Posted by: bazmewafa | 06/19/2013

ચીની કમ:એક હતા વિન્સ્ટન ચર્ચિલ એક છે મિ. નરેન્દ્ર મોદી!…..દેવેન્દ્ર પટેલ(સંદેશ)

ચીની કમ…..દેવેન્દ્ર પટેલ(સંદેશ)

ChurchilModiએક હતા વિન્સ્ટન ચર્ચિલ એક છે મિ. નરેન્દ્ર મોદી!

સરવિન્સ્ટન ચર્ચિલ ઈંગ્લેન્ડના શક્તિશાળી વડાપ્રધાન હતા. બીજા વિશ્વયુદ્ધવખતે બ્રિટિશ પ્રજાએ ચર્ચિલને દેશનું નેતૃત્વ સોંપ્યું હતું. એ વખતે વિશ્વબે ભાગમાં વહેંચાઈ ગયું હતું. એક તરફ ઈંગ્લેન્ડ, અમેરિકા, રશિયાઅને બીજાં સાથી રાષ્ટ્રો હતા. જ્યારે સામે પક્ષે જર્મની અને તેને જીતીલીધેલાં થોડાં રાષ્ટ્રો હતા. જર્મનીનો નેતા સરમુખત્યાર એડોલ્ફ હિટલર હતો.આખી દુનિયા એનાથી કાંપતી હતી. ઈંગ્લેન્ડને એણે બોમ્બમારાથી ખોખરું કરીનાંખ્યું હતું. પણ બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલની કૂટનીતિ અને ગજબનાકવ્યૂહરચનાથી જર્મનીનું પતન થયું અને હિટલરે આપઘાત કરવો પડયો હતો. પરંતુયુદ્ધ સમાપ્ત થયા બાદ તરત જ ઈંગ્લેન્ડમાં પાર્લામેન્ટની ચૂંટણીઓ આવી અનેઈંગ્લેન્ડને યુદ્ધમાં વિજયી બનાવનાર સર વિન્સ્ટન ચર્ચિલ અને તેમના પક્ષનેલોકોએ હરાવી દીધા હતા. બ્રિટિશ પ્રજા શાણી હતી. તેઓ ચર્ચિલને યુદ્ધ જીતાડવામાટેના જ નેતા માનતા હતા, પણ શાંતિના નેતા નહીં. ચર્ચિલ હવેબ્રિટિશ પાર્લામેન્ટમાં વિપક્ષના નેતા હતા. એ પછી થોડાક જ સમયમાં ચર્ચિલનેઅમેરિકાની મુલાકાતે જવાનું થયું. એરપોર્ટ પર જ પત્રકારોએ તેમને પૂછયું:યુદ્ધમાંતમે ઈંગ્લેન્ડને જીતાડયું પણ હવે તે જ દેશે તમને હરાવ્યા. વિપક્ષના નેતાતરીકે તમે તમારા દેશની હાલની સરકાર વિશે શું કહેવા માંગો છો ?”

સર વિન્સ્ટન ચર્ચિલે ત્વરીત જ જવાબ આપ્યો :

‘‘ Look here, gentleman ! I am in opposition in my country, but here I am the representative of my country’s goverment ’’

 

જુઓ સજ્જનો ! હું મારા દેશમાં વિરોધપક્ષમાં છું, પણ અહીં હું મારા દેશથી સરકારનો પ્રતિનિધિ છું !

 

રાજકારણી કે ડિપ્લોમેટ ?

વિદેશનીભૂમિ પર પોતે વિપક્ષમાં હોવા છતાં પોતાના દેશની સરકાર વિરુદ્ધ એક હરફ પણસર વિન્સ્ટન ચર્ચિલે ઉચ્ચાર્યો નહીં. ચર્ચિલ એક રાજકારણી માત્ર નહોતા પરંતુસ્ટેટસમેન હતા. ડિપ્લોમેટ હતા. પોતાના દેશના ગૌરવ અને ગરિમાને નીચી લાવવાતેમણે વિદેશની ભૂમિને કોઈ તક નહીં આપીને પોતાનું અને પોતાના દેશનું ગૌરવજાળવી રાખ્યું. પરંતુ એ ચર્ચિલ હતા. પરિપક્વ રાજનીતિજ્ઞા હતા. ક્યારે, ક્યાં અને શું બોલવું તે વાત તેઓ બરાબર જાણતા હતા. બ્રિટિશ પાર્લામેન્ટમાં સત્તાધારી પક્ષને સકંજામાં લેવાનું બરાબર જાણતા હતા, દેશનીબહાર નહીં. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ભાજપાનીકારમી હાર બાદ થોડા દિવસ મૌન સેવી ગઈકાલે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સદ્વારા અમેરિકાનાં ૧૮ શહેરોમાં સંબોધન કરી ૧૨૦ કરોડના દેશની સરકાર કેટલીનબળી અને ભ્રષ્ટાચારથી લતપત છે તેનું વર્ણન કર્યુઃ તેમણે અમેરિકન શહેરોમાંવસતા ગુજરાતી- ભારતીય પરંતુ અમેરિકન નાગરિકોને સંબોધતાં ભારતની વિદેશનીતિનીપણ ટીકા કરી. કેન્દ્રના શાસકો સાવ નબળા છે તેમ જણાવ્યું. ચીન સામે ભારતનીવિદેશ નીતિ નબળી છે તેવું ર્સિટફિકેટ પણ આપ્યું. ભારતનાં સૈનિકોનાં માથાંવાઢી લેનારને ભારતના વડાપ્રધાન બિરીયાની પીરસે છે તેમ કહ્યું. દિલ્હીમાંમહિલાઓ સુરક્ષિત નથી તેમ અમેરિકામાં વસતા ભારતીયોને જણાવ્યું. ભ્રષ્ટાચારથીભારતની આબરૂનું ધોવાણ થઈ ગયું છે અને કેન્દ્રની નબળી સરકારના કારણેભારતવાસીઓનાં સપનાં ચકનાચુર થઈ ગયા છે તેમ પણ જણાવ્યું.

 

વિદેશોને શું સંદેશો ?

નરેન્દ્ર મોદીના યુપીએ સરકાર સામેના આક્ષેપો સાચા પરંતુ તેઓએ એ વાત ભૂલી ગયા કે તેઓ કઈ ભૂમિ પર બેઠેલા લોકોને સંબોધી રહ્યા હતા? આજ સુધી અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, સ્વિત્ઝરલેન્ડ, ગ્રીસ, સ્પેન, ઈટાલી, જાપાન, ચીન, કોરિયાકે બાંગલાદેશ જેવા નાના દેશના વિપક્ષમાં બેઠેલા રાજકારણીએ પોતાના દેશનીસરકારની બીજા દેશની ભૂમિ પર બેઠેલા લોકોને સંભળાવવા આવી હરક્ત કરી નથી.તાજેતરમાં જ પ્રેસિડેન્ટ ઓબામાની સરકારમાં વિપક્ષમાં રહેલા બે રિપબ્લિકનસેનેટરો નરેન્દ્ર મોદીને મળવા આવ્યા હતા પરંતુ તેમણે ભારતની ભૂમિ પર ઓબામાસરકારની કોઈ ટીકા કરી નહોતી. જવાહરલાલ નહેરુના સમયમાં રાજાજી, આચાર્ય કૃપલાણી, મધુલિમયેથી માંડીને રામ મનોહર લોહિયા જેવા નહેરુના કટ્ટર વિરોધીઓ દેશનીપાર્લામેન્ટમાં બેસતા હતા. લોકસભામાં નહેરુ પર આક્ષેપોની ઝડીઓ વરસાવતા હતાપરંતુ વિદેશની ભૂમિ પર નહેરુની સરકારની કદીયે ટીકા કરી નહોતી. ખુદ અટલબિહારી વાજપેયી પણ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકાર વખતે વિપક્ષનાનેતા હતા. ચૂંટણી સમયે વાજપેયીજી ઈન્દિરા ગાંધીની નીતિઓની તેમની મંત્રમુગ્ધકરી દેનારી વાણીમાં તાર્કિક ટીકા કરતા હતા પરંતુ તેમણે કદીયે ભારતનીકેન્દ્ર સરકારની ટીકા કરવા માટે વિદેશની ભૂમિ પસંદ કરી નહોતી. દેશની બહારતેમણે હંમેશા ભારતનું ગૌરવ જાળવી રાખ્યું હતું. વાજપેયીજી એક સ્ટેટસમેનહતા. માત્ર સત્તાકાંક્ષી રાજકારણી નહીં.

 

ભાષાની ગરિમા

નરેન્દ્રમોદી એક શક્તિશાળી રાજકારણી છે. તેમની પાસે ઊર્જાનો ભંડાર છે. વકતૃત્વ કળાછે. કેટલાંક મહત્ત્વાકાંક્ષી ઉદ્યોગપતિઓનું સમર્થન છે. મોદીને દેશનુંસર્વોચ્ચ સ્થાન સંભાળવાની મહત્તવાકાંક્ષા રાખવાનો અધિકાર છે. તેઓ દેશનાવડાપ્રધાન બનશે તો તેથી દેશને ફાયદો પણ થશે પરંતુ વડાપ્રધાન બનવાનીલ્હાયમાં તેઓ વાણીનો જે દુરુપયોગ કરી રહ્યા છે તે ભાવિ વડાપ્રધાન પદનાઉમેદવારની ગરિમાને યોગ્ય નથી. અટલ બિહારી વાજપેયીએ વડાપ્રધાન બનવા માટેરાજીવ ગાંધીને કદીયેગોલ્ડન સ્પૂનકહ્યા નહોતા.મોદીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે ફૂટપાથની ભાષામાં ઉચ્ચારણો કર્યાછે. પરંતુ આજ સુધી સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીએ મોદી માટે એક પણ હલકો શબ્દપ્રયોગ કર્યો નથી. વાણી એ બે ધારી તલવાર છે. વાણી એ ચાકુ જેવું શસ્ત્ર છે.એનાથી શાકભાજી પણ કાપી શકાય છે અને એનાથી કોઈની હત્યા પણ કરી શકાય છે. તમેજ્યારે ભાષણ કરો છો ત્યારે સામે તાળીઓ પણ પાડે છે અને લોકો ખડખડાટ હસે પણછે. પરંતુ એક રાજનેતા તરીકે તમારે એ ભૂલવું ના જોઈએ કે તમે હાસ્ય કલાકારજ્હોની લિવર નથી. દરેક સ્થળે તાળીઓને વોટસમાં તબદીલ કરી શકાતી નથી અને એપરિણામ તમે કર્ણાટકમાં જોયું છે. દેશના વડાપ્રધાન પદની ખુરશીમાં બેસવામાંગતી વ્યક્તિની ભાષા ગરિમાપૂર્ણ હોવી જોઈએ અને પોતાના દેશનું ગૌરવ પણહંમેશાં હોવું જોઈએ.

 

રાજીવ અને વાજપેયીજી

અત્રે એ નોંધવું જરૂરી છે કે, જેનેતમે ગોલ્ડન સ્પૂન કહો છો તે રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી જ્યારેવડાપ્રધાન હતા ત્યારે વાજપેયીજી વિપક્ષના નેતા હતા. વાજપેયી બીમાર હતા.તેમનો અમેરિકામાં ઈલાજ કરાવવો જરૂરી હતો. રાજીવ ગાંધીએ પોતે જ વાજપેયીજીનેતેમની ચેમ્બરમાં બોલાવીને કહ્યું હતું :વાજપેયીજી ? આપબીમાર હો. મેં આપકો યુનો મેં હોને વાલી એક કોન્ફરન્સ મેં હમારી સરકાર કેપ્રતિનિધિ કી તોર પર અમેરિકા ભેજતા હું. આપ ભારત સરકાર કી ઓર સે અમેરિકાજાઈએ ઔર ઈલાજ કરવાઈ યે.અને રાજીવ ગાંધીએ વાજપેયીજીને ઘનિષ્ઠસારવાર માટે અમેરિકા મોકલ્યા હતા. વર્ષો બાદ રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈઅને એક પત્રકાર રાજીવ ગાંધીની કહેવાતી ભૂલો પર ટીકા કરાવવા વાજપેયી પાસેગયા ત્યારે વાજપાયેજીએ કહ્યું :મેં રાજીવ ગાંધી કે ખિલાફ એક શબ્દ ભી નહીં બોલુંગા. આજ મેં રાજીવ ગાંધી કી વજહ સે જિન્દા હું.

આવા હતા એક વડાપ્રધાન અને વિપક્ષના એક નેતા વચ્ચેના સંબંધ !

 

કોઈને છોડતા નથી

પરંતુઅહીં તો ૨૦૧૪ પહેલાં જ નરેન્દ્ર મોદી જે ભાષણો કરી રહ્યા છે તેનાં તેમનોએક જ મુદ્દાનો એજન્ડા છે : પી.એમ.ની ખુરશી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન થશે તોગુજરાતને ઘણી ખુશી થશે પરંતુ ૨૦૧૪ પહેલાં તેઓ તેમની વડાપ્રધાન બનવાનીઅસાધારણ ઉતાવળમાં રોજબરોજ મિત્રો ગુમાવી રહ્યા છે. અડવાણી તેમના પિતામહરહ્યા નથી. સુષ્મા સ્વરાજ, મુરલી મનોહર જોશી, અરુણજેટલી પણ હવેતેમની સાથે નથી. પક્ષના પ્રમુખ રાજનાથસિંહ અંદરથી સમસમીગયેલા છે. નીતિન ગડકરીનો તો તેમણે જ સફાયો કરી નાંખ્યો હોઈ ગડકરી પણ તેમનીસાથે નથી. સંજય જોશીની પણ તેમણે જ હકાલપટ્ટી કરાવેલી છે. કેશુબાપાને પણતેમના જ કારણે પક્ષ છોડવો પડયો છે. સંઘમાં એક વર્ગ પણ તેમનાથી નારાજ છે.શિવસેના પણ મોદી સાથે નથી. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણમોદી અંગે મૌન છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની ટીકા કરવાની એક તક પણમોદી છોડતાં નથી. અમેરિકાના શહેરોને સંબોધતી વખતે પણ મોદીએ નીતિશકુમારનીચૂંટીયો ખણી ? આટલું બધું શા માટે, નરેન્દ્ર ભાઈ !

 

એ ચૂંટણી સભા નહોતી

જે દેશ તમને વીઝા નથી આપતો એ દેશના લોકો ને હું તો સંબોધીશ જએવુંતમારું જક્કી વલણ વિચાર માંગી લે છે. અમેરિકામાં વસતા લોકો તમારા વોટર્સનથી. એ લોકો તમને વીઝા અપાવી શકે તેવી કોઈ તાકાત ધરાવતા નથી. અમેરિકાવિશ્વનો ત્રણસો વાર નાશ કરી શકે તેટલા અણુ બોમ્બ લઈને બેઠેલો સુપરપાવર દેશછે જ્યારે તમને તો એક વિકસતાદેશના અનેક રાજ્યો પૈકીના એક રાજ્યના હજુમુખ્યમંત્રી જ છો. તમારાં પ્રવચનોથી પ્રેસિડેન્ટ ઓબામાની સરકાર ધ્રુજી જશેઅને તમને વીઝા આપી દેશે તેવી કોઈ ગેરસમજ રાખવાની જરૂર નથી. તમે વિદેશનીધરતી પર લોકો સાંભળી શકે તે રીતે ચીનની ટીકા કરો છો પરંતુ ચીન પાસેવિશ્વનું સહુથી મોટું લશ્કર છે. આ દેશની વિદેશનીતિ પર દેશના એક પણમુખ્યમંત્રીએ આ રીતે દેશની બહારની ભૂમિ પર દેશની વિદેશ નીતિને નબળી કહીનેદેશને નબળો પાડયો નથી. વિદેશ નીતિ એ સંવેદનશીલ બાબત છે. દેશની ભીતર તમારેજે બોલવું હોય તે બોલો પણ સરહદ પાર એક સંવેદનશીલ બાબતો પર તમે કોઈ સંદેશોમોકલો તે દેશની સલામતીના પણ હિતમાં નથી. વળી તમે અમેરિકામાં વસતા ભારતીયોનેસંબોધન કરતાં કહ્યું કે, દિલ્હી મહિલાઓ માટે સલામત નથી. આ કેવું સ્ટેટમેન્ટ ? આવું નિવેદન વિદેશમાં વસતા ગુજરાતીઓ કે ભારતીયો સમક્ષ કરવાથી હવે ભારતના પ્રવાસે કોણ આવશે ? શું ન્યુયોર્કના ગવર્નરે ભારતીયોને સંબોધતાં એવું કદી કહ્યું છે કે અમારી રાજધાની વોશિંગ્ટનમાં કે ન્યુયોર્કમાં કોઈની યે સલામતી નથી? એથી યે આગળ વધીને પૂછવાનું મન એ થાય છે કે ગુજરાત પણ નાગરિકો માટે સલામત છે શું ? અમદાવાદજેવાં શહેરમાં રોજ એક બંગલો લુંટાય છે. રોજ ચાર સ્ત્રીઓની ચેનો ખેંચાય છે.દર અઠવાડિયે એક આંગડિયો લુંટાય છે. અઢી વર્ષની બાળકી પર બળાત્કાર થાય છે.શિક્ષકો જ વિદ્યાર્થિનીઓ ઉપર બળાત્કાર કરે છે. ઉદ્યોગપતિઓના બંગલામાં પણચોરો ઘુસી જાય છે. રાજ્યના કેબિનેટ મંત્રી આનંદીબહેન પટેલનો બંગલો પણ સલામતનથી. એ બંગલામાં લૂંટ કોણે ચલાવી તે હજુ પોલીસ શોધી શકી નથી.

નરેન્દ્રભાઈતમારી પાસે બીજા કોઈ પણ રાજકારણી કરતાં અખૂટ શક્તિ છે. એ શક્તિનો ઉપયોગદેશના અને ગુજરાતના વિકાસ માટે કરો. નિષેધાત્મક વલણ હલકો શબ્દપ્રયોગ અનેપક્ષની અંદર અને બહાર રહેલા પ્રતિસ્પર્ધીઓને ખતમ કરી દેવાની વૃત્તિ છોડીદેશો તો આ દેશની પ્રજા તમને વડાપ્રધાનની ખુરશીમાં જરૂર બેસાડશે.

ઈન્ટરનેશનલફોરમ પર વાત કરતી વખતે નરેન્દ્ર મોદીએ ખરેખર તો વિશ્વના રાજકારણ પર વાતકરવી જોઈએ અને ભારત એક શક્તિશાળી દેશ તરીકે ઉપસી રહ્યો છે અને દુનિયાનો કોઈદેશ તેની અવગણના કરી શકે તેમ નથી, તે રીતે દુનિયાસમક્ષ ભારતની તાકાતને પેશ કરવી જોઈએ. એ રીતે ભારતની ઉભરતા સુપરપાવર તરીકેનીપ્રતિષ્ઠા સ્થાપિત કરવી જોઈએ. એમ કરવાને બદલે ભારતની સરકારો નબળી છે એવીદુનિયા સમક્ષ નિંદા કરી તેમણે ભારતની સેવા કરી છે કે કુસેવા કરી છે તેતેમણે જ નક્કી કરી લેવું જોઈએ.

ઓલ ધ બેસ્ટ !

 

(ચીની કમ)

http://www.sandesh.com/IMAGES/Sandesh_Logo.gif

Courtesy:Shree Kaushik Amin

ચીની કમ  // chini kum is one of the famous column from devendrapatel in sandesh news.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: