે મારા પણું.

 

ક્યાં સુધી આ સ્થાનને વળગીને અહીં રહેવું હવે?

કે સમયનો હાથ પકડીને ફરે મારા પણું.

(શબ્દસૃષ્ટિ:એપ્રીલ2013 પૃ.4)

Advertisements

Responses

  1. મારાપણાની વિવિધ વિભાવનાઓ માણવાની મજા થઈ. મજાની ગઝલ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: