Posted by: bazmewafa | 01/13/2013

કવિતાનું સરનામું —કૌશિક અમીન

    ‘કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે’

SDalal

-કવિતાનું સરનામું કરવું હોય તો કેર ઓફ સુરેશ દલાલ લખવું પડે

-કવિની સ્મરણયાત્રામાં જોડાવા માટે ઓડિટોરિયમ છલકાઈ ગયું

 

-વોશિંગ્ટનનાં મેયરે ”Suresh Dalal Day” ઉજવ્યો

વડોદરા,તા.12 જાન્યુઆરી, 2013

 

 ‘‘કવિતા મારું રામરતન ધન છે.. કવિતા મારી ભીતરની ગરજ છે, ભૂખ અને તરસ છે… મારી સાધના કવિતા, મારી વાસના છે, ઉપાસના છે. કવિતા મારું ઉપનિષદ. કવિતા મારો જીવનભરનો જલસો છે’’ – સુરેશ દલાલ.

 

કવિતાના શબ્દને દિલ ફાડીને પ્રેમ કરનાર સદ્દગત કવિ સુરેશ દલાલની ૮૧મી જન્મ જયંતી પ્રસંગે સ્મરણયાત્રાનો ‘જલસો’ ગઈ રાત્રે કલાનગરી વડોદરાના આંગણે યોજાયો ત્યારે ૫૭૮ બેઠકોવાળું સી.સી. મહેતા ઓડિટોરિયમ જેમ પેક હતું. જેમને બેઠક ના મળી તેઓ સીટ વચ્ચેની રૉ માં જમીન પર બેસી ગયા અથવા છેક પાછળ દીવાલને અઢેલીને ઉભા રહ્યા.

 ‘‘શ્યામ મારો આ કોરો કાગળ

એમાં દોરો તમે કુંડળી,

અને કહે કે મળશું ક્યારે?’’

કાર્યક્રમનો ઉઘાડ થયો કવિને સાંકળતા એક દ્રશ્ય – શ્રાવ્ય શૉથી. સ્ક્રીન પર પ્રવચન કરી રહેલા સુરેશ દલાલ કહે છે –

માધવ બધે છે…મને ઇશ્વર ગમે છે….એને મળવુ ગમે છે…પણ ઇશ્વરને ય મને મળવાની થોડી તો ગરજ હશે ને?

એમ.એસ. યુનિવર્સિટી સાથે સંયુક્તપણે કાર્યક્રમનું આયોજન કરનાર ‘ગાથા’ના તુષાર વ્યાસે ભીની-ભીની લાગણીઓ સાથે આવેલા ભાવકોને સત્કાર્યા હતા અને કવિ સાથેની મીઠી – મીઠી યાદોને મમળાવવાનું સહુને ઇજન દીઘુ હતું.

 દલાલ ૧૩ સપ્ટેમ્બર, ૧૯૯૩ થી ૨૪ જુલાઇ, ૧૯૯૪ દરમિયાન એમ.એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમીત ધોળકિયાએ જણાવ્યું કે યુનિવર્સિટીના પદાધિકારી તરીકે જે માણસ શિક્ષણની ગરિમા અને યુનિવર્સિટીની સ્વાયત્તતાને સાચવવા માટે સતત મથ્યો એની સ્મરણયાત્રામાં સહભાગી બનવાનો એમ.એસ. યુનિવર્સિટીને અદકો આનંદ છે.

 કાર્યક્રમની પ્રસ્તુતકર્તા સંસ્થા ઇમેજ બુક કલ્ચર ટ્રસ્ટના ઉત્પલ ભાયાણીએ સુરેશ દલાલને ઓફ ધ પોએટ્રી, ફોર ધ પોએટ્રી અને બાય ધ પોએટ્રી માણસ ગણાવ્યા હતા. કવિનો જન્મ ૧૧ ઓકટોબર, ૧૯૩૨ના રોજ તેઓ ૧૦ ઓગષ્ટ ૨૦૧૨ના દિવસે ગુજરી ગયા. અવસાનના દોઢેક કલાક પહેલા એટલે કે ગઇ તા.૧૦ ઓગષ્ટથી સાંજના ૬.૩૦ સુધી કવિએ જેમની સાથે ફોન પર વાતો કરી હતી.

એ ઉત્પલ ભાયાણીએ ઉમેર્યું કે, સુરેશ દલાલ થવું અને હોવું, આટલા લાંબા સમય સુધી કવિતા અને સાહિત્યના આધારે આટલી લોકપ્રિયતા ગુજરાતી પ્રજામાં મેળવવી અને સાચવવી એ સ્વયંએક ઘટના છે. વોશંિગ્ટનના મેયરે ૬ સપ્ટેમ્બરે ૨૦૦૪, ના દિવસને સુરેશ દલાલ ડે હોવાનું સન્માનપત્ર એમને અર્પણ કર્યું હતુ. સાહિત્યની કોઇ પૂર્વભૂમિકા વિનાના મઘ્યમ વર્ગના એક સામાન્ય છોકરાની કારકીર્દિનું એ શિખર હતુ.

જલસાનો જાગીરદાર કવિ સફારીમાં કવિતા વાંચવાનો વૈભવ માણતા એમ એમણે જણાવ્યું. વડોદરાના શાયર ખલિલ ધનોજવીએ કવિની નસોમાં લોહી નહી, પરંતુ કવિતા વહેતી હોવાનું અવલોકને ઉમેર્યું કે જર્મન, રશિયન પર્શિયન , અરબી અને ઉર્ફે ભાષાની કવિતાઓના અનુવાદ આપીને સુરેશ દલાલ વિસ્વ કવિતાના ભાવક બની રહ્યા હતા. હિતેન આનંદ પરાએ જણાવ્યું કે કવિતાનું સરનામુ કરવું હોય તો કેર ઓફ સુરેશ દલાલ લખવું પડે.

ચિરાગ વોરા, ડો. નીલેશ રાણા, જિજ્ઞા વ્યાસ, સૌમ્ય જોશી, ઉત્કર્ષ મઝુમદાર અને સરિતા જોશીએ કવિના વિવિધ કાવ્યોનું પઠન કરીને શ્રોતાઓને ડોલાવ્યા હતા. ઉત્કર્ષ મઝુમદારે ‘‘ટીકી ટીકીને જોયા કરતી કીકીઓને કોઇ રોકો’ એ કાવ્ય પઠન સાથે વિખેરેલી અભિનય છટા પર આફરિન થયેલા પ્રેક્ષકોએ વન્સ મોરની ફરમાઇશ કરી હતી, જે સંતોષાઇ હતી.

આ શહેરના કલાચાહકો વન્સમોર તો માગી શકે છે, પરંતુ કલાકારને બિરદાવવામાં તાળી નથી પાડી શકતા! સ્વયંભૂ આ પ્રતિસાદ માટે કોઇએ સ્મૃતિપત્ર શું કામ પાઠવવો પડે?

માઇલોના માઇલો હું કયાંય પણ જાઉ, પણ મુંબઇમે તેડીને જાઉ છું એમ કહેનાર સુરેશ દલલાની મુંબઇ વિષેની કવિતાઓમાં એ માયાનગરીના રહેવાસીના જીવનની મીઠાશ અને કડવાશ, હાસ્ય અને વિષાદ સુપેરે વણાયા છે, જેને ઉત્કર્ષ મઝુમદાર અને સરિતા જોષીએ ‌અભિનય સાથે વર્ણવ્યા હતા.

જિજ્ઞા વ્યાસ અને સૌમ્ય જોશીની બેલડીએ રજૂ કરેલી કવિની રચના ‘કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે’ પણ પ્રેક્ષકોની દાદ મેળવી ગઇ હતી.

 સૌજન્ય:

Kaushik Amin

Chairman, Gujarat Foundation Inc. USA.

Writer and contributor for nritribune.com, Gujarat Darpan (largest circulated Free Gujarati Monthly in the USA) and other Gujarati News Papers of the USA and India.

Listen to my live Radio Gujarati Talk Show “Chhel Chhabilo Gujarati” on radiodil.com, also on telephone 408-418-5000 every Saturday 12pm to 2pm East Coast USA time.

201-936-4927

kaushikamin@hotmail.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: