Posted by: bazmewafa | 11/15/2011

ચાંદરણા:કુંવરીએ પતિ નહીં કુંવારો શોધવો જોઈએ.—-રતિલાલ અનિલ

ચાંદરણા—-રતિલાલ અનિલ

 

   

 

બહુરંગી પ્રતિભા રતિલાલ ‘અનિલ’

 

        આમ તો સુરતના એક સામાન્ય ક્ષત્રિય વણાટિયા કુટુંબમાં જન્મેલા અને કૌટુંબિક કારણોસર માત્ર બીજા ધોરણ સુધી જ અભ્યાસ કરી શકેલા આ માણસને તેના ભાવિ જીવનનો કશો ખ્યાલ નહીં પણ અદમ્ય એવી આંતર્પ્રેરણાથી આસપાસના જગતમાં શું બને છે એ પ્રત્યે ઉત્સુક અને એ દેશનો સ્વરાજયુગ એટલે રોજનાં બાર કલાકનાં કામ સાથે સ્વરાજનાં રાજકારણ પ્રત્યે સજાગ આ માણસ ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં છ માસનો જેલવાસ ભોગવ્યો. ત્યાં ગુજરાતભરનાં ગજાના કહેવાય એવાં રવિશંકર મહારાજ ગણેશ વાસુદેવ માવળંકર જેવાઓના નિકટ સહવાસમાં તેઓ રહ્યા. જેલમાંથી છૂટીને અનિલ મહાગુજરાત ગઝલમંડળનાં મંત્રીપદે જોડાયા. ગઝલકાર થયા પછી પ્યારાબાપુ બહાર પ્રજ્ઞા અને કંકાવટી જેવા માસિકોના સંપાદક તરીકે અને ગુજરાત સમાચાર ગુજરાતમિત્ર ગુજરાત કેસરી તથા લોકવાણીનાં તંત્રી વિભાગમાં પત્રકાર તરીકે કામ કરી પત્રકારત્વનો એવોડૅ તેમણે પ્રાપ્ત કયોૅ છે. ૨૫ વષૅથી કંકાવટી નામનું સાહિત્ય માસિક પ્રગટ કરે છે તથા સંપાદન કરે છે. તાજેતરમાં સુરતમાં અભૂતપૂવૅ કહેવાય એવો એમનો બે દિવસનો સુવણૅ મહોત્સવ ઉજવાઈ ગયો. ભારતનાં પ્રસિદ્ધ સંગીતકાર નૌશાદ અને શાયર નિદા ફાઝલીએ ભાગ લીધો હતો. નિવૃત છતાં લેખન પ્રવૃત્તિ કરતાં રહ્યા છે. તેઓ કોલમિસ્ટ તરીકે મરક મરક મસ્તીની પળોમાં ચાંદરણા જેવી વિશિષ્ટ કોલમ તેઓ વષોૅથી લખે છે. ચાંદરણા એ ગુજરાતી સાહિત્યમાં તેમનું મૌલિક અને અનન્ય સજૅન છે. ‘હાસ્ય લહરી’ નામનો હાસ્ય નિબંધ સંગ્રહ ‘ડમરો અને તુલસી’ તથા ‘રસ્તો’ ગઝલસંગ્રહ ‘મસ્તીની પળોમાં’ મુકતક સંગ્રહ અને ‘ચાંદરણા’ પુસ્તકો પ્રગટ થયાં છે

 

    દરજીની સોય કરતાં ડોકટરની સોય વધારે કમાણી કરે છે.

 

    આખાબોલા જ ઘણું ભાંગે છે.

 

    કેટલાંક આદતનાં શિકાર છે કેટલાંકને શિકારની આદત છે.

 

    માણસમાં હોવું એ માણસ હોવા જેટલું સહેલું નથી.

 

   લક્ષ્મણરેખાં વિનાનાં લક્ષ્યો પણ હોય છે.

 

    માણસ અને ઘરમાં ફેર એ છે કે એકને નામ હોય છે બીજાંને નામ ઉપરાંત નંબર પણ હોય છે.

 

    એકબીજાંની સવાર પાડવામાં જ કેટલાક લોકોનો દિવસ પૂરો થઈ જાય

 

 હથિયારો કયાં તો એકધારો આરામ કરે છે કયાં તો એકધારું કામ કરે છે.

 

   યુદ્ધ અને ટેર્પરેકોડૅર્ર ચાલુ હોય ત્યારે તેમનાં બે ચક્રોનું માપ સરખું રહી શકે નહીૐ

 

   કુંવરીએ પતિ નહીં કુંવારો શોધવો જોઈએ.

 

  દરેક દવા ડોકટરને ‘સારો ફાયદો’ કરે છે.

 

   માણસ પાઘડી સાચવવા માટે માથું ગુમાવે છે.

 

   જીવ બળે છે ત્યારે ઓકિસજન ઓછું થાય છે.

 

  માથું ‘પાકે છે’ ત્યારે નવી જ અકકલ ‘ઉગે છે’.

 

   નોકરો દ્વારા સ્વગૅને સજાવી શકાય સજીૅ શકાય

 

       મૃત્યુ એ ઘટનાલોપની ઘટના છે.

 

       વીંટળાવાતી નથી પહેરાવાય છે તે વીંટી કહેવાય છે.

 

       ખીણ કે ખાડો હોય ત્યાં ગુરુત્વાકષૅણનો નિયમ ખાસ કામ કરે.

 

       ફિલ્મના હીરોને એક જ પાસુ હોય છે હિરોઈન માટે.

 

       શરીરઃ અનલિમિટેડ સમય સુધી વધારે ને વધારે લિમિટેડ કામ આપતું ઓજાર.

 

       કાચબાની પીઠ ઠોકીએ તો આપણો હાથ જ થોકાય.

 

       સૂયૅએ આકાશ ગુમાવ્યુ નથીલૃ ઘીના દિવાએ ગોખલો ગુમાવ્યો છે.

 

       સ્વીમીંગ બાથમાં હાથ મારો તે કાયદેસર કહેવાય

 

      પથ્થર ગબડે તોયે પહાડ તો અણનમ જ રહે છે.

 

      માણસ રોજ રોજ ઊંઘે ત્યારે એક વાર આથમે છે.

 

      પોતાને ટાઢ વાય ત્યારે સૂયૅ ઘરડો હોવાની શંકા જાય છે.

 

      માણસની મદદ વગર શેતાન સફળ થઈ શકતો નથી.

 

      ડાયલના દસ અંકોમાં જ આપણા રોંગ નંબર છુપાયેલા છે.

 

      ખાનગીમાં ઝઘડતું અને જાહેરમાં હસતુ દેખાય એ ‘દંપતિ’ કહેવાય.

 

      પુરુષનું સાસરુ સામાન્ય રીતે એટલુ ઉદાર નથી કે એને આખી જિંદગી રાખે.

 

 સ્વપ્ન એ અંધકારના અરીસામાં પડતું પ્રતિબિંબ છે.

 

 મૃત્યુની દિશા બદલાય પણ મસાણની દિશા ન બદલાય.

 

 ગધેડા કરતાં ઘોડો અવશ્ય સારો પણ સારાની લાત વધારે ખરાબ હોય છે.

 

 કાચબો અને ગધેડોલૃ પીઠ ન બતાવે તોયે દેખાય.

 

 પાઘડી બાંધ્યો ખુલ્લા માથે ફરે છે.

 

 ડાયેટિંગ કરે તે પેટ ભરીને હસી પણ ન શકે.

 

 ભીંત માત્ર ફેંકેલા બોલ વિશે જ લાજવાબ નથી હોતી.      

 

 ધરતીનું લૂણ ‘લાવણ્ય’ સુધી પહોંચે છે ને વિજેતા

 

  ખરાબમાં ખરાબ રસ્તા પર જ વધારેમાં વધારે ટ્રાફિક હોય

 

 

 

(સૌજન્ય:રતિલાલ ઓન લાઈન)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: