Posted by: bazmewafa | 03/26/2013

તરહી કલમી મુશાયરો- માર્ચ2013–દરદ આપુ તમોને હું , દવા શોધી તમે લેજો —6 કવિ મિત્રો

<

તરહી કલમી મુશાયરો- માર્ચ2013–દરદ આપુ તમોને હું , દવા શોધી તમે લેજો —6 કવિ મિત્રો

 

તરહી કલમી મુશાયરો- માર્ચ2013

તરહી પંક્તિ : દરદ આપુ તમોને હું , દવા શોધી તમે લેજો!

છંદ : લગાગાગા-લગાગાગા- લગાગાગા-લગાગાગા

 [1].

દવા શોધી તમે લેજો …”ભાવ”—-‘ભાવિન ગોપાણી

2

બધું ચોરી તમે લેજો..ચિરાગ ઝા “ઝાઝી”

3

બધુ ફોડી તમે લેજો ….સ્પર્શ – મોહસીન મીર

4

દવા શોધી તમે લેજો—મુહમ્મદઅલી વફા

5

દરદ શોધી તમે લેજો. _એમ.જફર

6

ખોલી તમે લેજો- મેહુલ એ. ભટ્ટ

 [1].

દવા શોધી તમે લેજો …”ભાવ”—-‘ભાવિન ગોપાણી

પહાડો માં નવો રસ્તો હવે ખોદી તમે લેજો .
તમારી પાંપણોથી પથ્થરો તોડી તમે લેજો .

જમાનાની રસમથી આપ પણ વાકેફ થઇ જાઓ ,
દરદ આપું તમોને હું , દવા શોધી તમે લેજો .

સફરમાં આંગળી ચીંધી , ઘણાં પાછા વળી જાશે ,
અને કહેશે કે આગળની સફર , ફોડી તમે લેજો .

ખબર પડશે છે શું સાગર, અને શું હોય છે આફત !
વમળની પાસથી ક્યારેકતો હોડી તમે લેજો .

ઉઠાવેલા તમારા હાથનો , અફસોસ જો સાલે ,
અહમ હેઠે મુકીને હાથ બે જોડી તમે લેજો .

બધા મતભેદ ને મનભેદ ભૂલી મિત્રતા કરવા ,
જરા આગળ વધે કોઈતો જરા દોડી તમે લેજો …

2

બધું ચોરી તમે લેજો..ચિરાગ ઝા “ઝાઝી”

તમે લેજો નવો મારગ, દિશા નોખી તમે લેજો,
નવા રસ્તા નવા નક્શા હવે દોરી તમે લેજો.

તને ચાહું, તને પૂંજું, તને મારો ગણું ઈશ્વર,
શ્રદ્ધા મારી બને પથ્થર, તરત તોડી તમે લેજો.

તરસ મારી તમે છો તો, તડપ મારી તમે જૂવો,
પ્રણયના આ દરદ કેરી દવા શોધી તમે લેજો.

સજળ આંખે રહું ક્યાંથી, મળી સોબત સહારાની,
નથી જોયું અમે મૃગજળ, જરા ગોતી તમે લેજો.

હશે ચાલો તમે જીત્યા, અમે હારી ગયા બાજી,
હવે માનો અમારું તો, બધું ચોરી તમે લેજો.

નથી ગમતા હવે રંગો, નથી ગમતા ચમન, ઉપવન,
સુકુલ ટહુકો વળાવ્યાની, દશા જોઈ તમે લેજો.

[3].

બધુ ફોડી તમે લેજો ….સ્પર્શ – મોહસીન મીર

દરદ આપુ તમોને હું , દવા શોધી તમે લેજો
તબીબો તો ઉપસ્થિત છે ખૂદા ગોતી તમે લેજો

સમય છુ હું સમયસર થર બનાવું જીન્દગાની
પર સ્મરણનો પાવડો લઇને ઝખમ ખોદી તમે લેજો

સબર તો લોહિમા છે મરજીવાના એટલે કહે છે
મને છીપલા જ આપી દો ભલે મોતી તમે લેજો

દિવસને રાત વચ્ચે સાંજ આ અટકી જતી લાગે
સૂરજના અસ્ત થાવા લગ નિશા ખોળી તમે લેજો

અગર ફિક્કું તરલ લાગે કદિ જો આખુયે જીવતર,

જરા લઇ સુ:ખ અને દુ:ખ ચમચીથી ઘોળી તમે લેજો.

 

ખૂમારી સાથ જીવો છો પ્રભુને જાણ છે એની

નહિ વચમાં પડે ઇશ્વર બધુ ફોડી તમે લેજો

4

દવા શોધી તમે લેજો—મુહમ્મદઅલી વફા

 

બધા આ લાગણીનાં બંધનો જોડી તમે લેજો

અમે લેશું હલેસું તો પછી હોડી તમે લેજો

 

મળે જે પણ મુકદ્દરથી વહેંચીને ભલા પીશું,

બધા વિષના  કટોળાઓ જરા શોધી તમે લેજો.

 

પછી આ ફૂલની ખૂશ્બૂ થકી મ્હેકી જશે ગુલશન,

ઊગેલા દ્વેષનાં કંટક બને તોડી તમે લેજો.

 

પ્રણયની આ રમતમાં તો ઘણી એ વેદના થાશે,

દરદ આપું તમોને હું, દવા શોધી તમે લેજો

 

હ્રદયનું રક્ત બાળીને,તમોને યાદ પણ કરશું,

વિરહનાં અશ્રુ ભીનામાં નયન બોળી તમે લેજો.

 

વફા આ  જિંદગીની કટુ સફર ગુલતાન થૈ જાશે,

અમારી પાંખ સાથે  પંખ તમ જોડી તમે લેજો.

લગાગાગા- લગાગાગા- લગાગાગા- લગાગાગા

2માર્ચ2013

5

દરદ શોધી તમે લેજો. _એમ.જફર

દવા આપું તમોને હું દરદ શોધી તમે લેજો..

ન સરનામું અમારું કોઈ ઘર ગોતી તમે લેજો.

 

અમે તો બંધ રાખીશું હ્રદયના દ્વાર સઘળાંએ,

તમારે આવવું જો હોય દર તોડી તમે લેજો.

 

વિરહમાં ઝૂરવું આવુંતો સહચર પાલવે ક્યાંથી,

તમોને હોય જો ફુરસદ નયન ફોડી તમે લેજો.

 

ખરેલાં પાંદડા નિરખી વસંતને યાદ કરજો પણ,

તુટેલાં પાન ફૂલોનાં મળે, જોડી તમે લેજો.

 

અમે સપના મહીં આવી ન પજવીશું તમોને પણ

અમારી યાદ જોઆવે કબર ખોડી તમે લેજો.

 

‘જફર’પીડન પરાયાની નથી આદત અમારી પણ,

અહીં થૈ જાય મિલન કદી નયન ચોરી તમે લેજો..

દર=દ્વાર

6

ખોલી તમે લેજોમેહુલ એ. ભટ્ટ

કવિ છો ને ? તો દિલના દ્વારને ખોલી તમે લેજો ,

દરદ આપું તમોને હું, દવા શોધી તમે લેજો !

 

ફક્ત બે-ચાર મિસરા સંભળાવી એમણે કીધું

ઉખાણાના બધાં ટુકડા હવે જોડી તમે લેજો !

 

હજી મૃગજળ વિષે લખવાનું બાકી છે કવિઓને,

હજીયે દોડવું હો એટલું દોડી તમે લેજો !

 

પહેલી વાર સમજણની દવા કડવી જ લાગે, પણ

પહેલા લઈશ હું જોજો, પછી થોડી તમે લેજો .

 

સવાલોનું વજન લઈ જીવવું થાશે કઠિન મેહુલ‘,

છો’ ઉંદર નીકળે પણ પ્હાડને ખોદી તમે તેજો.

મેહુલ એ. ભટ્ટ , ૩.૩.૨૦૧૩

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: