Posted by: bazmewafa | 12/27/2012

કાશ્મીરમાં સેના દ્વારા થતા કથિત બળાત્કારોની તપાસ કેમ નહીં ?—વજાહત હબીબુલ્લાહ

કાશ્મીરમાં સેના દ્વારા થતા કથિત બળાત્કારોની તપાસ કેમ નહીં ?

ગુરૂવાર(એજન્સી)નવી દિલ્હી, તા.૨૭ડીસે.12

દિલ્હી ગેંગરેપ વિરુદ્ધ રાજધાનીની સડકો પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેનારા ભૂતપૂર્વ સેનાધ્યક્ષ વી.કે. સિંહની આકરી ટીકા કરતા રાષ્ટ્રીય લઘુમતી પંચના વડા વજાહત હબીબુલ્લાહે સવાલ કર્યો હતો કે, જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનો દ્વારા થતા બળાત્કારોની તપાસ શા માટે હાથ ધરાતી નથી ?જમ્મુ-કાશ્મીર કેડરના ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અને દેશના સૌપ્રથમ માહિતી કમિશનર વજાહત હબીબુલ્લાહે જણાવ્યું હતું કે, જો જનરલ સિંહ જેવા લોકોએ આ પ્રકારની સ્થિતિ સામે કામ લેવા સરકારને સલાહ આપી હોત તો વધુ ફળદાયી પરિણામો મળી શક્યા હોત.વજાહતે જણાવ્યું હતું કે, જનરલસિંહના કિસ્સામાં અને એ કહેતા દુઃખ થાય છે કે, તેઓ સેનાધ્યક્ષ હતા. જમ્મુ-કાશ્મીર એક એવું રાજય છે જયાં સેના દ્વારા બળાત્કારના ઘણા આરોપો મૂકાયા છે. શું આ આરોપોની કયારેય તપાસ કરવામાં આવી છે ? શું જમ્મુ-કાશ્મીરની પીડિતાઓને ન્યાય અપાવવાનો તેમણે પ્રયાસ કર્યો છે ખરો ? દિલ્હીનો ગેંગરેપ કેસ ખરેખર ખેદજનક છે પરંતુ જો જનરલ સિંહ સરકાર વિરોધી પ્રદર્શનોમાં જોડાવા ઈચ્છતા હોય તો તેમણે વિવિધ પ્રત્યાઘાતોનો સામનો કરવાની તૈયારી પણ રાખવી જોઈએ.વજાહતે જણાવ્યું હતું કે, એ બાબત સંભવિત છે કે, જયારે વી.કે. સિંહ સેનાધ્યક્ષ હતા ત્યારે તેઓ કદાચ ઈચ્છતા હોય છતાં આ કેસોની તપાસ કરાવી શક્યા ન હોય.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: