Posted by: bazmewafa | 06/27/2012

જો ખુદાકો ભી પ્યારા થા વો ખલ્ક કો ક્યું નાગવારા થા?—પ્રવીણ પંડયા

જો ખુદાકો ભી પ્યારા થા વો ખલ્ક કો ક્યું નાગવારા થા?—પ્રવીણ પંડયા

સાઆદત હસન મંટો અગિયારમી મે, ઓગણીસો બારમાં લુધિયાણાના સમરાલા ગામે જનમ્યા અને અઢાર જાન્યુઆરી,ઓગણીસો પંચાવનના રોજ પાકિસ્તાનમાં લાહોરસ્થિત મિયાની કબ્રસ્તાનમાં દફન

થયા. એમની કબર પર આ પ્રમાણેનું લખાણ છે જે કત્બા કહેવાય છે ઃ

‘અહીં સાદત હસન મંટો દફન છે. એની છાતીમાં વાર્તાકલાના ઉમદા કસબ દફન છે. એ હજુ પણ જાણે માટીની નીચે વિચારી રહ્યો છે કે એ મોટો વાર્તાકાર છે કે ખુદા.’ આમ તો સાહિત્યકારો કસીદા (પ્રશંસાના

કાવ્યો ) ય પઢતા હોય છે, પણ મજાની વાત એ છે કે આ લખાણ (કત્બા) ખુદ મંટોએ પોતાના માટે જ લખેલું! મૃત્યુના આઠ માસ પહેલાં રાવલપિંડીના એક સાહિત્ય સમારંભમાં મંટો ગયા હતા. એક યુવાને ઓટોગ્રાફ માટે ડાયરી લંબાવી તો મંટોએ પોતાની કબર ઉપર લખવા માટેનું આ લખાણ એમાં લખી આપ્યું.

મંટો એક અત્યંત સંવેદનશીલ, સાહસિક, અભિવ્યક્તિ પ્રત્યે પ્રામાણિક-નીડર સાહિત્યકાર છે. એમની વાર્તાકલાનો પ્રભાવ આજના લેખકો ઉપર પણ જોવા મળે છે. એમની વાર્તાનું વિષયવસ્તુ, વાર્તા કહેવાની રીત અને કરુણ સ્થિતિનું આલેખન એમને આગવા સ્થાને બેસાડે છે. સમાજનો જે વર્ગ સાહિત્યસર્જનના હાંસિયામાં પણ નહોતો જોવા મળતો એ મંટોની વાર્તામાં કેન્દ્રસ્થાને જોવા મળે છે. સત્તાસને બેઠેલા જે વર્ગ તરફ સાહિત્યકારો ભાગ્યે જ આંગળી ઉઠાવતા હોય છે. મંટો એ વર્ગની ઠેકડી ઉડાડે છે. એમની વાર્તાઓમાં સાંકડી-ગંદી વસાહતો, વિદ્રુપતા ભરેલી જુગુપ્સા જગાડે એવી સ્થિતિઓ જોવા મળે છે, પણ મંટોની સફળતા એ છે કે આવી વિષમ સ્થિતિમાં જીવતા સમાજમાં માનવતાનું સૌંૈદર્ય ક્યાં છે એ આપણને બતાવે છે.

ભારત-પાકિસ્તાનના ભાગલાની પીડા મંટો માટે અસહ્ય હતી.એમને લાગતું હતું કે તેઓ ન તો આ દેશના રહ્યા છે કે ન તો પેલા દેશના. એનો પોતાનો દેહ- કે વાર્તાના પાગલ નાયક ‘ટોબા ટેકસિંહ’નો દેહ, જેનું અડધું ધડ પાકિસ્તાનમાં પડ્યું છે અને અડધું ભારતમાં. મંટો જાણે સાધારણ મનુષ્યની પીડાના સાક્ષી હતા. ‘ખોલ દો’ જેવી વાર્તામાં

એ કોમી હુલ્લડો દરમ્યાન બળાત્કારનો ભોગ બનેલી સલમાની વ્યથા કહે છે. ‘ખોલ દો’ વાર્તા મનુષ્યની હેવાનિયત પર સવાલ ઉઠાવે છે, ‘ઠંડાગોશ્ત’ પણ આ જ પ્રકારની વાર્તા છે. ‘કાલી શલવાર’, ‘ધુઆં’, ‘બૂ’‘ઠંડા ગોશ્ત’, ‘ઉપર નીચે ઔર દરમ્યાન’ ઃ કારમા યથાર્થની આ પાંચ વાર્તાઓ બદલ મંટો પર પાંચ મુકદમા ચાલેલા. વ્યવસ્થાના મોભીઓએ એમને કોર્ટ-કચેરીના ચક્કરમાં એવા ફસાવ્યા કે એમનું જીવન દવાખાનાઓ

અને પાગલખાનાઓ વચ્ચે અથડાતું રહ્યું અને જેના જવાબમાં મંટોના આ ઉદ્ગાર ધ્યાન ખેંચે એવા છેઃ ‘મારા માટે આ એક કડવી હકીકત છે કે મારા દેશમાં- જેને પાકિસ્તાન કહેવામાં આવે છે, ત્યાં હું મારું સાચું સ્થાન નથી પામી શક્યો, આ જ કારણ છે કે મારો આત્મા બેચેન રહે છે…હુ ં ક્યારેક પાગલખાનામાં અને ક્યારેક હોસ્પિટલમાં રહું છું ’

ઓગણીસસો છત્રીસની આસપાસ જયારે પ્રેમચંદની અધ્યક્ષતામાં પ્રગતિશીલ લેખક સંઘની સ્થાપના થઈ રહી હશે ત્યારે

વ્યક્તિ અને સમાજની વ્યથાને પોતાની અંદર ધારણ કરનારા આ લેખકની પ્રથમ વાર્તા ‘તમાશા’ પ્રકાશિત થઈ હતી. લગભગ ઓગણીસ વર્ષ એમની કલમ ચાલી, પણ કોઈ ચીલામાં નહીઃ એમણે માનવતાનો એ કરુણ પ્રદેશ જગત સામે ખોલી આપ્યો જે જોઈને દુનિયા હચમચી જાય.

એક દિલધડક વાર્તા જેવું એમનું જીવન હતું, વ્યક્તિત્વ જાણે ભવિષ્યની કથાના નાયક જેવું, જીવનનો અંત એવો કે એક ફાંસની માફક આપણાં હૃદયમાં ખટક્યા કરે. મંટોએ વીસ વાર્તાસંગ્રહ આપ્યા છે. ટોબા ટેકસિંહ,કાલી શલવાર, ખોલ દો, ઠંડા ગોશ્ત, ઉપર નીચે ઔર દરમ્યાન, ધુઆં,ખાલી બોતલંે, સડક કે કિનારે,બાદશાહત કા ખાત્મા, જેવી અનેક

ચોટદાર વાર્તાઓમાં મંટો આજે પણ હયાત છે. આ ઉપરાંત મંટોએ નવલકથા, નાટક, રેખાચિત્રો અને લેખ-નિબંધ સંગ્રહ પણ આપ્યાં છે.

એમણે રેડિયો અને ફિલ્મના માધ્યમમાં પણ ખાસ્સું કામ કર્યું હતું, અને એ પણ સામાજિક સરોકાર સાથે. મિર્ઝા ગાલિબ, કીચડ, અપની નગરિયા (કૃષ્ણ ચંદર સાથે) બેગમ, આગોશ, નૌકર, કિસાન કન્યા, આઠ દિન જેવી અનેક ફિલ્મો મંટોએ લખેલી.

મંટો પોતે વાર્તાલેખન માટે કહે છે ઃ ‘જીવનને એ જ રૂપમાં રજૂકરવું જોઈએ જેવું એ છે, નહીં કે એ કેવું હતું અથવા કેવું હોવુંજોઈએ…મારી વાર્તાઓ સ્વસ્થ અને તંદુરસ્ત લોકો માટે છે, સામાન્ય માણસો માટે, જે સ્ત્રી અને પુરુષના સંબંધોને વાંકી આખે નથી જોતા…’

કૃષ્ણચંદર મંટોના લેખન વિશે કહે છે ઃ ‘મંટોની વાર્તાઓ એના મિજાજ અને વાતાવરણના પ્રતીક સમાન છે. મંટો પોતાની વાર્તાઓના લેબાસ કાળજીપૂર્વક તૈયાર કરે છે, એમાં ક્યાંય ઝોલો નથી પડવા દેતો,ક્યાંય કાચા ટાંકા નથી હોતા, હાથસિલાઈ ઉમદા હોય છે. ઇસ્ત્રીટાઇટ સાફ-સૂથરી વાર્તાઓ ! વાત બરાબર ઘડાયેલી, સાદી-સરળ. એની

મોટાભાગની વાર્તાઓ ઉચ્ચ માનવતાના ઉદ્દેશ્ય પર ખરી ઊતરે છે અને એમાં એવી સચ્ચાઈ-સાદગી અને કડવાશ છે કે જેમાંથી ઊઠતી મધુર સૌંદર્યની વાસ માટે માનવીય હૃદય હજુ પણ તલસી રહ્યું છે…’

મંટો મૂળમાં કાશ્મીરના હતા. પિતાનું નામ મૌલવી ગુલામ હસન મંટો હતું અને માતાનું નામ સરદાર બેગમ હતું. માતા અત્યંત સંવેદનશીલ, પ્રેમાળ અને પ્રામાણિક હતાં. પિતા પાકા ર્ધાિમક, નમાજરોજામ ાં ચોક્કસ અને કઠોર શિસ્તના આગ્રહી. બાળક મંટોને માતા માટે અસીમ પ્રેમ અને સન્માન હતાં, પણ પિતા સાથેના એમના સંબંધોમાં ખેંચતાણ રહ્યા કરતી. પિતા ગુલામ હસન અમૃતસરમાં વસ્યા હતા. જે કાશ્મીરી પંડિતો સરસ્વતીને કાંઠે રહેતા હતા તે સારસ્વત બ્રાહ્મણ કહેવાયા. જે સારસ્વત બ્રાહ્મણોએ ઇસ્લામ અંગીકાર કર્યો તે મંટો કહેવાયા, જેમણે હિંદુ ધર્મ યથાવત રાખ્યો તે મનવતી કહેવાયા. મંટોનું પ્રારંભિક શિક્ષણ સમરાલા ગામમાં થયું. એ અમૃતસરની હિંદુ કાૅલેજમાંથી ઇન્ટર થયા. એ અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયમાં ઉચ્ચ અભ્યાસ માટે ભણવા ગયા પણ ક્ષયરોગથી પીડાતા હોવાને કારણે વિશ્વ

વિદ્યાલયનાં બારણાં એમને માટે બંધ કરી દેવાયાં. જોકે ત્યાંના શિસ્તબદ્ધ વાતાવરણમા ં મટં ો મંુઝારા ે અનભુ વતા હતા. અ ે અભિવ્યક્તિ સ્વાતત્ર્ં યના એવા હિમાયતી હતા જન્ે ાી એમણ ે ભારે કિંમત પણ ચકૂ વી હતી.

આ મંટો કેવા હતા? ઇસ્મત ચુગતાઈએ મંટોનું કાંઈક આવું શબ્દચિત્ર આપ્યું છે ઃ ‘જાડા ચશ્માંના કાચ પાછળ તરવરતી મોટી કાળી કીકીઓવાળી આંખો; જેને જોતાં જ મને મોરપંખ યાદ આવી ગયા.

મોરપંખ અને આંખોનું શું સામ્ય? એ મને ક્યારેય ન સમજાયું, પણ મેં જયારે જયારે એમની આંખો જોઈ મને મોરપંખ યાદ આવી ગયા. કદાચ અહંકાર અને અવિવેકની સાથોસાથ એમનામાં અનહદ પ્રફુલ્લતા હતી જે મને મોરપંખની યાદ આપતી હતી.’ ઇસ્મત અને મંટો વચ્ચે ભાઈ-બહેન જેવી નોંકઝોક જીવનભર ચાલી. જીવનના નાનામોટા પ્રસંગોમાં માણસની વિચારસરણી અને જીવનશૈલી વ્યક્ત થતી હોય છે. ઇસ્મતે મંટો વિશે લખેલો એક પ્રસંગ આ પ્રમાણે છે ઃ

– એક દિવસ આૅફિસમાં ગરમીથી ત્રાસીને મેં વિચાર્યું કે મંટોના ઘરે જઈને થોડો આરામ કરું. પછી મલાડ જઈશ. દરવાજો અધખૂલો હતો. જઈને જોયું તો સફિયા મોંે ફુલાવીને સૂતી હતી. મંટો મોંેપર ઝભ્ભાનો છેડો દબાવી હાથમાં સાવરણી લઈને પલંગ નીચે સટાસટ ઝાડુ મારી રહ્યો હતો. મેં નીચે નજર કરતાં પૂછ્યું ઃ

‘શું કરે છે ?’

‘ક્રિકેટ રમું છું.’ મંટો મોરપંખ જેવી કીકીઓ ચકળવકળ કરતા બોલ્યો.‘લ્યો જુઓ, મેં તો વિચારેલું કે જરા તમારે ત્યાં જઈને આરામ કરીશ, પણ તમે લોકો તો તોબરા ચડાવીને બેઠા છો!’ મેં પાછા ચાલ્યા જવાની ધમકી દેતાં કહ્યું.

સફિયા સફાળી બેઠી થતાં બોલીઃ ‘અરે..આવો આવો.’

મેં કહ્યુંઃ ‘ઝઘડો શેનો છે?’‘કાંઈ નથી, મેં કહ્યું કે રસોઈ કરવી, ગૃહસ્થી વગેરે ભાયડાઓનું કામ નથી. બસ, જેમ તમારી સાથે ઝઘડે છે એમ મારી સાથે પણ ઝઘડી પડ્યા. ક્હે છે કે ભાયડાઓનું કામ કેમ નથી? હું અત્યારે ઝાડું

લગાવી શકંુ છું. મેં ઘણું રોક્યા, તો ઝઘડી પડ્યા. ક્હે છે કે એવું જ હોય તો તલાક લઈ લે.’

મંટોના હાથમાંથી સાવરણી મુકાવવા મેં ખોટેખોટી ઉધરસ ખાવાનું શરૂ કર્યું…..

મંટોને યુવા અવસ્થાથી ટી.બી.નો રોગ હતો અને દારૂની આદત. એમના પિતા મૌલવી હતા અને મંટો વિદ્રોહી, ર્ધાિમક રૂઢિ અને કર્મકાંડના વિરોધી. એમની અભિવ્યક્તિમાં ક્યાંય રાજકીય ચાતુર્ય (ડિપ્લોમસી) નથી જોવા મળતું. વ્યવસ્થા સામે એક સ્પષ્ટ ખીજ છે, જે હિંમતભેર વ્યક્ત થાય છે. એ અંધને સુરદાસ કહીને પોતાના બચાવનો માર્ગ ખુલ્લો રાખવાની પેરવીમાં નથી રહેતા. એમનામાં અવઢવ કે અસ્પષ્ટતા નથી, પૂરી ખાતરી છે કે પોતાનું કથન બદલવાની ક્યારેય જરૂર નહીં પડે. એ સમાજ અને વ્યક્તિ એવા બન્ને છેડે જઈને વિચારતા એ વિચારધારા અને વ્યક્તિ એવા બન્ને અંતિમોની હકીકત પણ જાણતા.

મંટો સામાજિક યથાર્થના લેખક હોવાની સાથેસાથે વ્યક્તિસ્વાતંત્ર્યના હિમાયતી પણ છે. સમાજ કે વિચારધારા વ્યક્તિના જીવનને સીમાઓમાં બાંધે એવી સ્થિતિમાં મંટો વિદ્રોહ કરે છે. એ સમયના ખાસ કરીને પ્રગતિશીલ સાહિત્યકારોની દારૂની આદત અને તુમાખીમાં પણ મને રીસ-ખીજ અને વિદ્રોહની અભિવ્યક્તિ દેખાય છે. આ મારું ઓવર રીડિંગ પણ હોઈ શકે. છતાં પણ એક તરફ મુસ્લિમ લીગ, બીજી તરફ ગાંધીનો સુધારાવાદી હિંદુત્વયુક્ત આદર્શવાદ અને ત્રીજી તરફ ઇસ્લામિક

રાષ્ટ્રની તર્જ પર અહીં પાંગરેલો હિંદુ રાષ્ટ્રવાદ- મારું એવું માનવું છે કે આ ત્રણે પરિબળોએ જે ગાંડાતૂર પ્રવાહો જન્માવ્યા હતા એનાથી પ્રગતિશીલોમાં હતાશાનું વાતાવરણ જનમ્યું હશે. સજજાદ ઝહિરના અંતિમ દિવસોમાં પણ એ જોવા મળ્યું છે. ખૈર, ઇતિહાસનું મારું આવું પૃથક્કરણ વ્યર્થ પણ હોઈ શકે છે.

જે આદર્શો માણસની સારપને વધારવામાં યોગદાન આપે એનો મંટો સ્વીકાર કર ે છે, પણ એનંુ આંધળ ંુ અનુકરણ મંટોને મંજૂર નથી. જે આદર્શો યથાર્થ પર આધારિત નથી એને મંટો પડકારે છે.‘નંગી આવાજે’ ‘સ્વરાજય કે લીયે’ અને ‘નયા કાનૂન’ જેવી વાર્તાઓમાં મંટો મહાત્મા ગાંધી અને એમના આંદોલનની પૃષ્ઠભૂમિ રચે છે. ‘નયા કાનૂન’વાર્તામાં મંટો એક મંગુ ઘોડાગાડીવાળાનું હાસ્ય-વ્યંગસભર કરુણ પાત્ર રચે છે. આ મંગુ આમ ભારતીયનો જાણે પ્રતિનિધિ છે. એ સ્વરાજપ્રેમી છે, જે એવું માને છે કે સ્વરાજ આવવાથી અને નવા કાયદા બનવાથી બધું બદલાઈ જશે. આજે પણ જાણે આ મંગુ ઘોડાગાડીવાળો એક પ્રશ્ન ચિહ્ન બનીને સ્વદેશી સત્તા સામે ઊભો છે જેને જવાબ આપવાથી બચવા માટે ધર્મ અને જાતિના પ્રપંચ રચાય છે. રચાય છે એક એવું લોકતંત્ર જેમાંથી લોક ગાયબ છે. મંટો સાચા અર્થમાં પ્રજાના સાહિત્યકાર હતા એટલે જ તો ન ભારતમાં સચવાયા કે ન તો પાકિસ્તાનમાં સંઘરાયા.

એ પાકિસ્તાનના સંસ્કૃતિકર્મીઓથી બહુ ખફા હતા. એમનું એવું માનવું હતું કે આ સંસ્કૃતિકર્મીઓ રાષ્ટ્રના આત્માને જગાડવાને બદલે અમેરિકાના સાંસ્કૃતિક હુમલાના ભાગીદાર બનીને રાષ્ટ્રને કમજોર બનાવી રહ્યા છે. એમણે પાકિસ્તાનમાં રહીને અમેરિકાના એ વખતના પ્રમુખ ટ્રુમેનને જે દસ પત્ર લખ્યા છે તે જોઈને આપણને આશ્ચર્ય એ વાતનું થાય કે મંટોની સર્જકતા જાણે રાજનીતિનો એક્સ-રે રજૂ કરે છે. આ પત્રોમાં મંટો પોતાને એક ગરીબ માણસ કહે છે જેની પાસે તૂટેલી સાઇકલ પણ નથી. પત્રોનાં આ ઉધ્ધરણો આપણને ભારત-પાકિસ્તાનની સ્થિતિ અને અમેરિકાની નીતિનો ચિતાર આપે છે. એ ટ્રુમેનને કહે છે ઃ

‘તમે પાકિસ્તાન સાથે લશ્કરી સહાયની સમજૂતી ચોક્કસ કરો. એટલા માટે કે અહીંના મુલ્લાઓ સામ્યવાદનો બહેતરીન ઉકેલ છે.’ ‘જે રીતે મારો દેશ કપાઈને આઝાદ થયો એ જ રીતે હું પણ કપાઈને આઝાદ થયો. અને ચચાજાન, તમારા જેવાથી એ વાત છૂપી ન હોવી જોઈએ કે જે પંખીની પાંખો કાપીને એને આઝાદ કરવામાં આવે છે. એની આઝાદી કેવી હોઈ શકે છે.’

નઝરૂલ… મજાજ… ભુવનેશ્વર..મંટો..ઉત્કૃષ્ટ સાહિત્યના રચયિતા..જાગૃત મસ્તિષ્ક…અમેરિકન કવિ એલન ગિન્સબર્ગે હાઉલ નામની કવિતામાં કહેલું ઃ મારા સમયના ઉત્તમ મસ્તિષ્કને નષ્ટ થતા જોઉં છું… આ હાઉલ (આર્તનાદ) ઉપર ત્યારની અમેરિકાની સરકારે અશ્લીલતાનો કેસ કરેલો..તમને થશે કે મંટોની વાતમાં ગિન્સબર્ગ ક્યાં આવ્યા?ે તા ે ગિન્સબગર્  અટે લે આવ્યા ે કેમ ક ે જણે ે જણે ે સદંુ ર ગાલીચા જવે ી

વ્યવસ્થાને એની નીચેનું વાસ્તવ બતાવવા પ્રયાસ કર્યો છે એ બધાની રચનાત્મકતા સામે સત્તાએ પ્રશ્નચિહ્ન લગાડ્યાં છે… સર્જકના અભિવ્યકિત સ્વાતંત્ર્યની ઝંખના અને પીડા સમજવી સરળ નથી.

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય બહુ મોટી શરતે મળતું હોય છે, જે એલન ગિન્સબર્ગને મળેલું. વિકસિત ગણાતા અમેરિકામાં અશ્લીલતાના મુકદમાનો સામનો કરવાના ભોગે. રશિયન કવિ જોસેફ બ્રોડસ્કીને મળેલુંસાઇબેરિયાનો કારવાસ વેઠવાની કિંમતે. અને મંટોને મળેલું શાસન સામે આવા સવાલો ઊભા કરવા સબબઃ

‘એ લોહી કોનું છે જે રોજ આટલી બેરહેમીથી વહાવવામાંઆવે છે? એ હાડપિંજરો ક્યાં દફનાવવામાં કે બાળવામાં આવશે જેનીઉપરનાં માંસ-મજજાને ધર્મની સમડીઓ અને ગીધો ચીરી-ફાડીને ખાઈ

ગયાં છે.’ (સાદત હસન મંટો )

દેવેન્દ્ર સત્યાર્થીએ મંટોના મૃત્યુનાં છ વર્ષ પછી ઓગણીસસોએકસઠમાં એની કબરના લખાણનો હવાલો આપીને લખ્યું ઃ ‘જાણેમાટી નીચે પહોચ્યા પછી ફરી મંટોએ વિચાર્યું કે હું મોટો વાર્તાકાર છું કેખુદા. ખુદાએ એના ખભે હાથ મૂકીને કહ્યું ઃ ‘આ ટોબા ટેકસિંહ તેલખી છે ?’ મંટોએ કહ્યું ઃ ‘લખી છે તો શું થયું ? જો તારી પાસેથીબેતાળીસ વરસ આઠ મહિના અને સાત દિવસ ઉધાર લીધા છે તોએનો અર્થ નથી કે તું મારી વાર્તાનો સારો વિવેચક પણ હેાઈ શકે…હટાવ તારો હાથ.’ખુદાને ય ખભે હાથ ન મૂકવા દે એવા આ મંટો વિશે ‘બંદે ભીહો ગયે હૈ ખુદા’ જેવા સમયમાં ઘણું લખી શકાય, પણ અત્યારે એનીશતાબ્દી પ્રસંગે એને વંદન કરીને આ પ્રશ્ન સાથે અટકું છું ઃ‘જો ખુદા કો ભી પ્યારા થા વો ખલ્ક કો ક્યું નાગવારા થા ?’

સંદર્ભ:

દસ્તાવેજ-૪, ૫ ઃ સાદત હસન મંટો, રાજકમલ પ્રકાશન

મંટો જિંદા હૈ ઃ નરેન્દ્ર મોહન, કિતાબઘર

આજકલ (મે ૨૦૧૨)

શતાબ્દીની સલામ

નિરીક્ષક ૮ ૧૬-૬-૨૦૧૨

બઝમે વફા’માં સઆદતહસન મંટોની રચનાઓની સૂચિ.

વાંચવા કલીક કરો.

ચમત્કાર—સઆદતહસન મંટો

અજ્ઞાનતાનો ફાયદો_સઆદત હસન મંટો

નવલિકા:બારી ખોલી નાંખો_સઆદતહસન મંટો

નવલિકા:તોબાટેક સીંઘ_સઆદત હસન મંટૉ

 “ચાર આના”__સઆદત હસન મંટો

ટૂંકી વાર્ત(ઉર્દૂ):તકસીમ-સઆદત હસન મન્ટો

ખુદાકી કસમ—–સઆદત હસન મંટો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: