Posted by: bazmewafa | 03/06/2013

ગઝલ:બે-ત્રણ વિશે સમજાવને —-અનંત રાઠોડ “પ્રણય”

બે-ત્રણ વિશે સમજાવને —-અનંત રાઠોડ “પ્રણય

 

 

લોહીભીની ઇચ્છાઓના આ રણ વિશે સમજાવને.

તુ ફાંસ ની માફક ખટકતી ક્ષણ વિશે સમજાવને.

 

 હાંફી ગયો મુક્કા લગાવી વ્યગ્રતા ના ઝુંડને,

તુજ આંગણે ટહુકાઓ ના કારણ વિશે સમજાવને.

 

 હું રાખુ છું અલ્લાહ,લે! તુ રામ રાખી લે હવે,

આ તથ્યહીન તકરાર ના તારણ વિશે સમજાવને.

 

 તે ઘાસ માફક વાઢતા તો વાઢી નાખ્યું એક દિવસ,

એ છે હજુયે લીલુંછમ સગપણ વિશે સમજાવને.


આવી રીતે તો દોસ્ત! મારું શબ સડી જાશે હવે,

લોકોને એના મ્હેલના આંગણ વિશે સમજાવને.


તે ફૂલ તો ચુંટ્યુ હતું હળવાશથી, એના પછી,

આ બંધ મુઠ્ઠીમાં પડેલા વ્રણ વિશે સમજાવને.

 

વર્ષો વરસ થી આ તરસ ધરબાઈ ગઈ છે રક્તમા

ને તું કહે છે કે મને શ્રાવણ વિશે સમજાવને..?

 

છંદોથી દિવાળી ઉપર મે શબ્દ પ્રગટાવ્યા “પ્રણય”,

આ ઉંબરે મૂક્યા દિવા બે-ત્રણ વિશે સમજાવને.

 

(સૌજન્ય:ફેસબૂક:ગઝલ તો હું લખું)

ગાગાલગા- ગાગાલગા- ગાગાલગા- ગાગાલગા      

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: