Posted by: bazmewafa | 01/30/2013

તમારું નામ ગાંધીજી—શેખાદમ આબુવાલા(અન્ય કવિ લેખકોની 12 રચનાઓ સાથે)

તમારું નામ ગાંધીજી—શેખાદમ આબુવાલા

ઝૂકે વતન

ગાંધી સમાધિ પર તમારી ફૂલ તો મૂકે વતન

માથું નમાવીને તમારી સામે તો ઝૂકે વતન

અફસોસની છે વાત આ દેખાવ છે વાસ્તવ નથી

દેખાય જો રસ્તે અહિંસા મોં પર થૂંકે વતન

લીડર હોત ગાંધીજી

કહ્યું શું જીવતા જો હોત લીડર હોત ગાંધી જી?

નહીં રે નવ જીવનમાં પ્રૂફરીડર હોત ગાંધી જી.

કે એ આજે તો મીસામાં પુરાય હોત કારણ કે,

અહિંસામાં નહીં-હીંસામાં નીડર હોત ગાંધી જી.

કહી હે રામ ક્યાં ચાલ્યા ગયા એ હોત વનવાસે,

કે કાં તો દિલ્લીના દરબારે પ્લીડર હોત ગાંધી જી.

હજી એવા હશે બે ચાર (ઇચ્છું છું) કે જેઓના,

હજી પણ જીવતા જો હોત) લીડર હોત ગાંધીજી.

શરમ રાખીને રાખ્યા હોત વિદ્યાપીઠમાં ‘આદમ’,

ભલે –અપરાધ વિદ્યાના તો રીડર હોત ગાંધી જી.

હે રામ ….,ગાંધીજી

અમે બોલી નથી શકતા તમારું નામ ગાંધીજી,

કે અમને બીક લાગે છે થશો બદનામ ગાંધીજી.

તમે જન્મ્યા-જિવ્ય-માર્યા ગયા ને વાત થૈ પૂરી,

અધૂરા તોય શબ્દો રૈ ગયા હે રામ ….,ગાંધીજી.

જો કાંટે રેંટિયો તો માત્ર ફોટોગ્રાફર સામે,

તમે સોંપી ગયા કોને તમારું કામ ગાંધીજી.

તમારાથી સવાયા વાણિયા આવ્યા છે ગાડી પર

હવે થાતા રહેશે જાહેરમાં લીલામ ગાંધીજી.

હજી ફોટો તો લટકે છે તમારો દેશની ભીંતે,

રહી છે એટલે આદમને હૈયે હામ ગાંધીજી.

(સૌજન્ય:દીવાને આદમ પૃ.218-220)

ગાંધી બાપુને યાદ કરવાની સીઝન—ચન્દ્રકાંત બક્ષી

Please click the following URL to read more on Gandhiji

https://bazmewafa.wordpress.com/2007/,0/02/gandhiji_wafa/

https://bazmewafa.wordpress.com/the-speeches-and-film-of-mahatma-gadhi/

*************************************************************************************************************************************************************

Click the following links to read any rachna:

તમારું નામ ગાંધીજીશેખાદમ આબુવાલા

ગાંધીજી ગાંધીવાદી ન હતા ચંદ્રકાન્ત બક્ષી

આધ્યાત્મિક:એકેશ્વરવાદ અને બંધુત્વ ઇસ્લામની હિંદુસ્તાનને દેન છે : ગાંધીજીડો. મહેબૂબ દેસાઈ

ગઝલ: વતનની લાજ ગાંધીજીશેખાદમ આબુવાલા

તેરે નામકા ફૂલ જગમે ખીલે : ગાંધીજી__ ડો. મહેબૂબ દેસાઈ

ગાંધીજી _બઝ્મ

ગાંધી બાપુને યાદ કરવાની સીઝનચન્દ્રકાંત બક્ષી

કલ ફિર આઊઁગા __દુષ્યંત કુમાર

30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન —-ઈશ મેહુલ પટેલ

અછાંદસ:ગાંધીને દો મંદિરે ઓમપ્રકાશ જી. ઉદાસી

ગાંધીને ક્યાં ખબર ઓમપ્રકાશ જી. ઉદાસી

ગઝલ:વેચી રહ્યા છે ગાંધીનેશેખાદમ આબુવાલા

ઇ.સ. ૧૯૧૭માં બાતક મિયાંએ મહાત્મા ગાંધીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું-એજન્સી, ગુજરાત ટુડે 24જાન્યુ.2010

 બાપુજી, આમદાવાદ તો આવશોજ નહીં !શેખાદમ આબુવાલા

 વ્યંગ:નવા તો ખરા,નવાઈ નહીં—-શેખાદમ આબુવાલા

 Godse shoots Gandhiji

(Courtesy:Facebook)

http://www.youtube.com/watch?feature=player_detailpage&v=l0qRm-ayvfY

(Courtesy:Facebook)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: