Posted by: bazmewafa | 06/21/2012

કારણ લખી દેજો-ગઝલપાઠ-જ.મુહમ્મદઅલી વફા–રજુ.શ્રી દિલીપ ગજ્જર

કારણ લખી દેજો-ગઝલપાઠ.મુહમ્મદઅલી વફા

Posted on June 12, 2012

મિત્રો, આપની સમક્ષ રજુ કરું છું.. એક ગુજરાતી ગઝલ હાલના સંભારણારુપે. જ. મુહમ્મદઅલી વફા જેઓ કેનેડાથી પધારેલ. મારા બ્લોગના પ્રારંભાર્થે તેમનું માર્ગદર્શન પાયારુપ હતું. તેમના સંગ્રહ કોને મળું ? નું ટાઇટલ બનાવવાનો મોકો મળ્યો તે માટે પણ આભારી છું.અમારી પ્રથમ મુલાકાત ૨૦૦૮ માં બોલ્ટન મુશાયરામાં થયેલ ત્યાર બાદ તાજેતરમાં તેઓ મારા ઘરે પધાર્યા  સાહિત્યગોષ્ઠી થઈ તે આનંદની ઘટના બની રહી…
ગઝલ-

અમે માની  જઈશું કોઈ પણ કારણ લખી દેજો..

અમારા દર્દ સાથે આપનું સગપણ લખી દેજો.

અમારી પ્યાસ થોડી વ્યગ્ર રહેશે તો મજા પડશે
નદીના શુષ્ક પટપર બને તો રણ લખી દેજો

અમે તો આમ પણ બળતા રહીશું આ ચમનમાંહે
પથારી છે બધી કાંટા ઉપર લક્ષણ લખી દેજો

હતો લાચાર રસ્તો એકનો કુરબાની બીજાની
બને તો રામની સાથે જરા લક્ષમણ લખી દેજો

‘વફા’ના નામની સાથે અમે ધોખો નથી કરતાં
ખરેલાં અશ્રુઓમાં પ્રેમનું મિશ્રણ લખી દેજો

-મુહમ્મદઅલી વફા

Advertisements

Responses

  1. આ.વફા સાહેબ..આપનું મધુર સંભારણું આ રીતે સાથે છે અને કોણે મળું ની રચનાઓ હું રોજ વાંચી ને આપણાં વિચારો ભાવો ની સમીપ રહું છું …આપને મળ્યા તે મુલાકાત ખૂબ જ યાદગાર બની રહી છે …કબીરા.. ગઝલાનુંમાં ગીત સાંભળવા આપને હાર્દિક નિમંત્રણ ..

  2. ઘણો આભાર દિલીપ્ભાઈ


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: