Posted by: bazmewafa | 07/02/2011

પ્રેરક પ્રસંગ :જીવંત માર્ગ દર્શક—અબ્દુલ્લાહ એમ.પટેલ

જીવંત માર્ગ દર્શક—અબ્દુલ્લાહ એમ.પટેલ

 

ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જ.મુહમ્મદ હિદાયતુલ્લાહ ભારતના કામ ચલાઉ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમને થયેલા અનુભવો એમને પોતાની આત્મકથા(My own boswell)માં લખ્યા છે, એમાં એક બોધરૂપ બનાવ આ છે:

         15 ઑગષ્ટ 1969ને રોજ રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનમાં આઝાદીનો શાનદાર મેળાવડો હતો.જનાબ મુહમ્મદ હિદાયતુલ્લાહ રાષ્ટ્રપતિ તરીકે ખાસ બગીમાં બેસી પ્રણાલિગત રીતે રાષ્ટ્રપતિ ભવનમાંથી નીકળ્યા.ભારતી ફોજના ઉચ્ચ અફસરો એ.ડી.નો સ્ટાફ ,રાષ્ટ્ર પ્રમુખના અંગ રક્ષકોવગેરે જુલુસના રૂપમાં આન અને શાન સાથે જઈ રહ્યા હતા.શિસ્ત બધ્ધ કૂચ, યુનિફોર્મનો દોર દમામ વગેરે રાષ્ટ્રપતિ  ભવનમાં શાહી વાતાવરણનો ભાસ કરાવતાં હતાં. જ.મુહમ્મદ હિદાયતુલ્લાહ લખે છે,”આવો ઠસ્સો અને મારી શાન જોઈમારા મનમાં થોડો ગર્વ થવા લાગ્યો.”(I felt a little pride.p.245)

     પણ સુબ્હાનઅલ્લાહ ! આગલીજ પળે આપને અમીરુલ મુઅમિનિન ફારૂકે આઝમ(રદી.)(ઇસ્લામના બીજા ખલીફા)નો આ બનાવ યાદ આવી ગયો!

       પેલેસ્ટાઈનની જીત વખતે મુસલમાનો અને ઇસાઇઓ વચ્ચે સુલેહના કરાર થયા.મુસલમાનો વિજેતા હતા.આ કરાર થયા પછી હઝરત ઉમર(રદી.)બયતુલ મુકદ્દસ જવા રવાના થયા.આપના મુબારક શરીર પર પુરાણાં અને તદ્દન મામૂલી કપડાં હતાં.સવારી માટે એક દુબળી ઉંટણી હતી.લોકોએ આપને નવાં ભપકાદાર વસ્ત્રો અને તુર્ક નસલનો પાણીદાર ઘોડો પેશ કરતાં વિનંતી કરી કે ,”આપ પેલી દુબળી ઉંટણી છોડી ,આ ઘોડા પર સવાર થઈ બયતુલ મુકદ્દસ જાવ”.અત્યારે આપ તો એક મહા વિજેતા –લશ્કરના અમીર છો..લોકોની વિનંતીનો સ્વિકાર કરી આપ ઘોડે સવાર થયા.જાતવાન ઘોડો ખૂબજ શાન અને રૂઆબથી ચાલવા લાગ્યો. પણ ઘોડે દૂર ગયા પછી અમિરૂલ મોમિનીન ઘોડા પરથી નીચે ઉતરી ગયા અને ફરમાવ્યું: “મારી ઉંટણી લાવો! હું એના પર બેસીનેજ બયતુલ મુકદ્દસ જઈશ”.

    લોકોએ આનું કારણ પૂછ્યું.તો ફરમાવ્યું:”મારા દિલમાં મોટાઈ અને ગર્વા આવી ગયો હતો અને અને અલ્લાહના રસુલ (સલ.હજરત મુહમ્મદ સલ.) એ ફરમાવ્યું છે કે, જેના દિલમાં રાઇના દાણાં બરબર પણ ગર્વ હશે તે જન્નતમાં જશે નહીં.”:

    રાષ્ટ્રપતિ જ.મુહમ્મદ હિદાયતુલ્લાહ સાહેબ લખે છે કે,” મને આ બનાવ યાદ આવી ગયો ,તો મારી હાલત એકામ બદલાઇ ગઈ ! બધો ગર્વ ઓગળી ગયો”.

    આપ લખે ચી કે ,”મને મારી જાત પર શરમ આવવા લાગી”મેં તરતજ ગર્વને ખંખેરી  વિચારો બદલી નાંખ્યા.”

       I felt ashamed of my self and put a side the feeling at once and began thinking of other things.(P.246)

       ઇસ્લામી તવારીખ  હરેક માટે એક બહેતરીન અને જીવંત રાહબર અને પથદર્શક છે.મુશ્કેલીમાં પણ તે માનસને સંતુલિત બનાવે છે.ઇસ્લામી તવારિખમાં કોઈ મોટા બાદશાહ માટે પણ એટલુંજ પથદર્શન છે ,જેટલું કે સામાન્ય માનવી માટે.

(સૌજન્ય:બયાને મુસ્તફા(સલ.)જુન2011,.એક બહેતરીન રાહબર-ઇસ્લામી તવારિખ)

           


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: