Posted by: bazmewafa | 04/15/2013

ગઝલ:ઘણી તકલીફ પહોંચી છે…..’બેદાર’લાજપુરી

ઘણી તકલીફ પહોંચી છે…..’બેદાર’લાજપુરી

સૂરજના દેશથી ખસતાં ઘણી તકલીફ પહોંચી છે,
બરફના દેશમાં વસતાં ઘણી તકલીફ પહોંચી છે.

ફકત એનેજ રાજી રાખવા માટે ઘણી વેળા,
વિના કારણ મને હસતાં ઘણી તકલીફ પહોંચી છે.

તને તારા અહમનો વાસ્તો દઉં છું, ઓ પ્રભુ મારા,
ચરણમાં નાકને ઘસતાં ઘણી તકલીફ પહોંચી છે.

સતત નિષ્ફળ ઉમ્મીદોના સળગતા એ સમય સામે,
તૂટેલી આ કમર કસતાં ઘણી તકલીફ પહોંચી છે.

ફર્યો ‘બેદાર’નિર્ભય થઈ પરાયા મુલ્કમાં કિન્તુ,
વતનની શેરીમાં ફરતાં ઘણી તકલીફ પહોંચી છે.

(સૌજન્ય:એ મળે તો કહેજો પૃ.45)

Advertisements

Responses

 1. વતનની શેરીમાં ફરતાં ઘણી તકલીફ પહોંચી છે… વાહ વાહ…

  વતન ઍ વતન…તકલીફો હંમેશ યાદ આવ્યા કરે છે..કોઈ મીઠી તો કોઈ ખાટી…હંમેશ સુખ મા મજા નથી.

 2. સરખાવો ….
  ઘણી તકલીફ પહોંચી છે…—-મનોજ ખંઢેરિયા
  બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,
  બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

  ચરણ પીગળી રહ્યાં છે, મેળવું ક્યાંથી કદમ મારાં,
  સમયની સાથ ભળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

  અગર ભૂલો પડ્યો હું હોત ને દુઃખ થાત એ કરતાં,
  ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

  બુકાની બાંધી ફરનારાનું આ તો નગર, મિત્રો !
  મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

  હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ,
  આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

  – મનોજ ખંડેરિયા

  વફા સાહબ આભાર મારી ગઝલ બાબત આપે ખુબજ વિસ્તાર પૂર્વક સમજાવ્યું છે વધારે કશુજ કહેવાનું બાકી રહેતું નથી ભાઈ દિપક ત્રિવેદી સાહબ ને તરહી મુશાયરા બાબત નો ખ્યાલ આવી ગયો હશે મનોજ ખંડેરિયા ની ખુબજ પ્રખ્યાત રદીફ વરસોના વરસ લાગે એ રદીફ સૌ પ્રથમ તુરાબ હમદમે લખી હતી એ પણ એ દિપક treevedi ની જાણ ખાતર વફા સાહબ તસદી લઇ આટલું વિસ્તાર થી લખવા બદલ ફરી તમારો બ ખુબ ખુબ આભાર–બેદાર લાજપુરી

 3. I do not understand what do you mean by ‘Do not copy anything from anyone’. Bazmewafa is Gujarati digest. I rarely put my Gazal or article comparativelyon this blog. .Because my specific blog, which contains my work only namely is”www.arzewafa.wordpress.com or Bagewafa Gujarati blog. Before posting any Itemon Bazmewafa I double check if the item is posted by any other blog .If it is so I will avoid that item .I will not repost it under normal circumstances.
  Whatever item I post I give the due link, credit and name of the book and page no. of book or magazine. I think no blogger should have any problem with that.
  Many digest blogs run (or Magazines) on the same pattern.
  If the book or a particular item has a copy rights-they can advise to remove the item from the blog.
  Thank you very much for the concern.
  Sincerely
  Muhammedali wafa

 4. ઘણો આભાર દીપક ભાઈ.
  મનોજ ખંડેરિયાની આ ગઝલ એમના ગઝલ સંગ્રહ(અચાનક)ના પાન નં.61 પર આવેલી છે.એ ગઝલ ‘Layastro.com’માં મે31,2010માં પોસ્ટ થઈ ચૂકી છે.મારો ઇરાદો જનાબ બેદાર સાહેબ લાજપુરીની ગઝલ અને આ ગઝલ સાથે મૂકવાનો હતો.પરંતુ ‘લયસ્તરો’માં એ પોસ્ટ થઈ ચૂકી હોય ‘ફરી પોસ્ટ કરવાનું મુનાસિબ સમજ્યું નહિ.
  અને જ્યારે મેં બન્ને ગઝલોની છંદ ચકાસવા તકતી કરી તો શ્રી મનોજ ખંડેરિયાની ગઝલના પાંચ શેરો(દસ મિસરામાં) લઘુ -ગુરુની સાત અક્ષરોમાં છૂટ લીધી છે.જ્યારે જનાબ બેદાર સાહેબ લાજપુરીએ પાંચ શેર(10મિસરામાં) બે જગ્યાએ છૂટ લીધી છે.
  ગુજરાતી ગઝલમાં આ બહોળા પ્રમાણમાં વપરાતો હઝજ છંદ(16 અક્ષરી) છે.જેનું માપ નીચે પ્રમાણે છે.
  લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા
  (મફાઈલુન-મફાઈલુન-મફાઈલુન-મફાઈલુન) છે.
  શ્રી મનોજ ખંડેરિયા એ રદીફ તરીકે ‘ઘણી તકલીફ પહોંચી છે’તૂકાંત રદીફનો પ્રયોગ કર્યો છે.એજ રદીફનો પ્રયોગ બેદાર સાહેબે પણ કર્યો છે.રદીફ અને કાફિયા કોપી રાઈટ નથી હોતા.કોણ માનશે? નામના રદીફ પર બે ડઝન જેટલા કવિઓએ ગઝલ લખી છે.
  અને તરહી કલમી મુશાયરા કે સ્ટેજ મુશાયરામાં એક ઝમીન પર(એક છંદ અને એક જ માપના કાફિયા,રદીફ)પર ઘણી ગઝલો ઉસ્તાદ શાયરો એ લખી છે.દા.ત.1-પાનખર આવી છતાં ફૂલ કરમાયું નહીં.2-કોના વિચારે એમનું હસતું વદન હતું3-શોધનારાને કિતબોમાં ખુદા મળશે નહીં4- હવે લાગી રહ્યું છે વાર્તા પુરી થવા આવી.
  ‘તઝમીન’એ ગઝલ,નઝમનો આનંદિત વિષય છે.જેમ કોઈ શાયરનો એક મનગમતો શેર લઈ પિંગળ શાસ્ત્રના નિયમોને અનુસરી ત્રણ મિસરા ઉમેરી પંચપદી રચવામાં આવે છે.
  મજકૂર ગઝલમાં ‘ઘણી તકલીફ પહોંચી છે’ એ રદીફ ગુજરાતી કવિઓની પેદાશ નથી. મૂળ ભૂત રીતે એ ઘણાં ઉર્દૂ શાયરો એ રદીફ ‘બડી તકલીફ હોતી હૈ’ પર ગઝલો લખી છે .(બાગે વફા-ઉર્દૂ -હિન્દી’માં આ પ્રકારની બે ત્રણ ગઝલો પોસ્ટકરવાનો ઈરદો છે.)આ રદીફને ગુજરાતી આવરણ પહેરાવ્યું છે.એમાં કશું ખોટું નથી.
  ગાલિબ,દાગ અને અમીર મીનાઈ જેવા ઉસ્તાદ શાયરોએ એકજ જમીન પર’ ये न थी हमारी क़िस्मत के विसाल -ए-यार होता’ત્રણ જુદી જુદી ગઝલો લખી છે.નીચીની લીંક’બાગેવફા’ ઉર્દૂ-હિન્દી’માં આગઝલો મળશે.
  http://bagewafa.wordpress.com/2012/11/04/aek-jamin-parteen-gazals-galibdag-ameer-minai/

 5. ધત્ ત્તેરીકી !!—–દીપક ત્રિવેદી

  આખી ગઝલને ગઝલ કોમેંટસમાં મુકવા પછી -પોસ્ટીંગનો અર્થા રહેતો નથી.ઈ-.મેલ કર્યો છે.જે વાંચી ઈ.મેલથી જવાબ કરવા વિનંતી

 6. છે.તમારી વાત ૧૦૦ % સાચી છે. એક જ રદીફ પર ઘણી ગઝલ લખાઈ ચુકી છે. આ હકીકત છે.” બીજા એ લખી તો આપણે પણ લખીએ” એ વિચારસરણી ખાતરનાક છે અને આપણા કલ્પનોને હણી લેનારી છે. બીજાના રદીફ પર આપણી રચનાને ફીટ કરવી, એ “ગોળ કાણાંમાં ચોરસ ખીલ્લો ફીટ કરવા” બરાબર છે. આપના પોતાનાં કાફિયા ,પોતાનાં રદીફ ,આપણાં પોતાનાં કલ્પનો એ જ આપણી રમણીય કલ્પનાના દ્યોતક અને સીમાચિહ્ન છે. વપરાઈ ગયેલ રદીફ અને કાફિયા ગઝલ ને સુંદર બનાવી શકે પણ સુંદરતમ ન બનાવી શકે એવું મારું માનવું છે. આવું કરવાથી ગઝલની સૂક્ષ્મતા પણ બીજાની કલ્પનામાં ઝકળાઈ જાય છે.આમેય ઉર્દૂમાંથી આવેલ રદીફો ગુજરાતી ભાષામાં બહુ ધારદાર નથી બની શક્યા એના પણ ઘણા પુરાવાઓ છે.
  thanks…
  ગઝલ,નઝમ મૂળભૂત રીતે અરબી,ફારસી,ઉર્દૂમાંથી ગુજરાતીમાં આવી છે.અને અરબી છંદોનો ઉપયોગા કરી સફળતાથી ખેડાય છે.રોજિંદા જીવનમાં અરબી,ફારસી,ઉર્દૂના વપરાતા શબ્દો પર પુસ્તકો લખાયાં છે.મત્લા,મકતા.મિસરા,શેર,અમલદાર,મામલતદાર,ફોજદાર કઈ ભાષાના શબ્દો છે.આ કરજ ઉતારવા આદિલ મનસૂરી સાહેબ મરહૂમે ગુજરાતી રદીફ આપી-ઉર્દૂના સુવિખ્યાત શાયર જફર ઇકબાલ પાસે -ઉર્દૂ નો આખો ગઝલ સંગ્રહ તૈયાર કરાવ્યો છે.જે એમના બ્લોગ.www.aektinka.wordpress.com માં થોડી ગઝલો માણી શકાય છે.

 7. વફા સાહબ આભાર મારી ગઝલ બાબત આપે ખુબજ વિસ્તાર પૂર્વક સમજાવ્યું છે વધારે કશુજ કહેવાનું બાકી રહેતું નથી ભાઈ મહેશ ચાવડા સાહબ ને તરહી મુશાયરા બાબત નો ખ્યાલ આવી ગયો હશે મનોજ ખંડેરિયા ની ખુબજ પ્રખ્યાત રદીફ વરસોના વરસ લાગે એ રદીફ સૌ પ્રથમ તુરાબ હમદમે લખી હતી એ પણ એ મહેશ ચાવડા ની જાણ ખાતર વફા સાહબ તસદી લઇ આટલું વિસ્તાર થી લખવા બદલ ફરી તમારો બ ખુબ ખુબ આભાર

 8. વફા સાહબ આભાર મારી ગઝલ બાબત આપે ખુબજ વિસ્તાર પૂર્વક સમજાવ્યું છે વધારે કશુજ કહેવાનું બાકી રહેતું નથી ભાઈ દિપક ત્રિવેદી સાહબ ને તરહી મુશાયરા બાબત નો ખ્યાલ આવી ગયો હશે મનોજ ખંડેરિયા ની ખુબજ પ્રખ્યાત રદીફ વરસોના વરસ લાગે એ રદીફ સૌ પ્રથમ તુરાબ હમદમે લખી હતી એ પણ એ દિપક treevedi ની જાણ ખાતર વફા સાહબ તસદી લઇ આટલું વિસ્તાર થી લખવા બદલ ફરી તમારો બ ખુબ ખુબ આભાર

 9. nice gazal..
  ફકત એનેજ રાજી રાખવા માટે ઘણી વેળા,
  વિના કારણ મને હસતાં ઘણી તકલીફ પહોંચી છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: