Posted by: bazmewafa | 04/26/2011

વારંવાર છેતરપડીનો ભોગ બનેલા સમુદાયો- હર્ષ મંદર

વારંવાર છેતરપડીનો ભોગ બનેલા સમુદાયો- હર્ષ મંદર

ભારતીય મુસ્લિમો પોતે આ દેશના નાગરિક છે કે કેમ તેવો સવાલ ડગલેને પગલે પોતાની જાતને કરતા આવ્યા છે. પોતાની સ્ત્રીઓ અને બાળકોને શા માટે મૂઠ્ઠીભર તત્વોના દુષ્કૃત્યોની સજા કરવામાં આવે છે.તે સવાલનો જવાબ શોધતા આવ્યા છે. ગુનેગારોને સજાકેમ નથી થતી તે પ્રશ્ન તેઓને કોરી ખાય છે. આ નરસંહાર પાછળ જેનો હાથ ગણવામાં આવે છે તે એક નહિ પણ બે વાર સત્તા પર ચૂંટાઇ આવે છે અને હવે તેને વડાપ્રધાનપદનો દાવેદાર ગણવામાં આવતો હોય તો આ દેશની આનાથી મોટી કમ્બખ્તી બીજી કઇ હોઇ શકે. ?

કોઇપણ કોમી રમખાણોમાં પ્રત્યક્ષ ભોગ બનનારા હોય છે જેમની સંપત્તિની લૂંટફાટ થાય છે

અથવા નષ્ટ કરાય છે, જેમના શરીર પર પ્રહાર કરાય છે અથવા જેમના સ્વ જનો પર હુમલા કરાય છે અથવા હત્યા કરાય છે. પરંતુ વંશવાદી ઘર્ષણમાં એક આખા સમુદાયના કાળજા પર ઘા થાય છે જે કદી રૂઝાતા નથી. આ કારણે જ આખો એક સમુદાય હિંસાનો ભોગ બને છે. તેઓને ભલે પ્રત્યક્ષ રીતે કોઇ જાનમાલનું નુકસાન ન થાય અને ભલે ભવિષ્યમાં તેમની પર આવા પ્રત્યક્ષ હુમલા ન થાય તે બાબતની પણ તકેદારી રાખવામાં આવી હોય છતાં તેમને નુકસાન તો થાય છે જ. એટલા માટે કારણ કે આ હુમલા બદલો લેવાની શરમજનક ભાવનાથી અથવા આખા સમુદાયને કલંકિત કરવાના કાવતરાના ભાગરુપે કરાયા હતા..

દિલ્હીમાં ૧૯૮૪ના શીખવિરોધી રમખાણો અને ગુજરાતના ૨૦૦૨ના રમખાણો વચ્ચે ૧૮ વર્ષનું અંતર હોવા છતાં બંનેમાં ભારે સામ્યતાઓ રહેલી છે. આ બંને રમખાણોમાં સૌથી મોટી સામ્યતા એ છે કે બંને નરસંહારની ઘટનાઓ અલગ ધર્મિક ઓળખ ધરાવનારાઓ વચ્ચે કોઇ એક ઘટનાના એકાએક પરિણામ સ્વપે નહોતી બની. બંને વખતે પદ્ધતિસર રીતે કોઇ ચોક્કસ ધર્મ કે સમુદાયના લોકોને નિશાન બનાવીને તેમનો એકડો જ ભૂંસી નાંખવાની બેરહેમ ભાવના સાથે હસા આચરવામાં આવી હતી જેમાં જે-તે વખતના સત્તાવાળાઓએ જાહેર અથવા છુપું સમર્થન આપ્યું હતું. બંને ઘટનામાં સરકારી સત્તાવાળાઓ મૂકપ્રેક્ષક બનીને ઉભા રહ્યા અને હિંસાક ટોળાઓને સંપત્તિની લૂંટફાટ કરી તેને નષ્ટ કરવા,ધાર્મિક સ્થાનોને જમીનદોસ્ત કરવા, ઘાતકી હત્યાઓ કરવા,નિર્દોષોને જીવતા જલાવી દેવાની નૃશંસ ઘટનાઓના સાક્ષી રહ્યા હતા. પહેલીવાર શીખ સમુદાય પર અત્યાચાર ગુજારાયા તો બીજીવખત મુસ્લિમોને નિશાન બનાવાયા હતા. બંને પ્રસંગે રાજકીય નેતાઓએ કત્લેઆમ માટે નાણાં અને શસ્ત્રોની તમામ મદદ કરી આપી હતી અને તોફાની ટોળાના પરિવહનની પણ અસરકારક સવલત પૂરી પાડી હતી. બંને પ્રસંગે રાજકીય રીતે આ કત્લેઆમને લઘુમતિઓ દ્વારા બહુમતિઓની સતત કરાતી રંજાડના પરિણામ સ્વરુપની હોવાનું પૂરવાર કરવાના એડીચોટીના જોર સાથેના રાજકીય પ્રયાસો થયા હતા અને મૂઠ્ઠીભર બદમાશ તત્વોને કારણે આખા એક સમુદાયને ખતમ કરી નાખવાનું ઘાતકી કૃત્ય આચરવામાં આવ્યું હતું.

આ બંને નરસંહારમાં કોમવાદી સંગઠનોની ઘૃણાનું વાતાવરણ ઉભું કરીને તેનો ફેલાવો કરવામાં પણ અહમ્ ભૂમિકા રહી હતી અને આ ઘૃણાના મોજા પર તેઓ સવાર થઇ ગયા હતા. બંને વખતે સત્તાધારી પક્ષે આ નરસંહારને પગલે ત્યારપછીની ચૂંટણીમાં અભૂતપૂર્વ જનસમર્થન મેળવીને પોતાના કૃત્યોને યોગ્ય અને યથાર્થ ઠેરવવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા. બંને નરસંહારની ઘટનાઓમાં દોષી રાજકારણીઓને માફી આપવાની બાબત સામેલ છે અને હજીસુધી એકપણ ગુનેગારને આ સબબ સજા કરાયાના દાખલા નથી.

સરકારી અધિકારીઓને પણ દંડવાને બદલે મલાઇવાળા હોદ્દાઓ પર બઢતી આપવાના કિસ્સાઓ નાધાયા છે.ભારત અને વિશ્વભરમાં ૧૯૮૪ પછી જન્મ્યા છે તેવા યુવાનો સહિતના સમગ્ર શીખ સમુદાય માટે દિલ્હીનો નરસંહાર તેમના કાળજા પર લાગેલો કદી ન રુઝાનારો ઘા બની ગયો છે. તેઓમાં આ ઘટનાને પગલે જ કોરાણે ધકેલાયેલા હોવાની ભાવના બળવત્તર બની હતી અને તેઓનો દેશના રમતગમત, વ્યાપાર, રાજકારણ, સશસ્ત્ર દળો અને કલા જેવા ક્ષેત્રોમાં ખીલી ઊઠવાનો ઈતિહાસ હોવા છતાં તેમણે આ ઘટનાનો ભોગ બનવું પડ્યું. આ રમખાણોના ઘણા વર્ષો પછી પણ શીખ સમુદાયમાં અસંતોષ અને અસુરક્ષાનું વાતાવરણ ફેલાયેલું જ રહ્યું હતું. આજે આ હિંસાને ૨૬ વર્ષ પસાર થઇ ગયા હોવા છતાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં રહેતા શીખ સમુદાયમાં આક્રોશ તો ધરબાયેલો જ પડ્યો છે.

ગુનેગારોને સજા કરવામાં સરકારી તંત્રની નિષ્ફળતાને કારણે જ શીખોમાં હજી પણ કાગ્રેસ પ્રત્યે રોષ છે.અમૃતસરના સુવર્ણમંદિરમાં છૂપાઇને બેઠેલા ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવા માટે ઓપરેશન બ્લૂસ્ટાર આદરીને લશ્કરી તાકાતનો ઊપયોગ કરનારા ઇન્દિરા ગાંધીને તેમના જ શીખ સુરક્ષા ગાર્ડે મોતને ઘાટ ઊતારી દીધા- તો તેનો બદલો લેવા કાગ્રેસી નેતાઓએ શીખ સમુદાયનું કાસળ કાઢવાનું નક્કી કર્યું. જો કે, ઘણા શીખો આ ઘટનાને દુઃખદ સ્વપ્ન ગણીને ભૂલી પણ ગયા છે. પંજાબના શીખોમાં પણ પોતાની પર થયેલા અત્યાચારોનો ભારે આક્રોશ છૂપાયેલો છે. પરંતુ તેઓનો આ આક્રોશ માત્ર ૧૯૮૪ના રમખાણો કે ઓપરેશન બ્લૂસ્ટાર પૂરતો સિમિત્ત નથી. તેમનો આક્રોશ એંશી અને નેવુંના દાયકામાં શીખ યુવાનોને ત્રાસવાદી સમજીને તેઓની પર જે સિતમ ગુજારાયા તેનો છે. આથી વિપરીત કેનેડા, અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં આજેપણ ખાલિસ્તાન ચળવળનો ચરુ અંદરખાને ઊકળી જ રહ્યો છે.

આવો જ આક્રોશ ૨૦૦૨ના રમખાણોને પગલે દુનિયાભરમાં વસતા ભારતીય મુસ્લિમોમાં ફેલાયો હતો. મુસ્લિમ સ્ત્રીઓ, પુરુષો અને બાળકો પર ગોધરા રેલવે સ્ટેશને ૫૮ લોકોને જીવતા જલાવી દેવાયા તેના પ્રતિસાદરુપે જે બર્બરતા આચરવામાં આવી તેનો ઊદ્દશ આખા મુસ્લિમ સમુદાયને સજા કરીને તેઓને બોધપાઠ આપવાનો હતો.સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં એવું પહેલીવાર બન્યું હતું કે કોઇ કોમી રમખાણને કારણે અખાતી દેશો તેમજ પૂર્વ એશિયાના દેશોના મુસ્લિમો પણ સમસમી ગયા હતા. હું ૨૦૦૨ બાદ ભારતભરના શહેરો, ગામડાઓ અને કસ્બાઓમાં મુસ્લિમોની જમાતમાં ગયો છું અને મ જોયું હતું કે દરવખતે ૨૦૦૨ના કોમી રમખાણોનો ઊલ્લેખ થતાં જ મુસ્લિમો એટલા દુઃખી થઇ જતા કે જાણે આ અત્યાચારનો તેઓ પોતે જ ભોગ બન્યા હોય.

વારંવાર રમખાણો દરમિયાન સગર્ભા મુસ્લિમ સ્ત્રીઓના પેટ ચીરીને બાળકોને બહાર કાઢીને મોતને ઘાટ ઊતારવા જેવા ઘાતકી પ્રસંગોનો ઊલ્લેખ કરાય છે અને જાણે પોતાના જ પરિવારની મહિલાઓ પર બળાત્કાર ગુજારીને તેમને જીવતી જલાવાઇ હોય તેવી આક્રોશપૂર્ણ વેદના મહેસૂસ કરવામાં આવે છે. જયારે પણ સામૂહિક કબરો મળી આવે છે. અથવા બનાવટી પોલીસ એન્કાઊન્ટરમાં મુસ્લિમની હત્યા થાય છે ત્યારે તમામ મુસ્લિમો કોઇ પોતીકા સાથે આમ થયાનું અનુભવે છે. હું સંખ્યાબંધ બિન-નિવાસી ભારતીય સ્લિમોને મળ્યો છું.જેઓ વર્ષો સુધી ભારત પરત નથી આવ્યા પરંતુ ગુજરાતના રમખાણોએ હજી તેમના હૈયાને હચમચાવી નાંખ્યા છે.હજી પણ ગુજરાતના રમખાણોનો ઊલ્લેખ માત્ર થતાં તેમના હાથપગ ઢીલા પડી જાય છે.

મુસ્લિમોને ૨૦૦૨નારમખાણોને લગતો સૌથી વધુ અફસોસ પોતાની સાથે થયેલી છેતરપડીની ભાવનાનો છે. દરેક વ્યકિત પોતાના બાળપણની ઘટનાઓ, હિન્દુ મિત્રો સાથે મળીને માણેલી મિજબાનીઓ,તેમની સાથે કરેલી મસ્તી,આનંદને યાદ કરે છે જેઓની એકબીજાના ઘેર અવરજવર હતી, લગ્નપ્રસંગોમાં આવનજાવન હતી અને એકબીજાના સુખ-દુઃખમાં બરાબરના ભાગીદાર હતા. પરંતુ આજે તેવું નથી રહ્યું.

 અને હિન્દુ બાળકો કટ્ટરવાદી વિચારધારાના આશ્રિત બની ગયા છે. તેમને હવે પેલા વાનોમાં પોતાના હિન્દુ મિત્રો નથી દેખાતા અને દરવખતે કોઇને કોઇ પૂર્વગ્રહ બંને સમુદાયને ફરી ભૂતકાળમાં ધકેલવા મજબૂર કરી દેતો હોય તેવું ભાસે છે.

આ પ્રકારની છેતરપડીની ભાવનામાં સરકારની ખુલ્લી સામેલગીરીનો પણ હાથ છે.

સરકારી સત્તાવાળાઓ પણ દરેક રમખાણો વેળાએ લઘુમતિઓ સાથે ઓરમાયો વર્તાવ કરતા આવ્યા છે અને આજેપણ ભારતીય મુસ્લિમો પોતે આ દેશના નાગરિક છે કે કેમ તેવો સવાલ ડગલેને પગલે પોતાની જાતને કરતા આવ્યા છે. પોતાની સ્ત્રીઓ અને બાળકોને શા માટે મૂઠ્ઠીભર તત્વોના દુષ્કૃત્યોની સજા કરવામાં આવે છે તે સવાલનો જવાબ શોધતા આવ્યા છે.

ગુનેગારોને સજા કેમ નથી થતી? તે પ્રશ્ન તેઓને કોરી ખાય છે. આ નરસંહાર પાછળ જેનો હાથ ગણવામાં આવે છે તે એક નહ પણ બે વાર સત્તા પર ચૂંટાઇ આવે છે.અને હવે તેને વડાપ્રધાનપદનો દાવેદાર ગણવામાં આવતો હોય તો આ દેશની આનાથી મોટી કમ્બખ્તી બીજી કઇ હોઇ શકે? આ દેશના બંધારણે તમામ નાગરિકોને સમાન અધિકાર આપ્યાની વાત હવે તો કોઇને યાદ પણ નથી રહી.

(CourtesyGujaratto day 26thApril2011)

 

 

Harsh Mander (born 1956) is an Indian social activist and writer. He came into prominence after 2002 Gujarat riots and heads “Aman Biradari” which work for communal harmony. He became member of National Advisory Council of the UPA government in 2010 and special commissioner to the Supreme Court. He has written a collection of essays titled Unheard Voices: Stories of Forgotten Lives published by the Penguin Books (2001) and Fear and Forgiveness: The Aftermath of Massacre (2009).

Harsh Mander has worked formerly in the Indian Administrative Service in the predominantly tribal states Madhya Pradesh and Chhatisgarh for almost two decades, mainly as the head of district governments of tribal districts. He is associated with social causes and movements, such for communal harmony, tribal, dalit, and disability rights, the right to information, custodial justice, homeless people and bonded labour. He writes and speaks regularly on issues of social justice.He is also a founding member of ANHAD (Act Now for Harmony and Democracy).

Writing career

His books include ‘Unheard Voices: Stories of Forgotten Lives’ and ‘Fear and Forgiveness: The Aftermath of Massacre’ published by Penguin India. Other major books include ‘The Ripped Chest: Public Policy and Poor in India’. Mallika Sarabhai wrote the script of the play Unsuni based on Harsh Mander’s book Unheard Voices. Arvind Gaur translated & direct it in Hindi and Mallika Sarabhai direct Unsuni for Darpana.

He is at present convenor of Aman Biradari, a people’s campaign for secularism, peace and justice, working for Nyayagrah, for legal justice and reconciliation for the survivors of the Gujarat 2002 carnage, and Dil Se, for the rights of homeless children, youth and women. He is Special Commissioner appointed by the Supreme Court of India to advise it in the Right to Food case on hunger and state responsibility, Honorary Director of the Centre for Equity Studies (working on public policy for the poor), Visiting Professor at IIM, Ahmedabad on poverty and governance and writes a column for the Hindu.

Awards

He was awarded the Rajiv Gandhi National Sadbhavana Award for peace work, and the M.A. Thomas National Human Rights Award 2002.

(Wikipedia)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: