Posted by: bazmewafa | 02/21/2013

આજે વિશ્વ માતૃભાષા દિન—કૌશિક અમીન

આજે વિશ્વ માતૃભાષા દિન—કૌશિક અમીન

ગુજરાતી ભાષાની બેહાલી માટે નાગરિકો પણ જવાબદાર છે..

ભાષાવિજ્ઞાનીઓએ સાબિત કરી બતાવ્યું છે કે અંગ્રેજી ભાષાએ સૌથી વધારે

ભાષાઓની હત્યા કરી છે. : બાબુ સુથાર

માત્ર આર્થિક કે ઔદ્યોગિક ક્ષેત્રે નહિ                               
માતૃભાષાની સમૃધ્ધિ પણ રાજ્યના વિકાસનો ભાગ બનવી જોઇએ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર20ફેબ્રુઆરી2013

વિશ્વની પહેલી વીસ યુનિવર્સિટીઓમાં મોખરાનું સ્થાન ધરાવતી અમેરીકાની

યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ ભણાવતા બાબુ

સુથારે માતૃભાષાના મહત્વની વાત કરતાં આજે કહ્યું કે માતૃભાષા સાથે સર્જકતા,

માનવતા અને રાજકીય મૂલ્યો પણ સંકળાયેલા હોવાથી માતૃભાષાનું જતન કરવું

ખૂબ જરૃરી છે. બાબુ સુથાર પી.એચડી. કરવા અમેરિકા ગયા એ પહેલાં વડોદરાની

(એમ.એસ) યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના અધ્યાપક હતા.

અત્યારે ગુજરાતી ભાષાની થઇ રહેલી ઉપેક્ષા અંગે ચિતાં વ્યકત કરતાં એમણે કહ્યું કે

છેક ૧૯૯૫માં મે એક લેખમાં ગુજરાતી ભાષાના થઇ રહેલા ધોવાણની વાત કરી

હતી એક દિવસ એવો આવશે જ્યારે ગુજરાતની પ્રજા, વિદેશી શીખાઉ બોલે એવી

ગુજરાતી ભાષા બોલતા હશે. કમનસીબે ત્યારે એ વાતને કોઇ એ ગંભીરતા પૂર્વક

લીધી ન હતી આજે હું સાચો પડી રહ્યો છું અને દુઃખ છે. જો કે, એમણે ઉમેર્યું છે કે

હજી પણ ગુજરાતી ભાષાના ધોવાણને અટકાવામાં મોડું થયું નથી. જગતમાં અનેક

ભાષાવિજ્ઞાનીઓ ભાષાઓને પડતા ફટકાને અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

આપણે પણ એ કામ કરવું જોઇએ.

યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી ગુજરાતી ભાષાવિજ્ઞાનમાં પી.એચડી.

કરનાર બાબુ સુથારે જણાવ્યું કે રાજ્ય સરકારની વિકાસની નીતિમાં ગુજરાતી

ભાષાના વિકાસનો સમાવેશ નથી કરવામાં આવ્યો એ દુઃખદ ઘટના છે. જે રાજ્ય

વિકાસનો અર્થ કેવળ આર્થિક કે ઐદ્યોગિક વિકાસ એવો કરી નાખે એ રાજ્ય એની

ભાષાને અને એ રીતે એની સંસ્કૃતિને પણ વફાદાર નથી એમ કહી શકાય. આજે

ગુજરાતી પ્રજા પાસે વૈજ્ઞાનિક ઢબે લખાયેલું વ્યાકરણનું પુસ્તક નથી. જે છે તે

અપૂર્ણ છે એ જ રીતે, આપણી પાસે વૈજ્ઞાાનિક ઢબે તૈયાર કરવામાં આવેલા

શબ્દોકોષો પણ નથી.

ગ્લોબલાઇઝેશને મા બાપ માટે એક હાઉ ઉભો કર્યો છે કે જો મારૃં બાળક અંગ્રેજી

માધ્યમમાં નહીં ભણે તો એ પછાત રહી જશે. હકીકત એ છે કે માતૃભાષાનું માધ્યમ

છોડીને બીજી ભાષાના માધ્યમમાં ભણતાં બાળકોની સર્જકતા નબળી રહી જતી હોય

છે. ભાષાવિજ્ઞાનીઓ કહે છે કે જે બાળક પોતાની માતૃભાષા સારી રીતે જાણે છે એ

બાળકને બીજી ભાષા શીખતાં વાર લાગતી નથી એટલું જ નહી એવાં બાળકો બીજી

ભાષા વધારે સારી રીતે શીખતાં હોય છે. વિદેશ ગયેલા પહેલી પઢીના મોટા ભાગના

ગુજરાતીઓએ એમની માતૃભાષામાં શિક્ષણ લીધું હતું.

સુથારે જણાવ્યું કે જ્યારે આપણે એક કરતાં વધારે ભાષાઓ જણતા હોઇએ ત્યારે

એવું બને કે બીજી ભાષા આપણી માતૃભાષાને સમૃદ્ધ તો વળી ક્યારેક એવું પણ

બનતું હોય છે કે બીજી ભાષાનું જ્ઞાન માતૃભાષાના જ્ઞાનને ખાઇ જાય. અંગ્રેજી

ભાષા, ખાસ કરીને વિકસિત દેશોમાં, પહેલી ભાષાના, એટલે માતૃભાષાના જ્ઞાનને

ખાઇ જતી હોય છે અને એ રીતે એ ભાષા સાથે જોડાયેલી માનવતા, એની સાથે

જોડાયેલાં સામાજિક મૂલ્યો, એની સાથે સંકળાયેલાં ઇતિહાસ અને સંસ્કૃતિને પણ

ખાઇ જતી હોય છે. ભાષાવિજ્ઞાનીઓએ સાબિત કરી બતાવ્યું છે ક અંગ્રેજી ભાષાએ

સૈાથી વધારે ભાષાઓની હત્યા કરી છે. ત્યાર પછી રશિયન ભાષાનો નંબર આવે છે.

એમણે કહ્યું કે બીજી ભાષા પોતાની ભાષાને ખાઇ ન જાય એ માટેની તકેદારી જે તે

પ્રજાએ અને રાજ્યે પણ રાખવી જોઇએ. જો આપણે એમ નહીં કરીએ તો આપણે

આપણી જ ભૂમિ પર વિદેશી જેવા થઇ જઇશું. કોઇ પણ રાજ્યનો વિકાસ એની પાસે

કેવા રસ્તાઓ છે. કેવા ઉધોગો છે કે કેવી ટેકનોલોજી છે માત્ર એના આધારે નક્કી ન

કરી શકાય. એ રાજ્ય પાસે કેવી ભાષા છે, કેવી કળા છે, કેવા સમૂહમાધ્યમો છે.

એવી બાબતોનો પણ સમાવેશ કરવો પડે સમાજશાસ્ત્રીઓ જેને સાસ્કૃતિક મૂડી તરીકે

ઓળખવે છે એ મૂડીના વિકાસનો પણ રાજ્યના વિકાસમાં સમાવેશ કરવો જોઇએ.

એમણે કહ્યું કે સૈાથી વધારે ચિંતા એ ગુજરાતી પ્રજાની છે જેઓ ધીમે ધીમે માતૃભાષા

વગરના બની રહ્યા છે. એ ગુજરાતીઓ એક બાજુ એમની માતૃભાષા પરનું નિયંત્રણ

ગુમાવી બેઠા છે તો બીજી બાજુ તે અંગ્રેજી ભાષા પર પણ માતૃભાષા જેવું નિયંત્રણ

ધરાવતા નથી. એને કારણે એમણે સામે ચઢીને અભિવ્યકિતની દરિદ્રતા સ્વીકારી

લીધી છે. આ દરિદ્રતા જે લોકો પોતાની ભાષાને વફાદાર રહેવા ન માગતા હોય

એમને પણ ન પરવડે. આજે નિમિતે દરેક ગુજરાતીએ આ દરિદ્રતાની સામે લડવાનો

સંકલ્પ કરવો જોઇએ એમ બાબુસુથારે ભારપૂર્વક કહ્યું છે.

એમણે ગુજરાતની પ્રજાને એક સંદેશો આપતાં કહ્યું કે તમારી ભાષાને રઝળતી ન

મૂકો. એક હજાર વરસથી જે ભાષાએ આપણને માનવતાના અને પ્રેમના પાઠ

શીખવ્યા છે એની અવદશા ના થાય એ જોવાની આપણી જવાબદારી છે. એક

જમાનામાં ભાષાવિજ્ઞાનીઓ કહેતા કે લીવ યોર લેંગ્વેજ એલોન હવે

ભાષાવિજ્ઞાનીઓ એમ કહે છે કે હુ નોટ લીવ યોર લેંગ્વેજ એલોન.

આજે વિશ્વ માતૃભાષા દિન

ગુજરાતી ભાષાની બેહાલી માટે નાગરિકો પણ જવાબદાર છે..

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર

માતૃભાષાની દુર્દશા માટે આપણું શિક્ષણ તંત્ર સહુથી વધુ જવાબદાર છે. પ્રાથમિક

શાળાઓમાં અક્ષરજ્ઞાન આપવાની વિવિધ આધુનિક પધ્ધતિઓનો ઉપયોગ મોટા

ભાગે થઇ શકતો નથી. પરિણામે પ્રાથમિક શિક્ષણનો પાયો નબળો રહે છે.

ગુજરાતના ગામડાના ત્રીજા-ચોથા ધોરણનો વિદ્યાર્થી ગુજરાતી ભાષા કડકડાટ વાંચી

શકતો ના હોય એમ બને ! ખુદ એના શિક્ષકો પાસે પણ ભાષા-કૌશલ્ય અને શિષ્ટ

વાચનસમૃધ્ધિનો અભાવ છે.

ગુજરાતીઓ પોતાના બાળકોને અંગ્રેજી શાળામાં ભણાવવામાં ગૌરવ અનુભવે છે…!!

એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટસના ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને

ગુજરાતીનો અધ્યાપક સંઘના અધ્યક્ષ પ્રા. જયેશ ભોગાયતાએ વિશ્વ માતૃભાષા

દિવસની પૂર્વસંધ્યાએ ગુજરાતમાં ગુજરાતી ભાષાની દયનીય સ્થિતિનું આવું

શબ્દચિત્ર દોર્યું છે.

એમણે ઉમેર્યુ કે શિક્ષકોની વ્યવસાય પ્રત્યેની ઉદાસીનતાના પરિણામે બાળકોને

હુંફભર્યા વાતાવરણમાં શિક્ષણ આપી શકતા નથી. બાળકોને અભ્યાસ પ્રત્યે લગાવ

રહેતો નથી. પ્રાથમિક કક્ષાએ પણ ગાઇડોનું પ્રદુષણ એવું પેદુ પડયું છે કે વિદ્યાર્થીઓ

ગૃહકાર્ય પણ એમાંથી જ કરી છે. ભાષાજ્ઞાનની અધૂરપથી બાળક સારી રીતે

વાંચતા – લખતા પણ જાણી શકતો નથી. માતૃભાષા પ્રત્યેના ઉદાસીન વલણના

પરિણામે આજે ગુજરાતી ભાષા સમાજમાં વૈચારિક દારિદ્રય વ્યાપ્યું છે.

ઉચ્ચ શિક્ષણક્ષેત્રે મુખ્ય વિષય તરીકે ગુજરાતી લઈને અભ્યાસ કરનારા

વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. વિદ્યાર્થીઓમાં ભ્રમ છે કે

ગુજરાતીમાં તો પાસ થઈ જવાશે. માતૃભાષા પ્રત્યેની ઉપેક્ષાનું આ પરિણામ છે.

વિદ્યાર્થીઓ શુધ્ધ ભાષાલેખન પણ કરી શકતા નથી. શુધ્ધ જોડણીનો આગ્રહ પણ

સેવતા નથી. માતૃભાષાની આ વિકટ સ્થિતિ માટે ગુજરાતી વિષયના અધ્યાપકો

પણ અન્ય પરિબળો જેટલા જ જવાબદાર છે, એમ આ વરિષ્ઠ અધ્યાપકે

નિખાલસપણે જણાવ્યું છે.

વળી, અંગત લાભ માટે સ્થાપિત હિતો અભ્યાસ સમિતિઓમાં અને પ્રકાશનક્ષેત્રે

પગદંડો જમાવી રહ્યા છે. સત્તાની લાલચમાં જડભરત થઈ ગયેલા કહેવાતા

બૌધ્ધિકોએ જ માતૃભાષાની હત્યા કરી છે. ભાષાની બેહાલી માટે ગુજરાતનો નાગરિક

પણ જવાબદાર છે, જે બાળકોને અંગ્રેજી શાળામાં ભણાવવામાં ગૌરવ અનુભવે છે!

Advertisements

Responses

 1. ગુજરાતી લેખકો ગુજરાતી ભાષા ની સુંદરતા અને સરળતા ભારતીય જનો ને ક્યારે સમજાવશે ? શું સરળ શિરોરેખા મુક્ત ગુજરાતી લિપિ હિન્દી જેટલી વૈજ્ઞાનિક,પવિત્ર અને ઉચ્ચ સંસ્કાર ભરેલ દેવવાણી નથી? ઈન્ટરનેટ યુગ માં ગુજરાતી ભાષાના પ્રચાર માટે આવા આર્ટિકલ્સ કેમ જોવા મળતા નથી? શું ગુજરાતી ઓ આવા આર્ટિકલ્સ વાંચી ગુજરાતી દેવનાગરી લિપિ માં લખતા થઇ જશે કે પછી લિપિ ની સરળતા જાળવી રાખશે,શું હિન્દી ખરેખર ભારતિય બંધારણ પ્રમાણે રાષ્ટ્રભાષા છે?
  વાંચો….
  http://www.pravakta.com/come-understand-hindi-characters-scientific-nature

  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

  માતૃભાષા લિપિ પ્રચાર માં જ ગરવી માતૃભાષા નો પ્રેમ છુપાયેલ છે.

  saralhindi.wordpress.com
  Gujalish (do Google search)

  You may read these articles.
  हमारी बोली + ہماری بولی
  http://www.hamariboli.com/p/hamare-projects.html
  http://www.theworld.org/2011/12/will-pakistans-language-be-lost-in-texting-translation/


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: