Posted by: bazmewafa | 04/16/2013

ગઝલ :ભટકતા રહ્યા છે…. દાઉદ ખાંધીયા, ટંકારવી

ભટકતા રહ્યા છે…. દાઉદ ખાંધીયા, ટંકારવી


જવાનું હતું કયાં, ને કયાં જઇ ચઢયા છે
મુસાફર ઘણા સાવ ભૂલા પડયા છે

ખબર કંઇ નથી જેમને મંઝિલોની
કરોડો જનોના એ રેહબર બન્યા છે

હતા એક કાળે જે સાથી નિકટના
અણીના સમે એજ શત્રુ ઠર્યા છે

હ્રદયમાં ભર્યાતા કટુતાના ભાવો
નિયમ એટલે સાવ નોખા ઘડયા છે

ગરીબોનું લોહી ચૂસીને પ્રભુના
ચરણો મહીં ભોગ છપ્પન ધર્યા છે

કહો અશ્રુઓ એમના કોણ લૂછે?
બેધડક કામ ખોટાં હસીને કર્યાં છે

સફરની દિશાઓ હતી સાવ ખોટી
બસ એથી જ તો એ ભટકતા રહ્યા છે

(સૌજન્ય: http://www.mytankaria.com/mehfil/DaudKhandiya.php)

Advertisements

Responses

  1. કહો અશ્રુઓ એમના કોણ લૂછે?
    બેધડક કામ ખોટાં હસીને કર્યાં છે
    સફરની દિશાઓ હતી સાવ ખોટી
    બસ એથી જ તો એ ભટકતા રહ્યા છે
    ખુબ જ વાસ્તવિક ..ગઝલ માર્ગ ભુલેલા મુસાફરની
    અને બની બેઠેલા રાહબરોની


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: