Posted by: bazmewafa | 04/05/2011

પ્રાસંગિક:ઓઇલ ક્રુઝેડ ?”- એ. ક્રિસ્ટી-

ઓઇલ ક્રુઝેડ ?”- એ. ક્રિસ્ટી

સમયને સથવારે આરબ જનક્રાંતિ કે અમેરિકા પ્રેરિત “ઓઇલ ક્રુઝેડ ?” લોકતંત્રની આહલેક જગાવી આરબદેશોમાં સત્તાપલટા માટે જનક્રાંતિની હોળીમાં અમેરિકા જ ઘી હોમી રહ્યું છે. મોરક્કોથી કઝાખસ્તાન સુધી સૈનિક તેમજ આર્થિક પ્રભુત્વકાયમ કરવાનો ગંદો અમેરિકી ખેલ પોતાની ક્રૂડ ભૂખ સંતોષવા અમેરિકાની “ગ્રેટર મીડલઇસ્ટ” રચવાની વ્યૂહરચના. –

 ડિસેમ્બર ૨૦૧૦ આફ્રિકા ખંડના એકનાનકડા દેશ ટ્યૂનિશિયામાં જનક્રાંતિ ભડકી ઊઠે છે અનેથોડા જ સપ્તાહના સંઘર્ષ બાદ દેશ પર ત્રણ ત્રણદાયકાથી એકહથ્થુ શાસનચલાવનાર પ્રમુખ ઝાઇન અલ આબિદીન બેનઅલીને રાજપાટ પડતા મૂકીસાઊદી અરબમાં રાજયશ્રયલેવાની ફરજ પડે છે. દાયકા અને સૈકાઓથીરાજાશાહી અનેસરમુખત્યારશાહીની એડી તળે કચડાતી આરબ પ્રજામાંટ્યૂનિશિયાની જનક્રાંતિનાપગલે નવું જોમ આવીગયું. ટ્યુનિશિયાનાઘટનાક્રમની સાથે જઇજિપ્તમાં પણ બળવાનોજવાળામુખી ફાટી નીકળ્યોઅને અહ પણ દાયકાઓથી શાસન કરતા હોશની મુબારકને સત્તા ગુમાવવાનોવારો આવ્યો.ટ્યૂનિશિયા અને ઇજિપ્તમાં મળેલી સફળતાનાપગલે આરબ પ્રજા લોકતંત્રની સ્થાપના માટેવધુ જોરથી ઝઝૂમવા લાગી. જોર્ડન, બહેરીન, સીરિયા, લીબિયા અને યમન જેવા દેશોમાં પણ આ દાવાનળઝડપથી પ્રસરી ગયો અનેપ્રજા સડકો પર ઊતરી પડી. . લીબિયામાં ચાર દાયકાથીશાસન ચલાવતા કર્નલ મુઅમ્મર ગદ્દાફી લોકતંત્રસમર્થકોની સામે જીવન-મરણનો જંગ ખેલી રહ્યાં છે.બહેરીન, યમન અને સીરિયાના શાસકો પોતાની સત્તા ટકાવી રાખવા હવાંતિયા મારી રહ્યાં છે.બહેરીનની આગ પોતાનીસરહદોમાં ન પ્રવેશે તે માટે કેટલું સરસ ચિત્ર દોરાઇરહ્યું છે ? દાયકાઓથીઆપખુદ શાસકોનીચુંગાલમાંથી છૂટવા જાણે કેઆરબ પ્રજા યાહોમ કરીને કૂદી પડી છે. ચારેતરફલોક તંત્રની સ્થાપનાની સાઊદી અરબ પોતાની સેનાને બહેરીનના શાસકની સત્તા ટકાવીરાખવામાં મદદરૂપ થવામોકલી ચૂકયું છે. આરબ વિશ્વમાં જાણે કે એક નવાજ પ્રકારની સ્વતંત્રતાનો પવન ફૂંકાઇ રહ્યો હોય તેમ લાગે છે.

પરંતુ આટલા દાયકાઓ બાદ આરબ દેશોની પ્રજામાં લોકતંત્રની ઇચ્છા આટલીપ્રબળ કેવી રીતે બની ગઇ?.થોડાં જ મહિનામાં એક પછીએક આરબ દેશોમાં સત્તાપલટો થવા લાગ્યો. આવી જનક્રાંતિતો વિશ્વે કયારેય નિહાળી નથી !! આરબ ક્રાંતિનો આ ઘટનાક્રમ અચાનક ઊદ્દભવ્યો નથી. આ સમગ્ર ખેલ ક્રૂડતેલ માટે મહાસત્તાઓ વચ્ચે ચાલી આવતી સાઠમારીનો ખેલ છે. મધ્યપૂર્વ એશિયાનામોટાભાગના આરબ દેશો ખનીજતેલથી સમૃધ્ધ છે. તો સામે પક્ષે વિશ્વની એકમાત્ર મહાસત્તા રહી ગયેલા અમેરિકાની ઊર્જા  જરૂરીયાતો પણ વિકરાળબની રહી છે. અત્યારે આરબ વિશ્વમાં લોકશાહીના ઓથા હેઠળ જે ચિત્ર તૈયારથઇ રહ્યું છે તેનો મુખ્યચિત્રકાર “અંકલ સામ” છે અને તેને તેના ગોઠિયાઓનું સમર્થન પ્રાપ્ત છે.ક્રૂડ તેલના આ ગંદા ખેલનો પ્રારંભ ઇરાક પરના આક્રમણ સાથે થયો હતો. અમેરિકા મોરક્કોથી કઝાખસ્તાન સુધી ફેલાયેલા “ગ્રેટર મીડલ ઇસ્ટ” પરલશ્કરી અને ર્આિથક નિયંત્રણો મેળવવા ધમપછાડા કરી રહ્યું છે.અમેરિકી બ્યૂહરચનાકારોએ આરબ દેશો પર દાયકાઓથી શાસન કરીરહેલા આપખુદ શાસકોનેહરાવી સત્તાપર લોકતાંત્રિક શાસકો બેસાડવાનું કાવતરૂ વર્ષો પહેલા ઘડી કાઢ્યું હતું. તેના ભાગ રૂપે સૌથી પહેલો ભોગ ઇરાકના સદ્દામહુસેનનો લેવાયો સામુહિક વિનાશના શસ્ત્રોના ઓથા હેઠળ બુશ બાપ-દિકરા દ્વારા ઇરાક પર આક્રમણ કરાયુંઅને આજે અમેરિકાની કઠપૂતળી સરકાર આ દેશમાં શાસન કરી રહી છે.સદ્દામના પતનની સાથે ઇરાકના વિશાળ તેલ ભંડારોપર અમેરિકાનો કબજો થઇ ગયો છે. અમેરિકાની અસલ વ્યૂહરચના તો ઇરાકના ત્રણભાગલા કરી નાખવાની છે જેમાં સુન્ની ઇરાક અને આરબ શિયા ઇરાક એમ બેદેશોની રચના કરાય જયારેસદ્દામના ઊગ્ર વિરોધી રહેલા કુર્દોને કુર્દીસ્તાન નામનો અલગ પ્રદેશ ફાળવીઆપવામાં આવે. અગાઊ જેમ સોવિયેતસંઘને નબળું પાડવા તેના ટુકડે ટુકડા કરી નાખી અલગ થયેલા દેશોમાં અમેરિકા તરફી શાસકો બેસાડવાનીઅ મેરિકી વ્યૂહરચના સફળ થઇ તેવી જ રીતે અમેરિકા”ગ્રેટર મીડલઇસ્ટ”નું સ્વપ્ન સેવી રહ્યું છેજેમાં નવી સરહદો આંકીનેદરેક દેશમાં આપખુદ શાસકોને ખસેડી અમેરિકાની કઠપૂતળી સમાન લોકતાંત્રિક સરકારોબેસાડવાની વ્યૂહરચનાઅપનાવવામાં આવી છે.

ઇજિપ્તના શાસક હોશની મુબારક અમેરિકાની આયોજનાના સૌથી મોટા વિરોધી હતા. ઇજિપ્ત આરબદેશોમાં સન્માનનીય સ્થાનધરાવતો દેશ છે. ઇજિપ્તના વિરોધના પગલે અમેરિકાનેપોતાની મહત્વાકાંક્ષીયોજનામાં હોશની મુબારકઅવરોધરૂપ લાગતાં તેમનોભોગ લેવાઇ ગયો. ટ્યૂનિશિયાથી થયેલો પ્રારંભતો એકમાત્ર દેખાવ હતો.ખરી શરૂઆત તો ઇરાકથીકરવામાં આવી અને તેમાંઅમેરિકનો સફળ પણ થયા. ટ્યૂનિશિયા પછી સૌથી મહત્ત્વના એવા ઇજિપ્તમાં તખ્તો પલટાવવામાં પણઅમેરિકા સફળ રહ્યું. તે પછીહવે વિશ્વમાં બીજા નંબરે ક્રૂડ તેલનું ઊત્પાદન કરતા દેશ લીબિયાનો વારો આવ્યો છે.શકય છે કે આ લેખ તમારાસુધી પહાચે ત્યાં સુધીમાં કર્નલ ગદ્દાફી લીબિયામાંથી પલાયન થઇ ચૂકયાં હોય. આ લખી રહ્યો છું ત્યારે એવાઅહેવાલો મળી રહ્યાં છે લીબિયા બળવાખોરોએ વચગાળાની સરકારનીરચના પણ કરી દીધી છે.સમગ્ર ઘટનાક્રમ ભૂતપૂર્વ સોવિયેટ સંઘનાદેશોમાં અમેરિકા દ્વારાભૂતપૂર્વ સોવિયેટ સંઘનાદેશોમાં અમેરિકા દ્વારા ભડકાવવામાં આવેલીક્રાંતિનું પુનરાવર્તન જ જણાય છે.

 આ માટે અમેરિકી સત્તાધીશો નેશનલ એન્કાઊમેન્ટ ફોરડેમોક્રેસી (એનઇડી) અને અન્ય અમેરિકી સંગઠનોનોભરપૂર ઊપયોગ કરી રહ્યુંછે. “ગ્રેટર મીડલ ઇસ્ટ”નીયોજના અંતર્ગત અમેરિકા ઇજિપ્ત, સીરિયા, યમન,જોર્ડન, લીબિયા અને પછીવધુ આરબ દેશોમાં સત્તાપલટો કરાવવાના પ્રયાસો જોરશોરથી કરી રહ્યું છે.લુચ્ચા અંકલ સામે ઇરાકમાંપડેલા ફટકાઓથી પદાર્થપાઠ શીખીને હવે ડિવાઇડ એન્ડ રૂલની નીતિઅખત્યાર કરી છે. પોતે લોકતંત્રનું હામી હોવાનોદેખાવ કરી એકતરફ સમગ્ર વિશ્વમાં વાહ વાહ મેળવી રહ્યું છે. અને બીજી તરફપોતાના ક્રૂર ઇરાદા અમલમાં મૂકી રહ્યું છે. તેનાપોઠિયા સંગઠનો આરબદેશોમાં સ્થાનિક વિરોધી નેતાઓ દ્વારા જનક્રાંતિ ભડકાવવામાં સફળ રહ્યાં છે.આ સમગ્ર યોજનાને કયારેક “ક્રિએટિવડિસ્ટ્રકશન” તરીકે ઓળખવામાં આવતી હતી.પેન્ટાગોન, અમેરિકી ગુપ્તચ રએજન્સીઓ અને રેન્ડકોર્પોરેશન જેવી થક ટેંન્કોદ્વારા દાયકાઓ પૂર્વે આયોજનાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. ઇજિપ્તના હોશની મુબારક અમેરિકી એજન્ડાના સૌથીમોટા વિરોધી હતા.તેથીસૌથી પહેલો તેમનો ભોગ લેવાયો વર્ષ ૨૦૦૧-૨૦૦૩થી અફઘાનિસ્તાનઅને ઇરાક પર આક્રમણ થયું ત્યારથી એનઇડી ઊત્તરઆફ્રિકા અને મધ્યપૂર્વએશિયામાં સત્તાપલ્ટાનીતૈયારી કરી રહી હતી. એનઇડી અમેરિકી સરકારની સહાયથી ચાલતીએક એનજીઓનું મહોરૂંપહેરીને સમગ્ર યોજનાનોઅમલ કરી રહી છે. અમેરિકાના ગ્રેટર મીડલ ઇસ્ટ પ્રોજેકટમાંમોરક્કોથી અફઘાનિસ્તાનઅને મધ્ય એશિયાનાકઝાખસ્તાન સુધીના ઇસ્લામિક દેશોને સમાવીલેવાની યોજના છે એનઇડીના સૌપ્રથમ લક્ષ્યાંક ટ્યૂનિશિયા,ઇજિપ્ત, જોર્ડન, કુવૈત, લીબિયા, સીરિયા, યમનઅને સુદાન છે જેમાંથી ટ્યૂનિશિયા અને ઇજિપ્તમાંતે સફળ થઇ ચૂકી છે.અત્યારે લીબિયાનો વારોચાલી રહ્યો છે. જયાંજનક્રાંતિ સફળ ન થાય ત્યાંલશ્કરી હુમલાનો સહારોલેવાની પણ યોજનાઅત્યારે દશ્યમાન થઇ રહીછે. લીબિયા તેનું ઊદાહરણછે. તે ઊપરાંત એનઇડી તિબેટથી યુક્રેન,વેનેઝૂએલાથી ટ્યૂનિશિયાઅને કુવૈતથી મોરક્કો સુધીપોતાની જાળ ફેલાવી ચૂકીછે. ક્રૂડ ઓઇલ પરના પ્રભુત્વ માટેની આ અમેરિકી યોજના કેટલીસફળ થશે તે તો સમય જબતાવશે પરંતુ લોકતંત્રનાઓથા હેઠળ આરબશાસકોનો ભોગ લેવાવાનુંશરૂ થઇ ચૂકયું છે.

 (ગુજરાત ટુ ડે 27માર્ચ2011)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: