Posted by: bazmewafa | 03/29/2011

ગઝલ:ભીંત આ જાગી હતી—યોગેશ જોષી

ભીંત આ જાગી હતી—યોગેશ જોષી

 

 

ચીસ સડકે જોશથી પાડી હતી,

ઠેસ એવીતો મને વાગી હતી.

 

પ્હાડ આ ઉઠાવવાને પ્રેમનો,

આંગળી મેં કૃષણની માંગી હતી.

 

પ્રેમ પણ સાથે મળે એ આશથી,

વેદના મેં એમની માંગી હતી.

 

એક ખીલી વાગવાને કારણે,

રાત આખી ભીંત આ જાગી હતી.

 

ફેફસાં મારા ગમ્યા નહીં એટલે,

આ હવાઓ દૂર કંઈ ભાગી હતી.

 

છેવટે તો ગૈ બિચારી રણ મહીં,

સાગરે પણ એ નદી ત્યાગી હતી.

 

એક ખોબો શૂન્યતાનો પી ગયો,

ભૂખ શબ્દોની મને લાગી હતી.

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: