Posted by: bazmewafa | 06/17/2013

તરહી દૌર- માહે મે 2013.અતિ ટૂંકી બહેરની ગઝલો: 21 કવિ મિત્રો

Pankhdi 001ThavuN 001

તરહી ગઝલની હાર માળામાં મે 2013માં ગઝલતો હું લખુંના કવિ મિત્રો સાથે શ્રી ચિરાગ ઝાઝીના સહકારથી તદ્દન નાની બહેર(મીની બહેર)ની રચનાનો એક પ્રયોગ આદરેલો.21 જેટલા મિત્રોએ સુંદર અને હુંફાળો પ્રતિસાદ આપ્યો.ગાગાલગા(7માત્રા-4 અક્ષરી)ના આવર્તનમાં સમાન અને એકજ લય વાળા કાફિયા અને વિભિન્ન રદીફનો ઉપયોગ કરી ગઝલ લખવાની ચેલેન્જ કવિ મિત્રોએ ઉપાડી લીધી.અને મે મહિનાના કાવ્યાંદોલન  સફળ બનાવ્યું તે બદલ સહુ મિત્રો અભિનંદનના અધિકારી છે.

મૂળભૂત રૂપે બ્રિટનવાસી બાટલી શહેરના સુવિખ્યાત ગુજરાતી કવિ જનાબ અહમદ ગુલ (ઓ.બી.ઈ)ના એક કાવ્ય સંગ્રહ‘ પાંખડી’ વાંચી- આ વિચાર કણ ઉદભવ્યો હતો.આ આખો કાવ્ય સંગ્રહ એમણે આવી તદ્દન  નાની બહેરમાં સફળતા પૂર્વક કંડાર્યો છે.એમની તે ગઝલ ઉપર ઇમેજ્માં પ્રસ્તુત છે.

 [1]

સગપણ હતું પૂનમ વલેરા

 

મનથી તને

વળગણ હતું

ઓગાળતું

સગપણ હતું .

કંપાવતું

ઘડપણ હતું

ધ્રુજાવતું

કણકણ હતું

સળગાવવા

બળતણ હતું.

નોધારુ આ

રણઝણ હતું.

 [2]

રણઝણ હશે….~અશોક વાવડીયા,રોચક

સગપણ હશે,

ઘડપણ હશે.

જીવન તણું,

વળગણ હશે.

શું શ્વાસ એ,

બળતણ હશે ?

આડી ઉભી,

અડચણ હશે.

પાયલ છતા,

રણઝણ હશે.

રોચક” બધે,

કણકણ હશે.

 [3]

બળતણ ઘટે!~સ્મિતા પાર્કર

 

કણકણ ઘટે;

વળગણ ઘટે!

અવસર મહી;

સગપણ ઘટે!

હો, સ્નેહ તો;

ઘડપણ ઘટે!

દાવા ને પણ;

બળતણ ઘટે!

આવે ન તું;

રણઝણ ઘટે!

સાથે તું, હો;

અડચણ ઘટે!

 [4]

ઘડપણ નડે!~એજ તન્મય..!

વળગણ, નડે!

સગપણ, નડે!

સાગરને પણ;

અડચણ નડે!

યૌવન તણું;

ઘડપણ નડે!

શમણા મહી;

રણઝણ નડે!

આગળ વધું;

કણકણ નડે!

ચૂલાને પણ;

બળતણ નડે!

 [5]..

કણકણ મહીં—‘સ્પર્શ – મોહસીન મીર

વળગણ મહીં,

અડચણ મહીં

ઇશ્વર મળે ,

કણકણ મહીં

બચપણ સ્ફુરે,

ઘડપણ મહીં

ખોવાયુ જે ,

સગપણ મહીં

દાઝે હ્રદય,

રણઝણ મહીં

જાણે શ્વસે,

બળતણ મહીં

 [6]

વ્યથારાહુલ શાહ

સગપણ વ્યથા,

ઘડપણ વ્યથા.

સૌ દિલ વિષે,

અડચણ વ્યથા.

બસ હર વખત,

વળગણ વ્યથા.

એકલ પણે,

કણકણ વ્યથા.

આ શ્વાસ નું,

બળતણ વ્યથા.

છે મોત નું,

રણઝણ વ્યથા.

 [7]

સગપણ બધે!હાર્દિક વોરા

તલવાર થઈ ,

રણઝણ બધે !

જાતી ધરમ ,

અડચણ બધે!

વિખરે સહુ,

કણકણ બધે!

તકવાદ નું,

બળતણ બધે!

રજકણ થતા ,

સગપણ બધે!

છે મોત નું ,

વળગણ બધે!

 [8]

ચાહત વિના મુબારક ઘોડીવાલા ( દર્દ ટંકારવી )

સગપણ સુકું,

વળગણ સુકું.

ચાહત વિના,

ઘડપણ સુકું.

છે મૃગજળ

અડચણ સુકું.

મારું જીવન.

કણકણ સુકું.

ભડભડ દરદ

બળતણ સુકું.

 [9]

બળતણ થશેકાંતિ વાછાણી

કણકણ થશે,

ઘડપણ થશે.

વાતોનુ આ,

વળગણ થશે.

કાં તો પછી,

સગપણ થશે.

ઝાલર હવે,

રણઝણ થશે.

જોબન છળે,

અડ્ચણ થશે.

લ્યો જાતનું,

બળતણ થશે.

 

 [10]

કણકણ મળે~ નારાયણ પટેલ

વળગણ મળે,

ઘડપણ મળે,

ને યાદમાં,

સગપણ મળે,

ભીની વ્યથા

કણકણ મળે,

આકાશમાં,

અડચણ મળે,

થઇ દાઝ નું,

બળતણ મળે,

ને કાનમાં,

રણઝણ મળે,

 [11]

શું બોલવું?– ચિરાગ ઝા “ઝાઝી”

અડચણ, વિષે!.

ઘડપણ, વિષે!.

જીવન તણા,

વળગણ વિષે.

શું બોલવું?,

સગપણ વિષે!.

દરને ખબર,

કણકણ વિષે.

વાંચે બધિર,

રણઝણ વિષે.

હરદમ તણા,

બળતણ વિષે.

 [12]

વળગણ હતુંકૌશલ સુથાર

તારું મને;

વળગણ હતું.

યાદો તણું;

સગપણ હતું !

ચપટીનું યે,

બચપણ હતું !

થાકી હવા;

ઘડપણ હતું !

ઈશ્વરને પણ,

અડચણ હતું !

શબરીનું મન,

રણઝણ હતું !

કીડીને મન,

કણકણ હતું .

 [13]

રણઝણ નથીસપના વિજાપુરા

સગપણ નથી

વળગણ નથી

છે લાગણી

રણઝણ નથી

પીડા વગર

ઘડપણ નથી

તુજ યાદને

અડચણ નથી

કેવી અગન?

બળતણ નથી

કહે કોણ તું

કણકણ નથી?

 [14]

બળતણ થયું~ કુમાર જિનેશ શાહ ~

. . . સગપણ થયું,

. . . રણઝણ થયું.

. . . સંબંધનું – – –

. . . વળગણ થયું.

. . . દિહોમતાં – –

. . . બળતણ થયું.

. . . ઉંબર પછી –

. . . અડચણ થયું.

. . . લટ – વાળમાં,

. . . ઘડપણ થયું !

. . . જીવન સતત,

. . . કણ કણ થયું !

 

[15]

કણ-કણ ખતમ~~ યોગેન્દુ જોષી “યોગ”

સગપણ ખતમ;

વળગણ ખતમ.

શ્વાસોનું પણ;

બળતણ ખતમ.

બુઢ્ઢો મર્યો;

અડચણ ખતમ.

ભીંતો બની ;

જનગણ ખતમ.

પનઘટ નથી;

રણઝણ ખતમ.

ટેકો મળે?

ઘડપણ ખતમ.

સુક્કી નદી;

કણ-કણ ખતમ.

 [16]

ગળપણ છૂટેપ્રકાશ મકવાણા પ્રેમ

સમજણ છૂટે ,

સગપણ છૂટે

સમજાય તો ,

વળગણ છૂટે

હો જ્ઞાન તો ,

ભણભણ છૂટે

કડવા થતા ,

ગળપણ છૂટે

દે મોત દે ,

ઘડપણ છૂટે

હો મોક્ષ જો ,

અડચણ છૂટે

 [17]

ઘડપણ ફળે મેહુલ એ. ભટ્ટ

સગપણ ફળે,

વળગણ ફળે .

હિંમત વડે

અડચણ ફળે.

બસ દેહનું

બળતણ ફળે !

યૌવન ઉજાળ,

ઘડપણ ફળે .

એ સાંભળે,

રણઝણ ફળે .

 [18]

ઘડપણ ધ્રુજેમેહૂલ પટેલ ઈશ

સગપણ ધ્રુજે

વળગણ ધ્રુજે

બિન લાકડી

ઘડપણ ધ્રુજે

નિર્ધારથી ,

અડચણ ધ્રુજે

માચીસથી ,

બળતણ ધ્રુજે

ઇશનામથી

કણકણ ધ્રુજે

[19]

રણઝણ પછીસાગર કણસાગરા
ઘડપણ પછી,
બળતણ પછી.
મૂર્તિને માન,
કણકણ પછી.
તું મોંન છે,
રણઝણ પછી.
માણસ નથી,
વળગણ પછી.
જીવી જજે,
અડચણ પછી.
તું પ્રેમ કર,
સગપણ પછી.

 [20]

બચપણ ગમે –“ભાવ “,ભાવિન ગોપાણી

વળગણ ગમે,

સગપણ ગમે .

લક્ષ્મી રૂપી ,

રણઝણ ગમે .

સૌને અહી ,

બચપણ ગમે .

કોને કદી ?

ઘડપણ ગમે .

વાણી મહી

ગળપણ ગમે .

જુસ્સા તણું ,

બળતણ ગમે .

થોડીઘણી ,

અડચણ ગમે .

માં ભોમના ,

કણકણ ગમે .

બસ આટલી ,

સમજણ ગમે

 [21]

અડચણ કદીજય સંતોકી

સગપણ કદી,

વળગણ કદી

ડુંગર કદી ,

કણકણ કદી.

તાપુ કદી,

બળતણ કદી.

શૈશવ કદી,

ઘડપણ કદી.

નીરવ કદી,

રણઝણ કદી.

ફટફટ કદી,

અડચણ કદી.

[22]


દર્પણ થવું —મુહમ્મદઅલી વફા

કારણ થવું,

તારણ થવું

 

રસ્તા મહીં

અડચણ થવું.

 

તૂટ્યા વિના

કણકણ થવું.

 

પોલાદનું

રણઝણ થવું

 

પથ્થર તણું

દર્પણ થવું.

 

થૈ ઝાંઝવા

બળતણ થવું.

 

કો યાદનું

ગળપણ થવું.

 

હૈયા ઉપર

ભારણ થવું.

 

મારો સફર

તુજ રણ થવું.

 

જાગી તૃષા

શ્રાવણ થવું

 

એકજ સફર

બે જણ થવું.

 

આંખો મળી

રણઝણ થવું

 

ખોટા ઉપર

ગોફણ થવું

 

દર્દો થકી

સગપણ થવું

 

https://bazmewafa.wordpress.com/2009/05/15/tukibahernigazhalo_ahmed-gul/


Responses

  1. સરસ!

  2. ઘણો આભાર પ્રા.દિનેશ પાઠક સાહેબ.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: