Posted by: bazmewafa | 07/04/2012

એન્કાઉન્ટર, ગુણવંત શાહ અને જાગૃત ગાડીત —ઋતુલ જોશી

એન્કાઉન્ટર, ગુણવંત શાહ અને જાગૃત ગાડીત —ઋતુલ જોશી

 

એન્કાઉન્ટરના વિષય પર શ્રી જાગૃત ગાડીતના ૧૬/૬ના અંકમાં પ્રકાશિત લેખ અંગે આ પ્રતિભાવ છે. આ લેખ શરૂઆતમાં કુતૂહલ જન્માવે છે કે આ વિષય પર વ્યૂહાત્મક રીતે શું અને કેવી રીતે વિચાર કરી શકાય.

ફઝી લાૅિ જક અને ગેમ થિયરી જેવા રસપ્રદ વિષયોની માંડણી વધુ આશા પ્રમાણેની હિંસાની વાત કેવી રીતે થઈ શકે? શું ગાંધીને એવું કહેવાનું મન નહીં થાય કે ‘વો મેરા નામ બાર બાર ક્યું લેતે હૈ,  મૈને તો કભી ઉન (બાતોં) કા જિક્ર ભી નહીં કિયા.’ શું એકવીસમી સદીમાં ગાંધીની યથાર્થતા તેનું નામ લઈને કોઈક પ્રકારની હિંસાને વાજબી ઠરાવવામાં જ જન્માવે છ.ે

આગળ જતાં અમુક નિરાશા સાંપડે છે અને એક-બે દરકારો રહી  ગઈ  છે? આ  તો  ભગવદ્ ગીતાનો ઉપયોગ કરીને યુદ્ધખોરીને ઊભી થાય છે. શું ૨૦૧૨ના શ્રી ગુણવંત શાહની સરખામણી ૧૯૪૭ના બટર્રાન્ડ રસેલ સાથે કરવી જરૂરી કે  યોગ્ય છે? અંગ્રેજીમાં કહે છે તેમ સંતરા અને સફરજન વચ્ચે સરખામણી નથી થઈ શકતી. આપણે શા માટે ‘દર્શક એવોર્ડ’ અને  ‘નોબેલ  પ્રાઇઝ’ની  સરખામણી કરવી  જોઈએ? આભા, પ્રતિભા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિની દૃષ્ટિએ પણ આવી સરખામણીનો પનો ટૂંકો પડે છે. જો સરખામણીની વિભાવના જો ‘મહાન પુરુષો કેવી મહાન ભૂલો કરે, નહીં?’ તેવો તર્ક પ્રર્દિશત કરવા માટેની હોય તો આ તર્ક અધૂરો છે. આ જ પ્રકારનો બીજો એક તર્ક કે કોઈ બુદ્ધિજીવી જીવનના ઉત્તરાર્ધમાં માનવજાતના પ્રશ્નો નહીં ઉકેલી શકવાની હતાશામાં પોતાના ‘હઠીલા અને ઝનૂની’ વિચારોને વળગી શકે તે પણ ભૂલભરેલો છે. આ બંને તર્કની સજજતા વિશે ન માનવાનાં કારણ નીચે પ્રમાણે છે ઃ

– શ્રી શાહ એન્કાઉન્ટરને ‘અનિવાર્ય અનિષ્ટ’ કહેતી વખતે સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર કેમ અસામાન્ય હતું તે વાત કરવાનું ટાળે છે. અહીં  શ્રી  શાહ  સાબરમતી  જેલમાં  જેને  મળવા  ગયેલા  તે  પોલીસ અધિકારીઓ પર એક ગુંડાની પત્નીને ગાયબ કરવાનો એટલે કે તેનું ખૂન કરવાનો  આરોપ  છે.  આ  એન્કાઉન્ટરને  બીજા  એન્કાઉન્ટર  જેવું  જ ગણાવવાનો એક અર્થ એવો થાય કે કૌસરબીવાળી આખી વાત પોતાની સગવડ પ્રમાણે ઉડાડી મૂકવી. કૌસરબીને ગાયબ કરનાર પોલીસવાળા અને તેને ચર્ચામાંથી ગાયબ કરનાર વચ્ચે શું ફરક રહી જાય છે? આ સિવાય, ખંડણીખોરીની રાહે થયેલા એન્કાઉન્ટર જેવા કેટલાય પ્રશ્નોના જવાબ શ્રી શાહ સ્પષ્ટતાથી આપતા નથી અને તે બધા જ એન્કાઉન્ટરને એક જ લાકડીએ હાંકે છે. શ્રી શાહ જયારે એન્કાઉન્ટરની વાત કરતા હોય છે ત્યારે તેમની બૌદ્ધિક સજજતા બાજુ પર મુકાઈ જતી હોય તેવું લાગે છે. શ્રી ગાડીત પણ ‘સજજન વી. ગુંડા’ની વાતમાં જે ઊંડાઈ લઈ આવે છે  તે  અહીં  જેને  ‘એન્કાઉન્ટર’  કહેવાય  છે  તેમાં  રહેલી  વિવિધતા વ્યાખ્યાયિત કરવામાં લઈ આવતા નથી.

– શ્રી શાહના ‘હઠીલા અને ઝનૂની વિચારો’ને માફ કરી શકાતા નથી કારણ કે તેઓ પોતાની જાતને વારંવાર ગાંધીના નામ જોડે સાંકળે છે. ગાંધીનાં ચશ્માં, ઘડિયાળ, ચંપલ વગેરે વિશે તેમણે ખૂબ લખ્યું છે.

અહિંસાના પૂજારી ગાંધીનું નામ લઈને સગવડિયા કે પોતાના અનુકૂલન ઉત્તેજન આપવા જેવું કામ થયું.

– શ્રી શાહે ૨૦૦૨ પછીનાં વર્ષોેમાં અમુક રાજકીય હિતોની તરફેણ કરીને તેમના માટે મત ઊભો કરવાનો અને તેમની છબી ધોઈ આપીને ઊજળી કરવાનું કામ કર્યું છે. આ એક આરોપ છે જેનો લેખકશ્રી પ્રતિકાર ચોક્કસ કરી શકે છે કે તે વિશે બીજા મિત્રો ચર્ચા પણ કરી શકે. જો લેખક તટસ્થતાનો દાવો છોડી દે તો પછી આવા મત ઊભા કરવાના પ્રયત્નોમાં કશું ખોટું નથી. ઘણા રાજકીય પક્ષના પ્રવક્તાઓ નિયમિત રીતે અખબારી કોલમ ચલાવતા જ હોય છે. છતાં, કોઈપણ રાજકીય મતની તરફેણ કરવી તે બહુ સજાગ પગલું હોય છે. આવી સજાગ તરફેણ કોઈ બુિ દ્ધજીવીના જીવનના ઉત્તરાર્ધમાં માનવજાતના પ્રશ્નો નહીં ઉકેલી શકવાની હતાશામાં જન્મતી નથી હોતી. તેનું જન્મ-બીજ શું છે તે વિશે લેખક જ કહી શકે પણ તેને હતાશામાં ખપાવવું બહુ તાર્કિક નથી. બીજું કે, બહુમતી મતની અને રાજકારણમાં ઊગતા સૂર્યની તરફેણ કરવા માટે શ્રી ગાડીત જેને ‘નૈતિક હિંમત’ કહીને બિરદાવે છે તેની પણ ખાસ જરૂર હોતી નથી.

– શ્રી શાહે દિવ્યભાસ્કરમાં છપાયેલા કામિની જયસ્વાલને તેમણે આપેલા જવાબના લેખમાં પોતાની મુસ્લિમ પુત્રવધૂના નામનો ઉપયોગ સેક્યુલરિઝમના ર્સિટફિકેટ તરીકે કર્યો છે. આ શ્રી જાગૃત ગાડીત કહે છે

તેમ કોઈ ‘હતાશ બુદ્ધિજીવી’ કે ‘એન્કાઉન્ટર’ વિશે વાત કરવાની નૈતિક હિંમત ધરાવનાર વ્યક્તિનાં લક્ષણ નથી. પોતાના પર થયેલા પ્રહારનો જવાબ આપવા માટે પોતાના પરિવારની વ્યક્તિને આગળ ધરી દેવાની

વૃત્તિને શું કહી શકાય? શ્રી શાહે આ મુદ્દો ન દર્શાવ્યો હોત તો અહીં મારે પણ કોઈના પરિવારજનને ચર્ચામાં લઈ આવવાનું કોઈ કારણ ન હતું. આ પ્રકારની વૃત્તિ એક જાહેર સમીક્ષા તો માંગી જ લે છે.

આવા ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે. જો ર્તાિકક કે વ્યૂહાત્મક રીતે કોઈ લેખકનું લખાણ તપાસવું હોય તો પછી તેમની મુખ્ય દલીલોની બૌદ્ધિક સજજતા અને ર્તાિકક શક્તિ તપાસવી પડે. આ કામ શ્રી ગાડીત

તેમના લેખની શરૂઆતમાં બખૂબી કરે છે, પણ આગળ જતા ‘આવું કેમ થયું’  તેનાં  કારણો  આપવામાં  તે  ર્તાિકક-વ્યૂહાત્મક  વિચારમાં  થોડી ભેળસેળ થઈ જાય છે તેવું મારું માનવું છે. અહીં ‘આવું કેમ થયું’ કરતાં ‘શું છે’નું વિશ્લેષણ વધારે મહત્ત્વનું છે.

ઉસમાનપુરા, અમદાવાદ

નિરીક્ષક ૧-૭-૨૦૧૨

 (સૌજન્ય: નિરીક્ષક 1 જુલાઈ 2012)


Responses

  1. આગળ જતાં અમુક નિરાશા સાંપડે છે અને એક-બે દરકારો રહી ગઈ છે? આ તો ભગવદ્ ગીતાનો ઉપયોગ કરીને યુદ્ધખોરીને ઊભી થાય છે. શું ૨૦૧૨ના શ્રી ગુણવંત શાહની સરખામણી ૧૯૪૭ના બટર્રાન્ડ રસેલ સાથે કરવી જરૂરી કે યોગ્ય છે? અંગ્રેજીમાં કહે છે તેમ સંતરા અને સફરજન વચ્ચે સરખામણી નથી થઈ શકતી. આપણે શા માટે ‘દર્શક એવોર્ડ’ અને ‘નોબેલ પ્રાઇઝ’ની સરખામણી કરવી જોઈએ? આભા, પ્રતિભા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિની દૃષ્ટિએ પણ આવી સરખામણીનો પનો ટૂંકો પડે છે.
    (આ સરખામણી થોર અને મોગરા વચ્ચેની લાગેછે)

  2. હ્રુતુલ ભાઈ. ગંભીર અને આવશ્યક મુદ્દો ઉઠાવ્યો છે. અભિનદન.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: