Posted by: bazmewafa | 10/12/2012

ગઝલ:ઘરથી કબર સુધી—બેફામ

ઘરથી કબર સુધી—બેફામ

સપના    રૂપેય આપ  ન  આવો  નજર   સુધી,

ઊડી  ગઇ  છે   નીંદ    હવે    તો    સહર સુધી.

મારા  હૃદયને   પગ    નીચે  કચડો    નહીં   તમે,

કે    ત્યાંના  માર્ગ   જાય છે   ઇશ્વરના ઘર   સુધી.

શ્રદ્ધાંની     હો    સુવાસ,     પ્રતીક્ષાનો રંગ   હો,

એવા  ફૂલો   ખીલે  છે   ફકત   પાનખર  સુધી.

ઓંખોમાં  આવતાં  જ  એ વરસાદ થઇ ગયાં,

આશાનાં    ઝાંઝવાં જે    રહ્યાં’તાં  નજર સુધી.

મૈત્રીનાં      વર્તુળોમાં       જનારાની    ખેર   હો,

નીકળી   નહીં એ નાવ જે  પહોંચી ભંવર સુધી.

ઉપકાર   મુજ  ઉપર    છે    જુદાઇની  આગનો,

એક   તેજ  સાંપડયું છે  તિમિરમાં    સહર   સુધી. મં

જિલ  અમારી   ખાકમાં મળતી    ગઇ  સદા,

ઊઠતા રહ્યા   ગુબાર   અવિરત સફર  સુધી.

‘બેફામ’   તોય     કેટલું       થાકી      જવું   પડયું?

નહિ તો  જીવનનો માર્ગ  છે ઘરથી  કબર  સુધી.

(સૌજન્ય:માનસર પ્ર.96)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: