Posted by: bazmewafa | 01/29/2013

30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન —-ઈશ – મેહુલ પટેલ

30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન —-ઈશ – મેહુલ પટેલ

અહિંસા ને અહિંસાનું રટણ ના લાવજે ગાંધી ,
ફરી જન્મે તો તું બંદુક લઈને આવજે ગાંધી !

નથી જડતી દિશા અમને કે કઈ બાજુ જવાનું છે ,
નવી મંઝીલ ,નવા રસ્તા ફરી બતલાવજે ગાંધી !

વટાવીને ફરે છે ઠાઠથી તારા અસૂલોને ,
નપાવટ લોકના એ ટોળાને તતડાવજે ગાંધી !

તમાચો એક ગાલે જો પડે બીજો ધરી દેવો ,
પડે જો બન્ને ગાલે તો પછી ફફડાવજે ગાંધી !

ભજન ” વૈષ્ણવ જન તો એને કહીએ ” ના હવે ચાલે ,
નવી પેઢીના લોકોને નવીન ગવડાવજે ગાંધી !

નથી ફરતા પરત જે જાય છે દુનિયાને છોડી ને ,
હકીકત છે છતાં, જો શક્ય હો તો આવજે ગાંધી !

On occassion of 30.01.2013
Gandhi Nirvan Divas in advance…

(Courtesy:Facebook)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: