Posted by: bazmewafa | 12/18/2012

ભણકારા • બળવંતરાય ક. ઠાકોર

ભણકારા • બળવંતરાય ક. ઠાકોર

 

(ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ)

 

(છંદ: મંદાક્રાન્તા)

 

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,

વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;

ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,

તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.

 

માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી

ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;

ને બીડેલાં કમલમહિં બંધાઇ સૌંદર્યઘેલો

ડોલે લેટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.

 

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,

કે ડોલંતી ગતિ પર સજૂં બીનના તાર મંદ,

તેમાં આ શી – રજનિ ઉરથી, નર્મદા વ્હેનમાંથી,

સ્વર્ગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,

 

– પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની

બાની ભીની નિતરિ નિગળે અંતરે શીય, સેહ્ ની !

 

(જન્મકાળ : 23 અૉક્ટોબર 1869 – 02 જાન્યુઅારી 1952)

 

(સૌજન્ય:શ્રી વિપુલ કલ્યાણી ઇ.મેલ)


Responses

  1. ગુજરાતીની માઈલસ્ટોન શી રચના. આભાર.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: