Posted by: bazmewafa | 04/06/2011

નઝમ:આદિવાસી અંતરાત્મા—મસ્ત હબીબ સારોદી

આદિવાસી અંતરાત્મા—મસ્ત હબીબ સારોદી

 

કે શાએરીથી અભિપ્રેત છે અહીં તો ગઝલ,

ન કાવ્ય કોઈ સુણાવે ,ન ગાય ગીત કો ભલા.

અહીં છે પ્રાસ-અનુપ્રાસની જ બાજી ગીરી,

અહીં ગણાય છે શબ્દોના સાથિયાજ કલા.

 

પુરાની અહીં તો છે મૃતપાય: કલ્પના-ઉપમા,

ન એમાં આજના પ્રશ્નો કે આજના છે વિષય,

સનમની આંખ ને ઝુલ્ફોનાં અહીં પડઘા છે,

અહીં ગવાય છે પોતાનો નહીં પરાયો પ્રણય

 

ગઝલના પુસ્તકો બે ચાર પાંચ વાંચીને,

સગર્વ નિજને એ ગાલિબ સમાન સમજે છે,

જગતને નિજની સમક્ષ શૂન્ય લેખીને-

સ્વયંયને જાણે અનંત આસમાન સમજે છે.

 

નવી કળાથી નથી એમને કંઈ નિસ્બત,

પુરાણા રંગોને જેઓ વિસાત માત્ર ગણે,

કોઈ સુણાવે અગર આજનું નવું સર્જન-

કહીને એને એ બકવાદ હાસ્યપાત્ર ગણે.

 

કે જુનું એટલું સોનું છે મંત્ર અહિયાનો,

નવા પ્રદેશો-ક્ષિતિજો પર.આક્રમણ ન કરો.

અનુકરણ છે અહીંની કળાનો ધર્મ પ્રથમ,

 તજીને ચાલ ને ચીલા નવું ભ્રમણ  ન કરો.

 (સૌજન્ય:મસ્તી પૃ.,8)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: