Posted by: bazmewafa | 07/04/2011

ગઝલ:ડૂસકાં વસંતનાં-મુહમ્મદઅલી વફા

ડૂસકાં વસંતનાં-મુહમ્મદઅલી વફા

સળગી ગયાં માદક બધાં સપનાં વસંતનાં.
આ પાનખર લાવી જુઓ ડૂસકાં વસંતનાં.

પર્ણો  બધા ક્રોધિત થયાં રંગો થયા હોળી,
આ ફૂલ પણ વીણી રહ્યાં તણખા  વસંતનાં.

જાણે ચમનની લાગણી  થીજેલ  કો’ બરફ ,
જખમી થયા સહુ બાગમાં મણકા વસંતનાં.

વેરાયલા પડ્યાં જુઓ   સૂરજ કિરણ  બધે,
ખરતાં બધી ય  ડાળથી પીછાં  વસંતનાં .

ખંજર બની ફૂંકાય છે  વિષાદનો   પવન,
કાતિલ હવા  ભૂંસે  હવે પગલાં   વસંતના.

લાગે હવે પાછી કદી ફરશે ન ચમનમાં ,
ખંડેરમાં ધરબિત થયાં  હરણાં વસતંનાં.

લાશો ઉપર આવી હસી  તે ચાંદની ‘વફા’
મળ્યા કળીઓને બધા  સદકા  વસંતનાં .
 
(સૌ. કોને મળું? પૃ.13)

Advertisements

Responses

  1. સળગી ગયાં માદક બધાં સપનાં વસંતનાં.
    આ પાનખર લાવી જુઓ ડૂસકાં વસંતનાં. vaah આપનાં સંગ્રહમાંથી છે ને? ખૂબ સરસ ગઝલ..અભાર શેર કરવા માટે
    સપના


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: