Posted by: bazmewafa | 03/05/2012

ગઝલ :સંધ્યા ઢળે ને આપણે —મુહમ્મદઅલી વફા

સંધ્યા ઢળે ને આપણે —મુહમ્મદઅલી વફા

સંધ્યા ઢળે ને આપણે મળતાં રહીશું દોસ્ત,

પીળું થતાં આ પાંદડું ખરતા રહીશું દોસ્ત.

મળશે કદી કો યાદ મીઠી સુની મંઝીલે,

અશ્રુ બની આંખો થકી ઢળતા રહીશું દોસ્ત.

મેળાવડો તો એ હશે બે ચાર દિનનો બસ,

ને તે પછી સ્મરણ ખરલ ઘસતા રહીશું દોસ્ત.

હા એ બને અંતર સંબંધોમાં વધી પણ જાયે,

તો એક બીજાને જરા ખણતા રહીશું દોસ્ત.

એ હૂંફ નો દીવો વફા શાયદ નહીં સળગે બને,

તોયે નવા કૈં આગિયા જણતા રહીશું દોસ્ત.


Responses

  1. સંધ્યા ઢળે ને આપણે મળતાં રહીશું દોસ્ત
    પીળું થતાં આ પાંદડું ખરતા રહીશું દોસ્ત waahhhहुइ शाम उनका खयाल आ गया!!

  2. સરસ ગઝલ બની છે જનાબ!
    એક સૂચન છે- દરેક શેર પછી જગા રાખીને ગઝલ પોસ્ટ કરો તો આખી ગઝલનો ઉઠાવ સરસ આવશે.

  3. ઘણો આભાર મહેશ ભાઈ.સૂચન મુજબ અમલ કરી લઈશ્.

  4. शुक्रियह!सपनाजी.

    आगाह अपने मोतसे कोई बशर नहीं,
    सामान सो बरसका पलकी खबर नहीं.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: