Posted by: bazmewafa | 02/25/2013

જંબુસરનો મસ્ત મુશાયરો—–બઝમે વફા

જંબુસરનો મસ્ત મુશાયરો—–બઝમે વફા

Mast Habib 001

(આજ થી લગભગ 45 વર્ષ પહેલાઁ ના એક મુશાયેરાની ઐતિહાસિક નોઁધ જે સુરતના ‘ મુજાહિદ’ પખવાડિકે લીધી હતી )
‘મસ્ત હબીબ’ સારોદીના સનમાર્થે જંબુસર મા યોજાયેલો
મસ્ત મુશાયરો
‘મસ્તી’અને ‘તુલસી ઇસ સંસાર મે” કાવ્યસંગ્રહો ના સર્જક જનાબ ‘મસ્તહબીબ’ સારોદી ના સંન્માર્થે તા.24-2-68ના રાત્રે 8:30 કલાકે જંબુસર મુકામે ગુજરાત રાજ્યના સંસદિય સચિવ શ્રી વિનોદચન્દ્ર શાહના પ્રમુખપદે મસ્ત મુશાયેરો યોજાયો હતો..સ્વાગત પ્રમુખ તરીકે સારોદના ઠાકોર અમરસિન્હ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે અકબરઅલી જસદણવાલા અને નરેન્દ્ર શર્મા શાસ્ત્રી પધાર્યા હતા.
ગુજરાતના અનેક નામાંકિત કવિઓએ શ્રોતાઓને પોતાની ક્રુતિઓનુ રસપાન કરવ્યુઁ હતુઁ.મુશાયરામા ‘અકબર અલી’જસદણવાલા,’બેકાર.’રૂસ્વા’(પાજોદદરબાર)’ ‘શેખચલ્લી’’શુન્ય પાલનપુરી’ ‘ગની’દહીંવાલા’ ‘’અનિલ’ ‘હબીબ, ,’પરિમલ’ ‘’સીરતી’ ‘અદમ ‘ટંકારવી’ ‘મસ્ત’’મંગેરા’ ‘રાઝ’ ‘બેબાક.’ રફઅત’ કાવીવાલા’ ‘વફા’ ‘સાગર’ આરિફ’ ‘પથિક’’તબસ્સુમ’ વિગેરે શાયરોએ ભાગ લીધો હતો.
મુશાયરાના આયોજનનો યશ ‘હસીખુશી સ્ટોરવાળા ‘જયંતી ચોકસી અને ‘આરિફ’ સારોદી વિગેરે ઉત્સાહી કાર્યકરોને ફાળે જાયછે.
’મસ્ત હબીબનુ’ સન્માન થેલી દ્વારા થયુઁ હતુઁ.
આ તરહી મુશાયરાની પંક્તિ હતી.
‘કોના વિચારે એમનુઁ હસ્તુ વદન હતુઁ,
આ પંક્તિ પર રજુ થયેલા ચુનઁદા શે’ર વાંચકોના રસા સ્વાદ અર્થે અત્રે રજુ કરવામા આવેછે.

જીવન સમસ્ત કાગળો અઁદર દફન હતુઁ.
ધર્માદા અંતે મળ્યુઁ કવિને કફન હતુઁ.

મહેનત વગર હબીબને થેલી મળી ગઈ
’બેકાર’નુઁ એ કારણે હસ્તુ વદન હતુઁ,

-‘બેકાર’

સૌઁદર્યના તજજ્ઞોનુઁ તાત્વિક કથન હતુઁ.
જીવન હતુઁ કવનમાઁ કે જીવન કવન હતુઁ.
’સાબિર’જીવન ભિંસાયુ મહોબ્બતની ભીંસમા,
કિંતુ સનમની યાદમા હસતુઁ વદન હતુઁ.

‘સાબિર’ વટવા.

પગલાઁ પુજાય એવુઁ વિરોચિત ગમન હતુઁ.
મ્રુત્યુ એ ભવ્ય એવુઁ કે જેવુઁ જીવન હતુઁ.

જગતના પ્રલોભનોને નથી વશ થયુઁ ‘હબીબ’
સચ્ચાઇ પર અડગ અમારુ ખુદ્દાર મન હતુઁ.

-‘મસ્ત હબીબ’ સારોદી.

કેવુઁ ભલા ભગવાન આ તારુઁ સ્રુજન હતુઁ
આંખે ચમકતુઁ હાસ્યને હૈયે રૂદન હતુઁ.

ઉકેલ્યો ન ભેદ‘વ્યાસ’નો વિત્યુઁ જીવન છતાઁ.
કોના વિચારે એમનુ હસતુઁ વદન હતુઁ.

-‘પ્રિ.ચીમનલાલ વ્યાસ.

લીલુડી ધરતી કયાઁ હતી? કયાઁ ઉપવન હતુઁ.
જન્મારો આખો દુ:ખ શુઁ કાંટાળુ વન હતુઁ.

મારી વ્યથાની પૂઁછના “અશરફ’તુ કથા,
કંટક ભર્યો તે પંથ ને મારુન જીવન હતુઁ.

-યુસુફ અશરફ’ વહાલુ.

એરીત આરઝુનુ થયુઁ કઁઇ દફન હતુઁ
કાંટાઓની કબર હતી ગુલનુ કફન હતુઁ.

ભટ્કી રહી’તી તારી નજર દુર કયાઁ’વફા’
તારાજ જયાઁ કદમ હતા તારૂઁ વતન હતુઁ.

મુહમ્મદઅલી’વફા”(લુવારવી)

નીચે ધરા હતી અને ઉપર ગગન હતુઁ
એવુઁ ય કઁઇક વેળા અમારૂઁ જીવન હતુઁ.

પામી શકે કેવી રીતે એની વાસને,
રફઅત’ ઘણેજ દૂર એ ખીલ્યુઁ સુમન હતુઁ.

રફઅત’ કાવીવાલા

એનાથીજ દિલને જરા શાંત્વન હતુઁ.
મારા જવાથી એમનુ વ્યાકુળ મન હતુઁ.

કેવી પ્રબળ હશે ‘અદમ’ ઉડવાની આરઝુ,
પંખી ની એક પાંખમા આખુઁ ગગન હતુઁ.

-અદમ’ટંકારવી

એ રૂપના પ્રભાવે પ્રભાવિત કથન હતુઁ.
ઝળ્કેછે એજ શબ્દોમા જેવુઁ વદન હતુઁ.

કરમાયુઁ છે એ અકાળે વિકસતાઁ પહેલાઁ એ,
બેબાક’ કેવા હાથમાઁ આ મન સુમન હતુઁ.

‘બેબાક’-કોસંબવી

શોધી રહ્યોછુઁ અર્થ હુઁ એકેક શબ્દનો
અંતે ખબર મળી ગઈ કે એતો મનન હતુઁ.

મારા ઉજાસમા કદી જોયો નથી મને,
સાચેજ જીન્દગીનુ એ કેવુઁ પતન હતુઁ.

‘સાગર’ નવસારવી

મુરઝાયુઁ ડાળ પર આજે સુમન હતુઁ.
તારા વિયોગે ઝુરતુઁ આખુઁ ચમન હતુઁ.

જીવી ગયા’આરિફ’ અમે કઈઁ એવી શાનથી
મ્રુત્યુ ટાણે મ્હેક્તુઁ અમારુઁ જીવન હતુઁ.

‘આરિફ’સારોદી

હસતુઁ વદન હતુઁ-મુહમ્મદઅલી વફા

ali

એ રીત આ,રઝુનુઁ થયુઁ, કઁઈ દફન, હતુઁ.
કાઁટાઓની કબર હતી ગુલનુ કફન હતુઁ.

ઉજવી હતી,કઁઈ ઇદપણ માતમ કરી કરી,
એના મિલન નુઁ પણ મળ્યુઁ,કેવુઁ વચન હતુઁ.

સૂચક છે વાત એનો ખુ,લાસો ન માગશો,
કોના વિચારે એમનુઁ,,,,, હસતુઁ વદન, હતુઁ

એની અસરથી પાનખર મ્હેકી રહી હતી,
ખુશ્બુમા યાદોની બધુઁ ડુબ્યુઁ ચમન હતુઁ.

ઉઁચા સદનની ધૂળમાં અટવાય કયાઁ તુ દિલ,
આકાશથી યે ઉઁચુ તારુ મન ગગન હતુઁ.

જોકે હતુઁ શબ્દો તણા રઁગે અધુરૂઁ પણ,
સાચેજ હ્રદય ની ભાવનાનુ એ કવન હતુઁ.

ભટકી રહી તારી નજર દૂર કયાઁ “વફા”
તારાજ જયાઁ કદમ હતા તારુઁ વતન હતુઁ.

ગઇ કાલની છે વાત કે _રતિલાલ અનિલ

ratilal

તારા હતા વિચાર ને તારું મનન હતું.

ગઇ કાલની છે વાત કે મારેય મન હતું.

એવા હતા દિવસ કે હતો માત્ર અંધકાર,

સૂરજ નહીં,ને ચન્દ્ર નહીં બસ ગગન હતું.

જળમાં ડૂબેલ જળ કદી પરખી શકાય ના,

માની લીધું કે મ્હેકમાં મારું ચમન હતું.

કાસદ બન્યો જણાય છે અંગારીઓ પવન,

મારા હૃદય સિવાય વળી કયાં દહન હતું.

કિસ્મતનાં તારલાતો હતા માનવીને, પણ,

ચમકનાવનાર એમને તારું ગગન હતું.

રેતીના પટ ઉપર પડી છે ભાત ફાંકડી,

અસ્થિર શુષ્કતા યે એક સાંત્વન હતું.

કોઇ દિશા મળીજ નહીં એનો ગમ નથી,

તરણાંને ક્યાં દિશા હતી?ફકત વહન હતું !

મારી તરસને ઝાંઝવાં પી ગયા અનિલ ,

એવી મળી મીઠાશ કે રણ પણ મગન હતું.

ભાવિ કબરની ધૂળ વિના કંઇ નથી અનિલ

તમને થશે વાહ વાહ ,આ પણ જીવન હતું !

 

અમાનતનું ધન હતું-મસ્ત મંગેરા

Mast mangera 001

પગલા પૂજાય એવું વિરોચિત ગમન હતું,

મૃત્યું એવું ભવ્ય કે જેવું જીવન હતું!

માનવ્યથી મહોરતું બેશક જીવન હતું,

કંટક નહીં ચમનમાં સુવાસિત સુમન હતું!

સંધ્યા વિનાએ રક્તથી રંગીન ગગન હતું,

જાણે કોઈ ક્ષિતિજનું નવું આગમન હતું!

આગળ વધ્યા કે વ્હેણની સાથે વહી ગયા

સમજી શકોછો-કેટલું એમનું વજન હતું!

કોને ખબર શિકાયતો કાને ધરી કે નૈં,

હા, એટલી ખબર છે હસતું વદન હતું!

રક્ષણ કીધું છે લીધો નથી ગેર લાભ કૈં,

દુનિયા અમારે માટે અમાનતનું ધન હતું!

જગના પ્રલોભનને નથી મસ્ત વશ થયો,

રાજી ખુદાની મરજી પર મારું મન હતું!


હસ્તું વદન હતું–ડો.અદમ ટંકારવી

adam-tankarvi-photo

જુલમીનાં હાથમાં હતી તલવાર તોય શું

અહિયાં અમારા સર ઉપર પર કફન હતું.

કેવી પ્રબળ હશે અદમ ઊડવાની આરઝૂ ?

પંખીની એક પાંખમાં આખું ગગન હતું.

(સૌજન્ય:સબંધ પૃ.38)

તા.24-2-1968નાં મર્હુમ જનાબ મસ્ત હબીબસારોદી સહેબાનાં માનમાં જંબુસરજિ: ભરૂચ મુકામે મુશાયેરો યોજાયો હતો.

મુશાયેરાની પાદ પંક્તિ હતી:

કોને વિચારે એમનું હસતું વદન હતું

જઁબુસર મુશયરો 24-2-68

છઁદ:
ગાગાલગા, ગાગાલગા, ગાગાલગા,લગા.
(મુસતફઇલુન, મુસતફઇલુન, મુસતફઇલુન,ફઅલ્)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: