સૂરએ ઝિલઝાલ—-દીપક બારડોલીકર
ધરાને હચમચાવી નાંખવામાં આવશે જ્યારે;
મહાકંપે હલાવી નાંખવામાં આવશે જ્યારે,
બધુંયે નષ્ટ થાશે ને ચીરાશે-ફાટશે ધરતી;
અને નિજ ગર્ભમાંના બોજ કાઢી નાંખશે ધરતી.
નિહાળી આ દશા ઇંસાન વિસ્મય પામશે એવું;
કે એ પોકારી ઉઠશે : આ ધરાને થઈ ગયું છે શું?
એ દિવસે ભોમકા વર્ણવશે એના હાલની ગાથા;
ખરે એવીજ સર્જનહારની એને હશે આજ્ઞા.
એ દિવસે આવશે લોકો વિવિધ જૂથો ને જથ્થામાં;
કે દેખાડાય તેઓને, કરેલાં કર્મ દ્ન્યામાં.
તો કણશી યે ભલાઈ હો કરી જેણે ,એ જોશે ત્યાં;
ને રજ પણ બુરાઇ હો કરી જેને, એ જોશે ત્યાં.
( સૌજન્ય:”આબે કૌસર”કુરઆન શરીફ ના અંતિમ પારાએ અમ્માનો ગુજરાતી પદ્યાનુવાદ અનુ.દીપક બારડોલીકર)
સૂરએ ઝિલઝાલનું અસલ અરબી મતન અને ગુજરાતી અનુવાદ તફસીર સાથે-ભાષાંતરકાર:
મવ.અબ્દુર્રહીમ મવ.ગુલામ મુઅહમ્મદ સાદિક રાંદેરી.
I have always read this SURA, but the way you have described it in GUJARATI
has touched me deeply, I hope and wish there were more SURA’S presented
in this way to touch the human souls ! Thanks. Gulam Kader Bhegani
By: Gulam Bhegani on 08/13/2011
at 4:18 પી એમ(PM)