Posted by: bazmewafa | 12/26/2012

ગઝલ:એવું ન કર!….. ચિરાગ ઝા “ઝાઝી”

એવું ન કર!….. ચિરાગ ઝા “ઝાઝી”

કોઈ અલગ ચોકો પડે એવું ન કર!
કારણ વગર સોપો પડે એવું ન કર!

થાળી ગઝલની દોસ્તો ક્યાં છે અલગ?
એમાં પછી ગોબો પડે એવું ન કર!

તૂટ્યા પછી રડવું પડ્યું તું આખરે,
તારો અહમ ખોટો પડે એવું ન કર!

મારા વિષે કોઈ નથી જે જાણતું,
એ રહસ્યનો ફોટો પડે એવું ન કર!

જે સાચું છે એ બોલશે ઝાઝી અને
તું શબ્દનો સોદો પડે એવું ન કર!..

(છંદ: ગાગાલગા ગાગાલગા ગાગાલગા)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: