Posted by: bazmewafa | 04/26/2011

મુસ્લિમ શાસકોને જાણીજોઇને અસહિષ્ણુ અને ધર્માંધ ચીતરવામાં આવ્યા હતા — જ.કાત્જૂ

 

મુસ્લિમ શાસકોને જાણીજોઇને અસહિષ્ણુ અને ધર્માંધ ચીતરવામાં આવ્યા હતા — જ.કાત્જૂ

મહમૂદ ગઝનીના સોમનાથ પરના આક્રમણોને વધુમહત્ત્વ આપવામાં આવ્યું છે જયારે ટીપુ સુલતાન દ્વારા ૧પ૬ હિંદુ મંદિરોને વાર્ષિક આર્થિક સહાય આપવામાંઆવતી હતી તે બાબતનો કયાંય ઊલ્લેખ નથી.

 નવી દિલ્હી, તા.૧૯સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માર્કન્ડેય કાત્જૂએ હિંદુ-મુસ્લિમ વચ્ચે વધેલા તણાવ માટે મુસ્લિમ શાસકોને અસહિષ્ણુ અને ધર્માંધ ચિતરનારા ઇતિહાસના પુનર્લેખનને જવાબદાર ગણાવ્યુંછે. એવા ઘણા પુરાવા છે કે જે ઇતિહાસના આ પુનર્લેખનને ખોટું ઠરાવી શકે. તેમણે એમપણ જણાવ્યું હતું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ બની રહેશે.તેની બાંયધરી આપતી સંયુકત સંસ્કૃતિ અને ઊર્દૂ સંસ્કૃતિ ભારતીયોને એક જૂથ રાખતીહતી. ન્યાયમુર્તિ કાત્જૂએ જણાવ્યુંહતું કે, મુસ્લિમ શાસકો અંગેનું જુઠ્ઠાણું ફેલાવવાનો એજન્ડા બિ્રટિશ શાસકોએ ૧૮પ૭નાવિપ્લવ બાદ અમલમાં મુકયો હતો. તેના કારણે જ મહમૂદગઝનીના સોમનાથ પરના આક્રમણોને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જયારે ટીપુસુલતાન દ્વારા ૧પ૬ હિંદુ મંદિરોને વાર્ષિક આર્થિક સહાય આપવામાં આવતી હતી તે બાબતનો કયાંય ઊલ્લેખ નથી.એક સમારંભમાં ન્યાયમુર્તિ કાત્જૂએ બી.એન.પાંડે દ્વારાલિખિત પુસ્તકમાંથી ઊદાહરણ ટાંકીને દલીલો કરી હતી. ૧૯૭૭માં રાજયસભાના સાંસદોને કરેલા સંબોધનમાં ડો..પાંડેએ જણાવ્યું હતું કે, એક ચોક્કસ નીતિ અંતર્ગત ભારતના ઇતિહાસને જુઠ્ઠાણાથી ભરીદેવામાં આવ્યો હતો. ઇતિહાસમાં એવી છાપ ઊભીકરવામાં આવી હતી કે ભારતીય ઇતિહાસનો મધ્યયુગીન સમયગાળો મુસ્લિમશાસકોના હદુઓ પરના અત્યાચારોથી ભરપૂર હતો અને હિંદુઓ ઇસ્લામિક શાસન તળે પીડા ભોગવતા હતા.

(સૌજન્ય: ગુજરત ટુડે 19એપ્રીલ2011)

Advertisements

Responses

  1. yes u r right,,,,,,,,,

  2. સાચો ઈતિહાસ ક્યારેય પણ બહાર આવશે નહિ, એ વાત નો ખુબ અફસોસ છે.

  3. ખરેખર સાચી વાત.આપણા દેશ માં આજે જે હાલાત છે તેના ખરેખર જવાબદાર બ્રીટિશ જ છે.આ દેશ માં ઇતિહાસ તો એટલી હદે ખોટી રીતે ભણાવવામા આવે છે કે જાણે આપણે ભુતકાળ માં લડ્વા અને મારકાપ સિવાય કાઇ કર્યુ જ નથી.સારી બાબત બધી જ ક્યાંક ખુણા મા મુકી દેવા મા આવી છે. અને આ કામ કર્યુ છે લોર્ડ મેકોલે એ જે અંગ્રેજે આપણી શિક્ષણ વ્યવસ્થા બનાવી પણ દુખ એ વાત નુ છે કે આપણા જ ભારત ના શાશકો એ આજ સુધી તેને બદલવા નિ જેહ્મત સુદ્ધા કરી નથી.ક્યારેક તો હસવુ આવે છે કે મને ઇતીહાસ મા ભણાવવા મા આવ્યુ હતુ કે વાસ્કોડીગામા એ ભારત ની શોધ કરિ હતી .પણ આ દેશ તો તેના બાપ દાદા પેહલા નો હતો.

  4. આપે ઘણી મુદ્દાની વાત કરી છે.આશિષભાઈ.ઇતિહાસનું પુન:સંશોધના કરી-સત્ય બહાર લાવું ઘટે.અને ભવ્ય ભારત દેશની એકતા માટે નકારાત્મ તત્વો નો છેદ ઉડાદી શિક્ષ્ણ આપવું ઘટે.જેથી વૈમંનસ્ય ઘટે. લોકો એક બીજાને પ્રેમથી જોતા થાય.આપના કિમતી અભિપ્રાય બદલા અભિનંદન.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: