Posted by: bazmewafa | 05/02/2012

જાત વેચું—અદમ ટંકારવી

(Jadeed mail Urdu 2May2012)

જાત વેચું—અદમ ટંકારવી

When I say to you,

You are what you are

Do you really understand?

What I am telling you?

                        —-Navell Vassel

સત્તાબજારમાં  તેજી આવી

દ્રેષભાભાવમાં ઉછાળો આવ્યો

જાતવેચું ફાવ્યો

એના ભાવ રાતોરાત ઊંચકાયા

માંગ વધી

તકલાદી તકવાદી જાતને ખપાવવાની

તક લીધી

હાટડી માંડી

ભાષાના ભાંગરે થયો ગાંધી

માંએ સવાશેર સૂંઠ ખાધી

તડાકો પડ્યો

હલકો માલ ખપી ગયો

વકરો થયો

ફીટયું દળદળ

થયો સધ્ધર

વકરી ગયો

મોડી રાતે હિસાબ માંડ્યો:

જમા:       પાંચ રૂપરડી

                                 પાંચમાં પાંચ પૂછાય એટલી કીર્તિ

                 પાંચ પારિતોષક

              પાંચ તાલિયાં

               પાંચ ગાલિયાં

  ઉધાર:            જાત

      પુરાંત જણસે :       કમ જાત

(સૌજન્ય:ઓથાર 2002 પૃ.20)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: