Posted by: bazmewafa | 08/27/2012

ગઝલ:પાગલની સમજણનો—શૂન્ય પાલનપુરી

પાગલની સમજણનો—શૂન્ય પાલનપુરી

કહો જગને કરે ઉપહાસ ના  પાગલની સમજણનનો,

ખૂલી જાશે ભરમ એકજ લવારે સૌ ડહાપણનો.

 

સમન્વય તેજ છાયાની પ્રતિબિંબોની ખૂબી છે,

અસુંદર હોય દર્શના તો ,નથી એ દોષ દર્પણનો.

 

સમય પણ હોય છે કેવો નજાકતની મિલન વેળા,

પડે છે બોજ ભારે આંખને પોતાની પાંપણનો..

 

જવાબો કર્મના દેવા પડેછે એતો નવાઈ છે,

અકારણ છે સ્વયંય સર્જન,પછી શો પ્રશ્ન કારણનો?

 

ગણીને કેટલાં ગણશો અમારાં જખ્મ ને આંસુ?

નહીં મળશે કદી અંદાજ  સાચો દિલની થાપણનો.

 

વિસારી દે કોઈ જેને મિલનનો કોલ આપીની,

અમારી જિંદગી પણ શાપ છે એવી વિજોગણનો.

 

થશે કંટક બધા પરવશ અને રસ્તો સુગમ થાશે

ઉઠાવો લાભ પૂરો શૂન્ય છાલાંની ભલામણનો.,

 

(સૌજન્ય:શૂન્યની સૃષ્ટિ પૂ.292)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: