Posted by: bazmewafa | 12/14/2011

અછાંદસ: ડિસેંબર અંતિમ થોડા દિવસો —-અમજદ ઇસ્લામ અમજદ(ઉર્દૂના એક સુપ્રસિધ્ધ કવિ)

ડિસેંબર અંતિમ થોડા દિવસો —-અમજદ ઇસ્લામ અમજદ

 

 ડિસેંબરના અંતિમ થોડા દિવસો

દર વર્ષે પીડા દાયક હોય છે

ઇચ્છાઓના  પ્રેત નગરમાં

વિચિત્ર કલ્પનાઓ ઉભરેછે

 

વિખરાતા વર્ષોની સ્મૃતિમાં

હૃદયમાં અજીબ મહેફિલ ભરાય છે

ફોનની ડિરેક્ટરીના પાનાં પરથી

 કંઈ કેટલા નંબરો મને સાદ દે છે

જેનાથી સંકળાયેલ અવાજ વિહીન ઘંટડીઓ

હવે માત્ર મારા હૈયામાં વાગે છે

 

કેવાં પ્યારાં પ્યારાં નામો પર

સ્યાહી સરકે છે- કદરૂપ રેખાઓની જેમ

મારી આંખોમાં ફેલાય જઈ

 દૂરત્વના વર્તુળો બનાવે છે

 

સ્મરણનાં પગથિયાં પર કેવા કેવા પ્રતિબિંબો

 દર્દના દીવાઓ સળગાવે છે

અને તે કાગળ પર ફેલાય જાય છે

 

દુર્ઘટનાનાં સ્થળ પર

રકતના શુષ્ક નિશાન પર

ચાકથી રેખાઓ દોરે છે

 

બધીજ ડિસેંબરના અંતિમ દિવસોમાં

દરેક વર્ષની જેમ

આજે પણ ડાયરી એક પ્રશ્ન પૂછે છે

 શું ખબર આ વરસનાં અંત સુધીમાં

મારા આ દીપ વિહીન પૃષ્ઠો થી

કેટલાંયે નામનો છેદ ઉડી ગયો હશે

 

કેટલાયે નંબરો વિખરાયને રસ્તા ઉપર

ભૂતકાળની માટી સાથે ચોંટી ગયા હશે

માટીના ઢગલાના ખોળામાં

કંઈ કેટલા તોફાનો શમી ગયાં હશે

 

બધી ડીસંબરે હું વિચારું છું

 એક દિવસ એવું પણ થવાનું છે

રંગને પ્રકાશમાં વિલીન થવાનું છે

 

પોત પોતાના ઘરોમાં રાખેલી

 ડાયરી મિત્રો નિહાળતા હશે

તેમની આંખોની વેરાનીમાં

 એક રણ વિસ્તરતું હશે

 

 અને કોઈ નિશાન વિહોણા પાન પરથી

મારું નામ પણ કપાઈ ગયું હશે

(અનુ.વફા)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: