Posted by: bazmewafa | 10/27/2012

ગઝલ:ફક્ત ચાર દિવસ • દીપક બારડોલીકર

ફક્ત ચાર દિવસ • દીપક બારડોલીકર

તમારા આ ડંકા ફક્ત ચાર દિવસ,
સવારી, આ સત્તા ફક્ત ચાર દિવસ.

કરો ના અમસ્તા આ ગરદનને ટેઢી,
તુમાખી ને ટંટા ફક્ત ચાર દિવસ.

અમારી આ રાતો ઉપર તો હસો ના,
રહે છે ઉજાલા ફક્ત ચાર દિવસ.

તિરસ્કાર આંખોમાં, દિલમાં, જિગરમાં,
તમારી આ ફૂંફા ફક્ત ચાર દિવસ.

તમે શેરી-શેરી, બજારોય લૂંટો,
આ ગલ્લા, આ ડલ્લા ફક્ત ચાર દિવસ.

બહુ મોજમસ્તીમાં મગરૂર છો પણ,
ન ભૂલો, છે જલસા ફક્ત ચાર દિવસ.

જીવન છે, જીવનનું પૂછાણુંય થાશે,
આ સૌ ચેનચાળા ફક્ત ચાર દિવસ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: