Posted by: bazmewafa | 04/13/2013

ગઝલ:સદાયે નીચા નમી નમીને….. ‘મહેક’ ટંકારવી

સદાયે નીચા નમી નમીને….. ‘મહેક’ ટંકારવી


કરીને કોરી હ્રદયની પાટી પ્રથમ બરાબર ઘસી ઘસીને
કરી લીધું નામ યાદ તારું અઢાઇ અક્ષર લખી લખીને

હવે એ થઇ બેનકાબ કૄહે છે, કરી લે દર્શન, ઉઘાડ આંખો
અમારી આંખો જતી રહી છે, તમારે કારણ રડી રડીને

હવે નશો આ નહીં જ ઉતરે, ન આવશું ભાનમાં હવે કે –
સુરા જે ટપકે છે તુજ નયનથી, તે પી લીધી છે ભરી ભરીને

નથી ઉંચકયું કદીયે માથું. જીવ્યા તો માટીનો ગુણ ગ્રહીને
થયા છે ઉન્નત અમે જીવનમાં, સદાયે નીચા નમી નમીને

હતો ન ડર અમને કંટકોનો, કે કંટકોની તો જાત એવી
અમે તો ઉપવન મહીં સદાયે, રહ્યા ફૂલોથી ડરી ડરીને

ઉકેલી લીધા તમામ ભેદો, અમે તો શીખીને ઢાઇ અક્ષર
ઉકેલી શકયા ન ગૂંચ એકે, તમે કિતાબો પઢી પઢીને

પ્રથમ અમોને કરીને છેટા, ધરમને નામે, ધજાને નામે
હવે કહે છે સમીપ આવો, દીવાલો ઊંચી ચણી ચણીને

પૂછે તો કૄહેજો એ બેવફાને, નથી રૂઝાયા હજી એ જખ્મો
મહેકતો આહો ભરી રહ્યો છે, જખમ પુરાણા ખણી ખણીને

(સૌજન્ય: http://www.mahek.co.uk/mt/new/SadayaiNichaNamiNaminai.php)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: