Posted by: bazmewafa | 05/07/2012

ગઝલ:શણગાર વચ્ચે આવશે- આદિલ મન્સૂરી

શણગાર વચ્ચે આવશે- આદિલ મન્સૂરી

લાગણીને આમ ના વિસ્તાર વચ્ચે આવશે,

આપણા હોવાપણાનો ભાર વચ્ચે આવશે.

 

કાન મીંચી મૌનનાં ખંડેરમાં બેઠા પછી,

સૂક્ષ્મતમથી સૂક્ષ્મતમ ઉદગાર વચ્ચે આવશે.

 

આ સડકની સામસામે આપણું હોવું અને,

સાયકલ, રીક્ષા, ખટારા, કાર- વચ્ચે આવશે.

 

આંગણુ સંબંધનું કોરું રહી જાશે અગર,

એક દિ વરસાદ મૂશળધાર વચ્ચે આવશે.

 

વચ્ચેની દિવાલ કેવી પારદર્શક છે હજી !

પણ સમય વિત્યે સમયનો ક્ષાર વચ્ચે આવશે.

 

માર્ગનાં અંતે હશે એક બારણું, પણ તે પ્રથમ

ઝંખનાનો ભૂખરો વિસ્તાર વચ્ચે આવશે.

 

તું બધું છોડીને ચાલી તો નીકળ પહેલા, પછી

ડગલે ને પગલે ભર્યા ભંડાર વચ્ચે આવશે.

 

કોના કોના આંગળાની છાપ છે ગરદન ઉપર,

દોસ્તોના નામ વારંવાર વચ્ચે આવશે.

 

આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને

ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે.

 

આ ગઝલ ’આદિલ’ હૃદય સોંસરવી ઉતરી જાય,પણ

પંડિતોને પાઘડીનો ભાર વચ્ચે આવશે.

(સૌજન્ય:ગઝલનાં આયના ઘરમાં પૃ.73તસ્વીર:ફેસબૂક )

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: