Posted by: bazmewafa | 07/19/2013

ગઝલ:તિરાડમાંથી….ખલીલ ધનતેજવી

તિરાડમાંથી….ખલીલ ધનતેજવી

 

બીડેલ પોપચાંની બારીક તિરાડમાંથી,

સ્વપ્નાં પ્રવેશવાના પાંપણની વાડમાંથી.

 

આજે એ આવશેની દિલને ખબર પડી છે,

છટકે ન કયાંક જોજે ધબકારો નાડમાંથી.

 

આજે મિલનની આશા બે પાંદડે થવાની,

ફણગાશે દસ ટકોરા ફળદ્રુપ કમાડમાંથી.

 

તડકાના ગોળ-લાંબા ટપકાં છે છાંયડામાં,

એ તો સૂરજનાં આંસુ ટપકે છે ઝાડમાંથી.

 

આજેય અડીખમા છે ગિરનારનો ખોંખારો,

સંભળાય રોજ સાંજે સિંહણની ત્રાડમાંથી.

 

પૂરો પગારતો ક્યાં મળવાનો દર મહિને,

થોડા ઘણાં કપાશે જૂના ઉપાડમાંથી.

 

આંસુ ખલીલ અણનમ માણસની આંખમાં પણ,

ઝરણા ફૂટે છે જાણે દિગ્ગજ પહડમાંથી.

(સૌજન્ય:શબ્દસૃષ્ટિ જુન:2013 પૃ-6)

Advertisements

Responses

  1. પૂરો પગારતો ક્યાં મળવાનો દર મહિને,
    થોડા ઘણાં કપાશે જૂના ઉપાડમાંથી. Very touchy….


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: