Posted by: bazmewafa | 05/06/2012

ગઝલ: ખરતાં ય આવડે છે—અમૃત ઘાયલ

ખરતાં ય આવડે છે—અમૃત ઘાયલ

અમને કહ્યું નજરનું કરતાં ય આવડે છે,.

જીવતાં ય આવડે છે મરતાં ય આવડે છે.

 

મૃગા જેમ ફાળ લાંબી ભરતાં  ય આવડે છે,

ઝરણાંની જેમ ધીરે સરતાં ય આવડે છે.

 

કે આવડે છે સ્થળ પર પર્વતની જેમ ટકતાં,

ને આ પવનની પેઠે ફરતાં ય આવડે છે.

 

ખીલી નથી જાણ્યું કેવળ અમે ખૂશીમાં,

ખીલી અને ખૂશીથી ખરતાં ય આવડે છે.

 

આંખોમાં ડૂબવું તો ડૂબી મર્યા અચાનક,

ને આમ જો જો તો તરતાં ય આવડે છે.

 

અગ્નિપિછોડી ઓઢી જાશું નિરાંતે પોઢી,

કે આવળેછે બળતાં ઠરતાં ય આવડે છે.

અવસરા તો આવવાદો ઘાયલ તમે ય કહેશો,

અલગારીઓને આદર કરતાં ય આવડે છે.

(સૌજન્ય:આઠો જામ ખુમારી પૃ.442)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: