Posted by: bazmewafa | 01/03/2013

જનાબ સાગર નવસારવીનો દુ:ખદ ઇન્તેકાલ—નાદીરખાન(ગુજરાત ટુડે)

Sagar Navasarvi 001

જનાબ સાગર નવસારવીની કેટલીક  રચનાઓનો ગુલ દસ્તો:

અબ્દુલમજીદ ગુલામરસૂલ શેખ : સાગર નવસારવી

1

લાગણી ઊઠે શમે જાગે છે પ્યાસ,
શ્વાસ સાથે હરઘડી ચાલે છે પ્યાસ.

કેવી અનમીટ હોય છે જિજીવિષા,
એક બુઝે કે તરત લાગે છે પ્યાસ.

હોય છે રંગીન મનની કલ્પના,
નિત નવા શમણે સદા રાચે છે પ્યાસ.

બાવરી દોડે છે રણમાં ઝંખના,
મૃગજળે અરમાનની નાચે છે પ્યાસ.

સુખનો સાગર ભર્યું ઘર છે છતાં,
કાંઈક ખૂટે છે વ્યથા આપે છે પ્યાસ.

2

પત્ર ડેલીએ પડેલાં ના મળ્યાં,

આંગણે આવી ઊભેલા ના મળ્યા.

ઇંતજારીની અવધ વીતી ગઇ,

શબ્દ સાજનના વદેલાના મળ્યા.

સામસામે આમ તો બંને હતા,

અક્ષરો આંખે ઊગેલા ન મળ્યા.

દૂરથી ટહુકાઓ પડધાતા રહ્યા.

રંગના પીંછા ખરેલાં ના મળ્યાં.

કાળાનાં મોજાં કિનારે લઇ ગયાં.

મોરલા શ્ર્વાસે વસેલા ના મળ્યા.

અશ્ર્વને મિથ્યા હવા ભરખી ગઇ,

વાદળો કિરણે મઢેલા ના મળ્યાં.

ક્યાંક લટકે તોરણો લીલાં હજી,

અવસરો સાગર ગયેલાં ના મળ્યાં.

કયારેક એક બુંદમાં સાગર મળી ગયો,

કયારેક સાત સાગરે પ્યાસા રહી ગયા.

સાગર નવસારવી

કેટલો ઊંચે ચડું ઓ જિંદગી ?
હાથ પાસે જાય ને સરકે ગગન.
-સાગર નવસારવી

(નીચેના બે શેરો 1967ના મસ્ત મુશાયરા- જંબુસરના તરહી  મુશાયરાનીગઝલના છે.)

ધી રહ્યોછુઁ અર્થ હુઁ એકેક શબ્દનો
અંતે ખબર મળી ગઈ કે એતો મનન હતુઁ.
મારા ઉજાસમા કદી જોયો નથી મને,
સાચેજ જીન્દગીનુ એ કેવુઁ પતન હતુઁ.
સાગરનવસારવી

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: