Posted by: bazmewafa | 10/05/2012

ગઝલ:ખળ ખળમાં—મુહમ્મદઅલી વફા

ખળ ખળમાં—મુહમ્મદઅલી વફા

મુકદ્દરની લકીરો પણ હતી આડી જરા કળમાં,

અમારી પ્યાસ પણ છીપી નહીં, રે’વાં છતાં જળમાં

અમે દર્દો વિના કૈં પણ અહીં વ્હેંચી નહીં શક્યાં,

અમારી જિંદગી પૂરી થઈ રંગીન સહુ છળમાં

ઉભય એ સામ સામે આવતાં- બોલી નહીં શક્યાં,

ઘણાં વર્ષો તણો ઇતિહાસ ભજવાયો ફકત પળમાં

સુરાહીમાં હૃદયની પ્રેમનું ટીપું નહીં નાંખ્યું,

હવે શોધો ન સંવેદન મળેલા જામનાં તળમાં

જરા આ કાન સરવા રાખશો તો, સાંભળી શકશો,

’વફા’ જીવન વહી ચાલ્યું નદીના શાંત ખળખળમાં

Advertisements

Responses

  1. ખૂબ મજાની રચના. ‘માં’ પ્રત્યયને અલગ કેમ લખ્યો છે, કોઈ વિશેષ હેતુસર છે ? સામસામે તથા ખળખળ વગેરે તો સંયુક્ત જ હોય પણ માં પ્રત્યય તો જોડાયેલો જ હોય.

    ફરી, સુંદર રચના માટે ધન્યવાદ.

  2. Wafa Saheb, Khub j sunder gazal raju kari..
    અમે દર્દો વિના કૈં પણ અહીં વ્હેંચી નહીં શક્યાં,
    અમારી જિંદગી પૂરી થઈ રંગીન સહુ છળમાં

  3. સુરાહીમાં હૃદયની પ્રેમનું ટીપું નહીં નાંખ્યું,
    હવે શોધો ન સંવેદન મળેલા જામનાં તળમાં

    Mohammadali bhai, very good,


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: