Posted by: bazmewafa | 07/04/2012

ગાંધીને ક્યાં ખબર – ઓમપ્રકાશ જી. ઉદાસી

ગાંધીને ક્યાં ખબર – ઓમપ્રકાશ જી. ઉદાસી

ગાંધી બોલેલા,

“રાષ્ટ્રપતિ ભવનને ફેરવી દો ઇસ્પિતાલમાં

ભલે ગરીબ અહીં સાજા થાય, તાજા થાય.”

બિચારા ગાંધીને ક્યાં ખબર

આ રાષ્ટ્રપિતાનું નહીં

રાષ્ટ્રપતિનું ભવન છે

અહીં હૃદયકુંજની નહીં

મુઘલ ગાર્ડનની સુગંધ છે.

* * *

ગાંધીને ક્યાં ખબર એક દી’

દેશ ઇસ્પિતાલ હશે!

તેને થોડાંક તંદુરસ્ત દાક્તર જોઈશે,

જે ખાધેપીધે, ઓઢેપહેરે હરવાફરવા સુખી હશે.

જો, હશે તેઓ તંદુરસ્ત

દરદીનાં દરદ માટે

વચ્ચે વચ્ચે ચિંતા કરશે વ્યક્ત.

એ ચિંતાઓ બનશે પાછી હેડલાઇન્સ!

વરસે બરાબર બે વાર

ઉપદેશના બુસ્ટર ડોઝ

દરદીઓને જોઈશે જ.

પછી મહાન પ્રજાને શુભેચ્છા આપતા,

વધાઈ દેતા દેતા નિવૃત્ત થશે!

કહેશે .

“હાશ! છૂટ્યો પાંચસો ઓરડાના કેદખાનામાંથી!”

પ્રજા બિચારી

ક્યારે છૂટશે?

 

૪, જયંતિ એપાર્ટમેન્ટ, ગુરુકુળ રોડ, અમદાવાદ-૫૨

(સૌજન્ય: નિરીક્ષક 1જુલાઈ 2012)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: