Posted by: bazmewafa | 12/27/2012

ફટકો–જય ગજ્જર

ફટકો–જય ગજ્જર

“દાદા, બે દિ’થી ભૂખી છું…”

બિહારીને એ શબ્દો સ્પર્શી ગયા. પોતે પૈસે ટકે સાધનસંપન્ન હતો. લાંબા અને કપરા જીવનમાં ઘણા ફટકા ખાધા હતા, પણ દયા છૂટી નહોતી.

હાથ લંબાવેલ, બારતેર વર્ષની એ બાલિકાને પૂછાઈ ગયું, “બેટા સ્કૂલે નથી જતી?”

“ના. મને કોણ સ્કૂલે મોકલે?”

“કેમ? માબાપ નથી?”

“માબાપ નથી, ઘર નથી, સૂવા ઓટલો નથી.” દયાદ્રભાવે છોકરી બોલી.

“તારે ઘર જોઈએ? બે ટંક ખાવાનું જોઈએ?”

“જોઈએ, પણ કોણ આપે?”

ડોસાએ  એની  પર  નજર સ્થિર કરી. એનો દયાર્દ્ર ચહેરો, ચીંથરે હાલ કપડાં, ભૂખથી બેસી ગયેલા ગાલ…

દશ વર્ષ પહેલાંની એક છાયા યાદ આવી ગઈ. એ જ ઉંમર, એવો જ નમણો ચહેરો, દાદાની લાડકી દીકરી. નાની ઉંમરે દીકરીને અટૂલી મૂકી માબાપ ધરતીકંપનો કોપ બનતાં આસપાસના વાતાવરણે  ડોસાને  કોરી  ખાધો. દીકરી નાની હતી એટલે એને પૂરી સમજ નહોતી. બધું ભૂલવા ભારે હૈયે દીકરીને લઈ વતન છોડ્યું.

મોટા શહેરમાં અજાણ્યા માણસોની વચ્ચે ઘર ખરીદી દીકરીને મોટી કરતો રહ્યો- સદાચાર અને સમભાવના પાઠ શીખવતો રહ્યો. નસીબ આડું ફાટ્યું. કોઈ મવાલીઓ છોકરીને ઉપાડી ગયા. ડોસો ભાંગી પડયો. બધી હિંમત ગુમાવી બેઠો.

ધીમેધીમે મન વાળી ભગવાનને ભરોસે જિંદગી મૂકી દીધી…

આજ એક નિરાધાર છોકરીને જોઈ ઊંડે ઊંડે દયાનું ઝરણું વહી રહ્યું હતું તે એકાએક ખળભળી ઊઠ્યું.

“મારે ઘેર આવવું છે? ખાવાપીવાનું, રહેવાનું, ભણવાનું મળી રહેશે.”

છોકરી સ્તબ્ધ બની ડોસા સામે તાકી રહી. કંઈક વિચારી બોલી, “ભગવાને તમને મોકલ્યા લાગે છે. ચાલો તમારી સાથે આવું છું.”

છોકરી ડોસાની સાથે ચાલી નીકળી. ઘેર જઈ ડોસા સાથે જમી. થોડી વાતો કરી આત્મીયતા કેળવી.

“હું જિંદગીભર તમારો ઉપકાર નહિ ભૂલું, દાદા.”

દાદા શબ્દ સાંભળી ડોસો પીગળી ગયો. પોતીકું કોઈ મળ્યાના આનંદ સાથે ઓશીકા પાસે ચાવીનું ઝુમખું મૂકી પલંગમાં આડો પડ્યો. વહાલી દીકરીનાં સમણાંમાં ખોવાઈ ગયો.

બે કલાકે ઝબકીને જાગ્યો. સામે તિજોરીનું બારણું ખુલ્લું જોઈ એને ફાળ પડી.ઓશિકા નીચે ચાવીઓનો ઝુડો નહોતો.  ઘર અધકચલું બંધ જોતાં ડોસાને ફાળ પડી.

ચારે બાજુ નવી દીકરીને શોધી રહ્યો. દીકરી કયાંય દેખાઈ નહિ.

પળમાં જ પરિસ્થિતિ પામીજતાં, એક વધુ ફટકા વિષે વિચારતો બિહારી ખડખડાટ હસી પડ્યો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: